Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels Mehsana : મોઢેરાના વિકાસથી વ્યાપક રોજગારી મળી

Studio On Wheels Mehsana માં 'The Sun Glorious' Restaurant ના માલિક જુલસાદખાન પઠાણે (Julsad Khan Pathan) પહેલાના મોઢેરા અને આજના વિકસીત મોઢેરાના તફાવતને લઇને જણાવ્યું કે, આજથી 10 વર્ષ પહેલા અને હાલનું મોઢેરા, પહેલા ગણ્યા-ગાંઠ્યા વાહનો જોવા મળતા હતા, આજે શનિ-રવીમાં પાર્કિંગ પણ ના મળે, બીજી જગ્યાએ વ્યવસ્થા કરવી પડે છે
studio on wheels mehsana   મોઢેરાના વિકાસથી વ્યાપક રોજગારી મળી
Advertisement
  • Studio On Wheels Mehsana માં 'The Sun Glorious' Restaurant જોડે ખાસ સંવાદ
  • ભારતીય અને વિદેશી પર્યટકોને હોટલ પીરસે છે, કલર વગરનું સ્વાદિષ્ટ ભોજન
  • મોઢેરાના વિકાસથી સ્થાનિકોને મોટાપાયે રોજગારી મળી હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો
  • જુલસાદખાન પઠાણે (Julsad Khan Pathan) 10 વર્ષ પહેલા અને આજની હકીકત જણાવી

Studio On Wheels Mehsana : Gujarat First નો નવતર અભિગમ Studio On Wheels હવે Mehsana આવી પહોંચ્યો છે. જ્યાં Modhera ના પ્રસિદ્ધ અને લોકપ્રિય 'The Sun Glorious' Restaurant ના માલિક Julsad Khan Pathan સાથે ગુજરાત ફર્સ્ટના એન્કર ઉમંગભાઇ રાવલ દ્વારા સંવાદ કરવામાં આવ્યો છે. આ સંવાદમાં Julsad Khan Pathan દ્વારા મોઢેરાના વિકાસ અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ સહિતના મુદ્દાઓ પર તેમની વાત વર્ણવી છે.

Studio On Wheels Mehsana, સરકાર તરફથી ઘણું કરવામાં આવ્યું છે

મોઢેરાની લોકપ્રિય 'The Sun Glorious' Restaurant ના માલિક જુલસાદખાન પઠાણે (Julsad Khan Pathan) પહેલાના મોઢેરા અને આજના વિકસીત મોઢેરાના તફાવતને લઇને જણાવ્યું કે, આજથી 10 વર્ષ પહેલા અને હાલનું મોઢેરા, પહેલા ગણ્યા-ગાંઠ્યા વાહનો જોવા મળતા હતા, આજે શનિ-રવીમાં પાર્કિંગ પણ ના મળે, બીજી જગ્યાએ વ્યવસ્થા કરવી પડે છે, અહિં રોજગારીની તકો વધી છે, સુર્યમંદિરમાં સાંજે લેઝર-શો અને રંગારંગ કાર્યક્રમો થાય છે. વર્ષમાં સરકાર તરફથી ઘણું કરવામાં આવ્યું છે, જેથી નજીકના ગામના લોકોને રોજગારી મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હાલના તબક્કામાં ગુજરાત અગ્રેસર હરણફાળ ભરી રહ્યું છે, હવે સ્થાનિક રોજગારીના પ્રશ્નો ઉકેલાઇ ગયા છે, નાનામાં નાના લોકોને પર્યટન સ્થળેથી રોજગારી મેળવી શકે છે.

