STUDIO ON WHEELS : Gujarat First ટીમની કામગીરીથી પ્રભાવિત થયા DyCM હર્ષભાઈ સંઘવી
- ગુજરાત ફર્સ્ટ STUDIO ON WHEELS નો ભવ્ય 'શિવ મહોત્સવ'
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ઉદઘાટન
- નરસિંહ મહેતા ધામમાં સાધુ-સંતોની ગરિમામય ઉપસ્થિતિ
- જુનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ બન્યું દર્શકોનું માધ્યમ
- સતત પાંચ દિવસ ભવનાથ મેળાની પળેપળની ખબર LIVE
Junagadh : ગુજરાત ફર્સ્ટનો (Gujarat first News) અનોખો અભિગમ 'STUDIO ON WHEELS' હાલ જુનાગઢમાં છે. અહીં, ભગવાન શિવના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા ભવ્ય 'શિવ મહોત્સવ' નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshbhai Sanghvi) વરદ હસ્તે 'શિવ મહોત્સવ' નું ઉદઘાટન થયું. દરમિયાન, નરસિંહ મહેતા ધામમાં સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં લોકોની ગરિમામય ઉપસ્થિતિ રહી. ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Viviekkumar bhatt) સાથે DyCM હર્ષભાઈ સંઘવીએ વિશેષ સંવાદ કર્યો અને ભવનાથની વિશેષતા, આધ્યાત્મિક મહત્ત્વ, ભક્તોની શ્રદ્ધા અને તંત્રની વ્યવસ્થા અંગે વાત કરી.
સતત 5 દિવસ ભવનાથ મેળાની પળેપળની ખબર LIVE ગુજરાત ફર્સ્ટ પર
જુનાગઢનાં ભવનાથમાં (Bhavnath) ગુજરાત ફર્સ્ટ દર્શકોનું માધ્યમ બન્યું છે. સતત પાંચ દિવસ ભવનાથ મેળાની પળેપળની ખબર દર્શકો LIVE નિહાળી શકશે. STUDIO ON WHEELS પણ મહાશિવરાત્રિના મેળામાં સામેલ થશે અને રોજેરોજ સાધુ, સંતો અને મહંતો સાથે સનાતનનો 'મહાસંવાદ' કરશે. STUDIO ON WHEELS આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 15 ફેબ્રુઆરી સુધી ગુજરાત ફર્સ્ટ પર LIVE 'શિવ મહોત્સવ'નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે.
Gujarat First ની ટીમ કામગીરીથી પ્રભાવિત થયા DyCM
February 11, 2026 9:10 pm
"તમે સાચા સનાતની છો..."; હર્ષભાઈ સંઘવીએ Gujarat First ની ટીમના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે, ટીવી પર તિલક-ભભૂતી જોઈને આનંદ થયો. Studio on Wheels જોઈને પ્રભાવિત થયો છું.
"તમે સાચા સનાતની છો..."; હર્ષભાઈ સંઘવીએ Gujarat First ની ટીમના કર્યા ભરપેટ વખાણ, કહ્યું "ટીવી પર તિલક-ભભૂતી જોઈને આનંદ થયો", Studio on Wheels જોઈને પ્રભાવિત pic.twitter.com/t7JbJKcz0q
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
સેવાનો મહાસાગર જોઈ હર્ષભાઈ સંઘવી ગદગદ થયા
February 11, 2026 9:07 pm
શિવરાત્રિ નિમિત્તે ભવનાથમાં સેવાનો મહાસાગર જોઈ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગદગદ થયા. તેમણે મેળામાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા લોકોને નતમસ્તક વંદન કર્યાં. તેમણે કહ્યું કે, અહીં વર્ષોવર્ષથી લોકો સેવા માટે લાગે છે. અહીં ખૂબ મોટાપાયે ભંડારાઓ યોજાય છે.
