Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels : ભજનથી ભંડારા સુધીની સફર, ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં કિર્તીદાન ગઢવી સાથે ખાસ સંવાદ

Studio on Wheels : ભવનાથની તળેટીમાં ગુજરાતની એક માત્ર ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટનો જનરથ એટલે સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા શિવ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતી લોક કલાકાર કિર્તીદાન ગઢવી અને તેમના ધર્મપત્ની સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં કિર્તીદાન ગઢવીએ શિવભક્તિ, સંગીત અને ભવનાથના આધ્યાત્મિક માહોલ અંગે દિલથી વિચારો વ્યક્ત કર્યા હતા.
studio on wheels   ભજનથી ભંડારા સુધીની સફર  ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં કિર્તીદાન ગઢવી સાથે ખાસ સંવાદ
Advertisement
  • Studio on Wheels : ભવનાથની તળેટીમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવી સાથે સંવાદ
  • મેળામાં ભજનથી ભંડારા સુધીની સફરનો અનુભવ શેર કર્યો
  • ભવનાથ મેળો માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ એક અનોખી આધ્યાત્મિક અનુભૂતિ - કિર્તીદાન ગઢવી

Studio on Wheels : જૂનાગઢ (Junagadh) ના ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથનો મહાશિવરાત્રિ મેળો હાલ ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયો છે. આ પાવન અવસરે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા પણ મહાશિવરાત્રિ મહોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ હેઠળ ગુજરાત ફર્સ્ટ દ્વારા સાધુ-સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, કલાકારો અને શિવભક્તો સાથે વિશેષ સંવાદ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ગુજરાતી લોક કલાકાર કિર્તીદાન ગઢવી સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો છે.

Studio on Wheels : ભવનાથનો આધ્યાત્મિક અનુભવ

ભવનાથની તળેટીમાં ગુજરાતની એક માત્ર ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટનો જનરથ એટલે સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા શિવ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતી લોક કલાકાર કિર્તીદાન ગઢવી અને તેમના ધર્મપત્ની સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં કિર્તીદાન ગઢવીએ શિવભક્તિ, સંગીત અને ભવનાથના આધ્યાત્મિક માહોલ અંગે દિલથી વિચારો વ્યક્ત કર્યા હતા.

Advertisement

ભજનથી ભંડારા સુધીની સફર

કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે ભવનાથ મેળો માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ એક અનોખી આધ્યાત્મિક અનુભૂતિ છે. અહીં ભક્તિ, સંસ્કૃતિ અને સંગીતનો અદભૂત સંગમ જોવા મળે છે. તેમણે કહ્યું કે ભવનાથમાં પ્રવેશતા જ મનમાં શાંતિ અને સકારાત્મક શક્તિનો અનુભવ થાય છે, જે શિવપ્રતિ ભક્તિને વધુ ગાઢ બનાવે છે.

Advertisement

સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથેની વાતચીતમાં કિર્તીદાન ગઢવી અનુભવ જણાવતા કહ્યું કે કેવી રીતે પહેલા ભવનાથમાં ભજન કરવા માટે મેળામાં આવતા અને હવે ત્યાં જ પોતે ભંડારાનું આયોજન કરી ભક્તોની સેવા કરી રહ્યાં છે. જે એક વિશેષ અનુભવ છે. તેમના આ ઉતારામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને ભજન અને ભોજનનો લાભ લે છે.

આ સાથે કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે તેમના આ ઉતારામાં જુદાં-જુદાં કલાકારો આવે છે અને ભજન-કીર્તન કરે છે. આ ભક્તિમય સંગમમાં હજારો લોકોની સેવા કરવાનો મોકો મળવો કેટલો નસીબની વાત છે તેની લાગણી અને અનુભવ જણાવ્યો હતો.

શિવ અને સંગીતનો અખંડ સંબંધ

કિર્તીદાન ગઢવીએ શિવ અને સંગીત વચ્ચેના ગાઢ સંબંધ અંગે જણાવ્યું કે ભગવાન શિવ નૃત્ય અને સંગીતના પ્રતિક માનવામાં આવે છે. સંગીત ભક્તિને વ્યક્ત કરવાનો સહજ અને અસરકારક માર્ગ છે. તેમણે ઉમેર્યું કે લોકસંગીતમાં શિવભક્તિનું વિશેષ સ્થાન છે અને ભક્તિભર્યા ગીતો દ્વારા લોકોના હૃદય સુધી સંદેશ સરળતાથી પહોંચાડી શકાય છે.

ભક્તો સાથેનો આત્મીય સંબંધ

મુલાકાત દરમિયાન તેમણે ભવનાથના ભક્તો સાથેનો પોતાનો અનુભવ પણ શેર કર્યો. તેમણે જણાવ્યું કે અહીંનો ઉત્સાહ અને શ્રદ્ધાભર્યો માહોલ કલાકારોને વિશેષ પ્રેરણા આપે છે. “જ્યારે લોકો સંગીત સાથે ભક્તિમાં લીન થઈ જાય છે, ત્યારે કલાકાર માટે તે સૌથી મોટી પ્રેરણા બને છે,”

શું કિર્તીદાન ગઢવી રાજકીયક્ષેત્રમાં જોવા મળશે ?

કિર્તીદાન ગઢવીને ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ એક વિશેષ સવાલ કરવામાં આવ્યો હતો. શું ભવિષ્યમાં રાજકીયક્ષેત્રમાં કિર્તીદાન ગઢવી જોવા મળશે કે કેમ ? આ સવાલ પુછતા જ તેમને જણાવ્યું કે તેઓ રાજકીયક્ષેત્રમાં ઓફર મળવા છતા પણ જોડાયા નથી અને આગામી સમયમાં પણ તેઓ રાજકારણમાં જોવા નહીં મળે. તેમનું સ્પષ્ટ પણે માનવું છે કે ભગવાને તેમને સંગીત માટે બનાવ્યા છે. તેથી તેમને લોકોગીતો માટે સમર્પિત રહેવા માગે છે.

આ પણ વાંચો :  Junagadh : ભવનાથના મેળામાં સાધુ-સંતોનું મહેરામણ! ઉત્તરપ્રદેશથી આવેલા સાધુનું 'અર્ધનારીશ્વર' સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

Tags :
Advertisement

.

×