Advertisement

આ પણ વાંચો -------- Studio On Wheels : 40 વર્ષથી ભાખરી-શાકનો એક જ સ્વાદ,ગુજરાત ફર્સ્ટની ટીમે પ્રસિદ્ધ Khodiyar Restaurantની મુલાકાત લીધી

Advertisement

Studio On Wheels Mehsana, ત્રણ ભાષામાં વાત કરી શકે

તેમણે વધુમાં જણાવ્યું કે, કોઇ પણ પર્યટક એરપોર્ટ પર લેન્ડિંગ થાય, ત્યાંથી મોઢેરા સુધી પહોંચવામાં ટ્રાવેલ્સ એજન્સીઓનો વ્યાપ વધ્યો છે, સ્થાનિક ફૂટઝોન, જ્યાં રેસ્ટોરેન્ટ-કેફે ન્હતા, હવે ત્યાં તે સુવિધા ઉપલબ્ધ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સંતોષકારક અનુભવ મળે તેવું વાતાવરણ મળે છે, મોઢેરામાં ભારત અને વિદેશથી પર્યટકો આવે છે, તેમના માટે પ્રોફેશનલ ગાઇડ ઉપલબ્ધ છે, આપણા રેસ્ટોરેન્ટમાં કર્મચારીએ પણ ત્રણ ભાષામાં વાત કરી શકે, સુર્યમંદિરની મુલાકાત લઇને જ્યારે પર્યટક અમારા રેસ્ટોરેન્ટ સુધી પહોંચે છે, ત્યારે તેમની ગુજરાતી થાળી જમવાની પ્રાથમિકતા હોય છે, અમારા રેસ્ટોરેન્ટની ખાસીયત છે કે, અમે જમવામાં કોઇ પણ કલર ઉમેરતા નથી, હાલમાં હાઇજેનિક, ચોખ્ખાઇ સહિતના મુદ્દાઓનું મહત્વ છે.

Studio On Wheels Mehsana, કલર વગરનું સ્વાદમાં સારૂ મળે

અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, જ્યારે રેસ્ટોરેન્ટમાંથી કોઇ જમીને બહાર નીકળે ત્યારે તે તેમના અનુભવો વિશે તે બધા વિશે રિવ્યુ મુકે છે, હાઇજીનની બાબત આવે ત્યારે જાળવણી ઘણી કરવી પડે, રસોડું સ્વચ્છ રાખવું પડે, આઇએસઆઇ માર્કા વાળું, સરકારી એપ્રુવલ સાથેના વસ્તુઓમાં બનીને પિરસાય ત્યારે ફરક પડે છે, અમારા માટે નાનામાં નામો કસ્ટમર આવે તેનું ધ્યાન રખાય છે, કલર ઉમેરવાને લઇને સ્વાદિષ્ટ ભોજનમાં આંખે વળગે તેવું કહેવાય છે, પરંતુ કલર વગરનું અને તેને સ્વાદમાં સારૂ મળે તેવું પીરસીએ છીએ, કલર માં એમ છે કે, માનવ શરીરમાં વિવિધ પ્રકરાની એલર્જી થઇ શકે છે, અમે તેનું ધ્યાન રાખીએ છીએ, અમારે સ્વાદમાં કોઇ પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડતું નથી,

Studio On Wheels Mehsana, થેપલા, ઢોકળા અને ખમણની માંગ

દેશી મસાલાથી સ્વાદિષ્ટ ભોજન બની શકે છે, અમે ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, પંજાબી, જૈન, તથા પિત્ઝા સહિતની વાનગીઓ પિસરીએ છીએ, ગુજરાતમાં મુલાકાતે આવતા વિદેશીઓ લોકેશનની સ્ટડી કરે છે, તેની વાનગીઓ વિશે પણ જાણતા હોય છે. ઘણા લોકો થેપલા, ઢોકળા અને ખમણની માંગ લઇને પણ આવે છે, અમે વિતેલા એક વર્ષથી રહેવાની સુવિધા પણ શરૂ કરી છે, શરૂઆતમાં 6 રૂમ હતા, અત્યારે પર્યટકોના ઉત્સાહના કારણે, આનાથી અમારે વધારે વિસ્તરણ કરવું પડશે, અમારા રૂમો ફૂલ રહ્યા કરે છે,