Harshbhai Sanghavi praise Bhavnath Seva Bhandara
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
ભવનાથમાં સેવાનો મહાસાગર જોઈ હર્ષભાઈ સંઘવી ગદગદ થયા, મેળામાં સેવા આપતા લોકોને નત મસ્તક વંદન કર્યાં @sanghaviharsh @vishvek11 @BJP4Gujarat #HarshSanghavi #SevaYagna #BhavnathMela #Bhandara #SanatanDharma #Junagadh #Respect… pic.twitter.com/j7h52yMhCR
હું પાક્કો સનાતની છું, જેને પેટમાં દુ:ખે એ ભલે દુ:ખે : DyCM હર્ષભાઈ સંઘવી
February 11, 2026 9:04 pm
DyCM હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, હું પાક્કો સનાતની છું, જેને પેટમાં દુ:ખે એ ભલે દુ:ખે." ભવનાથમાં ના. મુખ્યમંત્રીએ VIP કલ્ચર બંધ કરાવી કહ્યું કે, સાધુ-સંતોનું સન્માન એ જ અમારા સંસ્કાર...
Harshbhai Sanghavi Sanatani statement Bhavnath
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
Harshbhai Sanghavi: "હું પાક્કો સનાતની છું, જેને પેટમાં દુખે એ ભલે દુખે"; ભવનાથમાં ગૃહમંત્રીનો હુંકાર, VIP કલ્ચર બંધ કરાવી કહ્યું, "સાધુ-સંતોનું સન્માન એ જ અમારા સંસ્કાર"@sanghaviharsh @vishvek11 @BJP4Gujarat #HarshSanghavi… pic.twitter.com/gHdPIjZpYz
Junagadh: ભવનાથ મેળામાં હર્ષભાઈ સંઘવીની પદયાત્રા
February 11, 2026 9:02 pm
જુનાગઢના ભવનાથ મેળામાં DyCM હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટી નેતાઓ, કાર્યકરોએ હર્ષભાઈનું સ્વાગત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પગરખા વગર ભવનાથમાં પદયાત્રા કરી હતી. ગુજરાત ફર્સ્ટના શિવમહોત્સવમાં તેમની વિશેષ ઉપસ્થિતિ રહી.
Junagadh: જૂનાગઢના ભવનાથ મેળામાં પહોંચ્યા હર્ષભાઈ સંઘવી | Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
જૂનાગઢના ભવનાથ મેળામાં પહોંચ્યા હર્ષભાઈ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવનાથમાં સ્વાગત
હર્ષભાઈએ પગરખા વગર ભવનાથમાં કરી પદયાત્રા
સંતો-મહંતો અને કાર્યકરોએ હર્ષભાઈનું કર્યું સ્વાગત
ગુજરાત ફર્સ્ટના… pic.twitter.com/G020pciYbJ
ભવનાથનો મેળો મિનિકુંભ તો જરૂર છે : DyCM હર્ષભાઈ સંઘવી
February 11, 2026 8:46 pm
DyCM હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, ભવનાથનો આ મેળો મહાકુંભ તો તમે માનો કે ના માનો પણ મિનિ કુંભ તો જરૂર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાંળુઓ અહીં આવતા હોય છે. દેશભરમાંથી પૂજ્ય સાધુ-સંતો અને મહંતો અહીં પધારતા હોય છે અને આ પૂ. સાધુ-સંતોના દર્શન વર્ષ દરમિયાન આ માત્ર 4-5 દિવસ માટે જ થતા હોય છે. આ વર્ષે પણ 15 ફેબ્રુઆરી સુધી 25 લાખ જેટલા ભક્તો અહીં પધારવાના છે. સૌ ભક્તો માટે અહીં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
Bhavnath Mela Mini Kumbh 2026 preparations
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
Mini Kumbh 2026: ભવનાથનો મેળો એટલે ગુજરાતનો 'મિની કુંભ'! 25 લાખ ભક્તો ઉમટશે, હર્ષ સંઘવીએ લીધી મુલાકાત, જૂનાગઢમાં સાધુ-સંતોનો જમાવડો@sanghaviharsh @vishvek11 @BJP4Gujarat #BhavnathMela #MiniKumbh #MahaShivratri2026 #Junagadh… pic.twitter.com/dKv2rgTTuT
આ પળ જીવનભર યાદ રહેશે : DyCM હર્ષભાઈ સંઘવી
February 11, 2026 8:32 pm
ભવનાથમાં Gujarat First ના મંચ પરથી હર્ષ સંઘવીનું ભાવુક નિવેદન કરતા કહ્યું કે, "આ પળ જીવનભર યાદ રહેશે..."
