Studio On Wheels : 'ગુરૂગ્રામ બાદ મારૂતિનો મોટો પ્લાન્ટ મહેસાણામાં' - ગીરીશભાઇ રાજગોર
- Studio On Wheels માં મહેમાન બન્યા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઇ રાજગોર
- પ્રેરક સફર: નગરપાલિકા સભ્યથી જિલ્લા ભાજપ પ્રમુખ સુધીની મજલ
- સંગઠન ચર્ચા: ભાજપના પાયાના કાર્યકરથી નેતૃત્વ સુધીની કાર્યપદ્ધતિ
- વિકાસ અને વિરાસત: મહેસાણાની ઓળખ અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સંવાદ
- નવું વિઝન: જિલ્લામાં ઉદ્યોગો અને રોજગાર વધારવા માટેનું ખાસ આયોજન
Studio On Wheels : મહેસાણા એટલે ગુજરાતના રાજકારણનું પાવર સેન્ટર. Gujarat First ના Studio On Wheels માં આજે આપણી સાથે છે, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ Shri Girishbhai Rajgor. નગરપાલિકાના એક સામાન્ય સભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના જિલ્લા પ્રમુખ સુધી પહોંચવાની તેમની સફર અત્યંત પ્રેરણાદાયી છે. આ વિશેષ સંવાદમાં તેમણે મહેસાણાના ઔદ્યોગિક વિકાસ, યુવાનો માટે રોજગારના અવસરો અને જિલ્લાની ઐતિહાસિક વિરાસતની જાળવણી વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. સાથે જ, ભાજપ સંગઠનની મજબૂતી અને આગામી વિઝન વિશે પણ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.
દેશમાં બે સ્થળે ચૂંટણી જીત્યા
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઇ રાજગોરે જણાવ્યું કે, સંગઠ વગર કશું શક્ય નથી, સંગઠનની વાત કરીએ તો ભાજપ દુનિયાની સૌથી મોટી શિસ્તબદ્ધ પાર્ટી છે, જ્યારે જનસંઘ હતું, બાદમાં જનતા પાર્ટી અને પછી ભારતીય જનતા પાર્ટી બન્યું, પ્રથમ ચૂંટણીમાં 1981 માં ભાજપમાં પહેલી વખત જિલ્લા પંચાયત મહેસાણામાં બન્યું હતું, ત્યાર બાદ 1984 માં ઇન્દિરા ગાંધીની હત્યા થઇ, ત્યારે વેવમાં બધે ચૂંટણી હાર્યા પરંતુ મહેસાણામાં ડો. એ. કે. પટેલ ભાજપની સાંસદની સીટ પર ચૂંટાયા, અને આંધ્રપ્રદેશમાં પણ ચૂંટણી જીત્યા હતા, આ અમારી 100 ટકા સીટ હતી, અહીં ભાજપ દિવસેને દિવસે મજબૂત થઇ રહી છે,
આ પણ વાંચો ------ Studio on Wheels : અંકુર સોલ્ટની 200 ટનથી1500 ટન સુધીની સફર, જાણો કેવી રીતે બની દેશની વિશ્વસનીય બ્રાન્ડ
લાખો લોકોને રોજગારી મળશે
તેમણે વધુમાં જણાવ્યું કે, મહેસાણા ઇન્ડસ્ટ્રીયલ હબ છે, વાઇબ્રન્ટની શરૂઆત કરી ત્યારથી મહેસાણા અગ્રેસર રહ્યું છે, મહેસાણામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વતન આવેલું છે, વડનગરમાં ટુરિસ્ટ સર્કિટ બની રહ્યું છે, બેચરાજીથી લઇને વડનગર તથા અન્યત્રે સુધીની હેરિટેજ સર્કિટ બની રહ્યું છે, બહુચરાજીનું મંદિર 150 કરોડના ખર્ચે નવીનીકરણ પામી રહ્યું છે, સાહેબે વિકાસની સાથે વિરાસત સાચવવાની પણ વાત કરી છે, રોજી રોટી માટે મારૂતિનો પ્લાન્ટ આવી રહ્યો છે, ગુરૂગ્રામ પછી મારૂતિનો પ્રોજેક્ટ આવી રહ્યો છે, તેની જોડે સંકળાયેલા લાખો લોકોને રોજગારી મળશે, પાટણ સુધી છેક નાના ઉદ્યોગોના કારખાનાઓ આવેલા છે,