Harshbhai Sanghavi speech Bhavnath Shiv Mahotsav
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
Shiv Mahotsav: "આ પળ જીવનભર યાદ રહેશે..."; ભવનાથમાં Gujarat First ના મંચ પરથી હર્ષ સંઘવીનું ભાવુક નિવેદન@sanghaviharsh @vishvek11 @BJP4Gujarat #HarshSanghavi #ShivMahotsav #BhavnathMela #Emotional #Faith #GujaratFirst #Junagadh… pic.twitter.com/SiFaOB8u6s
લોકોને અપીલ છે કે ભવનાથની પવિત્ર ધરતી પર ગંદકી કરી તેને દુષિત ના કરતા : DyCM હર્ષભાઈ સંઘવી
February 11, 2026 8:31 pm
DyCM હર્ષભાઈ સંઘવીએ ભવનાથ આવતા શિવભક્તોને અપીલ કરતા કહ્યું કે, આ ભવનાથની પવિત્ર ધરતી છે. અહીં, ગંદકી કરીને તેને દુષિત ના કરતા. સ્વચ્છતા અને સફાઈનું ધ્યાન રાખજો. સ્થાનિક અને પોલીસ તંત્રને સહયોગ આપજો.
Focus Keyphrase: Harsh Sanghavi cleanliness appeal Bhavnath Mela
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
Harshbhai Sanghavi Appeal: "ગિરનારની પવિત્ર ભૂમિ પર કચરો ન ફેંકશો"; હર્ષભાઈ સંઘવીનો લાખો શ્રદ્ધાળુઓને ખાસ સંદેશ@sanghaviharsh @vishvek11 @BJP4Gujarat #SwachhGirnar #HarshSanghavi #BhavnathMela #Cleanliness… pic.twitter.com/ygR48bu5Ia
આ વર્ષે ભવનાથમાં VIP કલ્ચર બંધ કરાયું : હર્ષભાઈ સંઘવી
February 11, 2026 8:27 pm
ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ સાથેનાં વિશેષ સંવાદમાં DyCM હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ વર્ષે ભવનાથ ખાતે VIP કલ્ચર બંધ કરાયું છે. મારી ગાડી પણ ત્યાં પાર્કથી છે જ્યાં અન્ય લોકોની પાર્ક છે. તંત્ર દ્વારા આ વર્ષે વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. લોકો શાંતિથી દર્શન કરી શકે તે માટે નાનામાં નાની બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે.
Harshbhai Sanghavi ends VIP culture Bhavnath Mela
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
જૂનાગઢ ભવનાથ મેળામાં હવે સૌ સમાન; હર્ષભાઈ સંઘવીએ VIP કલ્ચર પર લગાવી બ્રેક, કહ્યું- "મંત્રી હોય કે સામાન્ય ભક્ત, બધા ચાલીને જ જશે"@sanghaviharsh @vishvek11 @BJP4Gujarat #HarshSanghavi #NoVIPCulture #BhavnathMela #Junagadh… pic.twitter.com/2qvXDkLHR6
DyCM હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટ STUDIO ON WHEELS નાં શિવ મહોત્સવ નું ઉદઘાટન કર્યું
February 11, 2026 8:24 pm
DyCM હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ગુજરાત ફર્સ્ટ STUDIO ON WHEELS નાં 'શિવ મહોત્સવ' નું ઉદઘાટન થયું. ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ સાથે DyCM હર્ષભાઈ સંઘવીએ વિશેષ સંવાદ કર્યો અને ભવનાથની વિશેષતા, આધ્યાત્મિક મહત્ત્વ, ભક્તોની શ્રદ્ધા અને તંત્રની વ્યવસ્થા અંગે વાત કરી.
Bhavnath Mela: DyCM Harshbhai Sanghvi ના હસ્તે પ્રારંભ, Maha Aarti સાથે ભક્તિમય માહોલ
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
ગુજરાત ફર્સ્ટનો ભવ્ય અને દિવ્ય શિવ મહોત્સવ
Studio on Wheels નો ભવ્ય શિવ મહોત્સવ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ઉદ્ધાટન pic.twitter.com/sK8ihXETNx
બિહારનાં ધારાસભ્ય મૈથિલી ઠાકુર પણ ભવનાથ પહોંચ્યા
February 11, 2026 8:13 pm
બિહારના ધારાસભ્ય અને જાણીતા લોકગાયિકા મૈથિલી ઠાકુર ભવનાથ પહોંચ્યા છે. ગુજરાત ફર્સ્ટના 'શિવ મહોત્સવ' માં મૈથિલી ઠાકુરનું આગમન થયું છે. ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે મૈથિલી ઠાકુરનું સ્વાગત કર્યું. બિહારની બેટી મૈથિલી ઠાકુરના કંઠે શિવસ્તુતિ... આ નિમિત્તે મૈથિલી ઠાકુરે કહ્યું કે, મારૂ સૌભાગ્ય છે કે ભવનાથની મુલાકાતે છું. અત્યાર સુધી નહીં આવવાનો વસવસો રહ્યો. ભવનાથનું એક આગવું માહત્મ્ય છે.
જુનાગથના ભવનાનાથ મેળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા
February 11, 2026 8:02 pm
જુનાગથના ભવનાનાથ મેળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવનાથમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. DyCM હર્ષભાઈએ પગરખા વગર ભવનાથમાં પદયાત્રા કરી. સંતો-મહંતો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું. થોડીવારમાં ગુજરાત ફર્સ્ટના 'શિવમહોત્સવ' તેઓ ઉદઘાટન કરશે.
Junagadh: જૂનાગઢના ભવનાથ મેળામાં પહોંચ્યા હર્ષભાઈ સંઘવી | Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 11, 2026
જૂનાગઢના ભવનાથ મેળામાં પહોંચ્યા હર્ષભાઈ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવનાથમાં સ્વાગત
હર્ષભાઈએ પગરખા વગર ભવનાથમાં કરી પદયાત્રા
સંતો-મહંતો અને કાર્યકરોએ હર્ષભાઈનું કર્યું સ્વાગત
ગુજરાત ફર્સ્ટના… pic.twitter.com/G020pciYbJ
Studio On Wheels : ભક્તિ, ભજન અને ભોજનનો સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો
February 11, 2026 6:33 pm
Studio On Wheels : મહાશિવરાત્રિ નિમિત્તે ગુજરાત ફર્સ્ટનાં સ્ટુડિયો ઓન વ્હિલ્સ દ્વારા જુનાગઢમાં ભવ્ય શિવમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સાધુ-સંતો સાધે ખાસ વાતચીત કરવામાં આવી....
Studio On Wheels | Mahashivratri Mela 2026 | Junagadh | ભક્તિ,ભજન અને ભોજનનો સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો | Gujarat First#StudioOnWheels #ShivMahotsav #MahaShivratri #Bhavnath #Junagadh #DivineCelebration #shivbhakti #gujaratfirst pic.twitter.com/YKdBDbzJsN
— Gujarat First (@GujaratFirst) February 11, 2026