Studio On Wheels, મારી જવાબદારી બધાયને સાથે રાખીને ચાલવાની છે
તેમણે ઉમેર્યું કે, છેલ્લા 32 વર્ષથી અહીં ભાજપની સરકાર છે, મહેસાણા જિલ્લાના ઉંજાથી ગુજરાતમાં 24 કલાક વિજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે, જે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી, ગુજરાત સૌથી વધુ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે, વિકાસમાં કોઇ પાછીપાની રાખી નથી, હું ભાજપમાં 1987 થી કામ કરું છું, પાર્ટીએ મને નગર પાલિકા પ્રમુખની જવાબદારી સોંપી હતી, જે મેં બખુબી નિભાવી છે, ત્યાર બાદ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે, મારી જવાબદારી બધાયને સાથે રાખીને ચાલવાની છે, અમે શ્રેષ્ઠ પ્રયસાસ કરીએ છીએ, પાર્ટીના નિર્ણયો બધાય સ્વિકારી લે છે, મને અધ્યક્ષની જવાબદારી પછી પહેલી લોકસભાની ચૂંટણી આવી હતી, સૌને લઇને કામ કર્યું, સૌથી વધુ લીડથી અમે જીત્યા છીએ, ત્યાર બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી, જે તમામ અમે જીત્યા, ત્યાર બાદ નગર પાલિકાની ચૂંટણીઓ આવી તે પણ જીત્યા છીએ, કડી વિધાનસભામાં પણ રેકોર્ડ બ્રેક મતોથી જીત્યા છીએ,
Studio On Wheels, રૂ. 500 કરોડ વર્ષાન્તે દૂધ ઉત્પાદકોને બોનસ ચૂકવાય
તેમણે વધુમાં ઉમેર્યું કે, વિરોધ પક્ષે તેમની દુકાન ચલાવવાની છે, ભારતમાંથી વિરોધ પક્ષ ખોવાઇ રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજનીતિનો શિરસ્તો બદલી નાંખ્યો છે, આજે ભારતમાં 25 ટકા ગરીબોને ગરીબીમાંથી બહાર લાવ્યા છીએ, દેશના સહકાર મંત્રી અમિતભાઇ શાહ સહકારી ક્ષેત્રને આગળ લઇ જઇ રહ્યા છે, દૂધસાગર ડેરીનું 5 હજાર કરોડનું ટર્નઓવર છે, પરંતુ રૂ. 500 કરોડ વર્ષાન્તે દૂધ ઉત્પાદકોને બોનસ તરીકે આપવામાં આવે છે, આ જ જો ખાનગી કંપની હોત તો પોતાની પાસે રાખત,
Studio On Wheels, 1919 માં સુધરાઇ તરીકે સંસ્થા બની હતી
તેમણે મહેસાણાને મહાનગર પાલિકા મળવા અંગે જણાવ્યું કે, હું નગર પાલિકાનો પ્રમુખ રહી ચૂક્યો છું. 2008 થી 2010 સુધી હતો, અમારૂ તે સમયનું બજેટ હતું, 42 કરોડથી 55 કરોડ સુધીનું, હવે પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ, જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે રૂ. 954 કરોડનું હતું, આટલું મોટું બજેટ મળે, એટલે મહેસાણાની સકલ બદલાઇ જાય, અગાઉ ફંડની કમી હતી, જૂનું મહેસાણા હતું, 1919 માં સુધરાઇ તરીકે સંસ્થા બની હતી, આજે 100 વર્ષથી વધુ સમય વિત્યો છે, સુધરાઇ બાદથી નગર પાલિકા અને આજે હવે મહાનગર પાલિકા બની છે, આજે મોઢેરા, રાધનપુર, વિસનગરમાં આઇકોનિક રોડ બની રહ્યા છે, આજુબાજુના ગામોના તળાવો રિડેવલોપમેન્ટ થઇ રહ્યા છે, ટ્રાફિક માટે ફ્લાયઓવર બની રહ્યા છે, બહારથી આવતા લોકો અહીંયા આવીને વસે છે, હાલના સંજોગોમાં ઉત્તરગુજરાતમાં સૌથી વધુ સુખ-સુવિધાઓ મહેસાણામાં હાલ જોવા મળી રહી છે,
આ પણ વાંચો ------ Studio on Wheels : નવી પેઢીને જ્ઞાનના માર્ગે લઈ જતા જવાહરભાઇ ચાવડા