Studio On Wheels Mehsana, 50 મીટરનું વોકિંગ ડિસ્ટન્સ

અમારા રેસ્ટોરેન્ટમાં તમે આવો, ત્યારે તમે અંદરના વાતાવરણથી, એન્ટ્રી લીધા બાદ, કસ્ટમર ફરીથી ત્યાં આવવા તૈયાર જ હોય છે, સૂર્યમંદિર જવું એટલે અમારા રેસ્ટોરેન્ટની મુલાકાત લેવી, સૂર્યમંદિરથી અમારૂ 50 મીટરનું વોકિંગ ડિસ્ટન્સ છે, પર્યટન સ્થળ નજીક રિસોર્ટ અને રેસ્ટોરેન્ટ ઘણા હોય છે, પરંતુ પર્યટકોનું સન્માન અને હોસ્પિટાલીટી જળવાય, અને સારો આવકાર મળે તેવું અમે ધ્યાનમાં રાખીએ છીએ, વિકેન્ડમાં લોકોનો ઘસારો વધે, ત્યારે અમારી સર્વિસ, ક્વોલિટી કે આવકારમાં કોઇ બાંધછોડ કરતા નથી, મારી કેપેસીટી 150 ની છે, તો હું તેટલા જ ગ્રાહકોને સમાવું છું, લોભ નથી કરવો,

Studio On Wheels Mehsana, કોઇ જાણતું પણ નહતું

આગળના પ્રોજેક્ટ અંગે કહ્યું કે, અમારી જગ્યા હાલ પુરતુ યોગ્ય છે, લોકોનો પ્રેમ મળશે, તો સારામાં સારી રહેવા માટે હોટલ બનાવીશું, વિકાસની વાત આવે ત્યારે મોઢેરામાં સૂર્યમંદિરની સાથે સોલાર પાવર મોઢેરા, કોઇ જાણતું પણ નહતું, ત્યારે મોઢેરામાં સોલાર ગ્રામ જોડાયું હતું. અમારી ઇન્ડસ્ટ્રીનું ઉજળું ભવિષ્ય છે. સૂર્યમંદિર ભારતમાં બે જ જગ્યાએ છે, ટુરિસ્ટનું ક્રાઉડ દિવસેને દિવસે વધશે,

Studio On Wheels Mehsana, સ્ટાફ અમારો પરિવાર

અમારૂ વિઝન છે કે, અમે આનાથી વિશેષ કરીએ, અને વિશેષ સેવાઓ કરી શકીએ, પર્યટન સ્થળ હોવાથી સરકાર પણ ઘણી મદદ કરે છે, જ્યારે હોટલ ઇન્ટસ્ટ્રીમાં મારૂ કોઇ નહતું, મિત્રવર્તુળ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું હતું, અમે હોસ્પિટાલિટી જોઇને અને નવી શરૂઆત કરવાનો વિચાર આવ્યો હતો, જ્યારે તમે હોટલ ઇન્ટસ્ટ્રીમાં આવો ત્યારે ક્વોલિફાઇડ સ્ટાફ મળી રહે, કિચનથી શરૂઆત થાય, પ્રોફેશનલ કુક, વેઇટર, શેફ થી લઇે રિસેપ્શન, અને મેનેજમેન્ટના લોકો મળી જાય, અને ટીમ વર્કમાં સાથે કામ કરીએ, ત્યારે અનુકુળ કામ કરી શકીએ, તેવું સારી રીતે સમજાય, જ્યારે તમે કોઇ વર્કરને ટીમ મેમ્બર બનાવો, તમે તેમના થઇ ગયા, ત્યારે સેલેરી ઓછી મળે, પણ પરિવરની ભાવના હોય ત્યારે કોઇ વસ્તુ અશક્ય નથી, ગુજરાત ફર્સ્ટનો આવો અનોખો કોન્સેપ્ટ માત્ર અગાઉ ચૂંટણીમાં જ જોયો હતો, જેને લઇને વિસ્તારમાં જાઓ, ત્યારે તમને સ્થાનિક પ્રશ્નો જાણવા મળે.

આ પણ વાંચો ------ Studio on Wheels : કોન્ટ્રાક્ટરથી ચેરમેન સુધીની સફર! Mehsana ના યુવા નેતા Mayurbhai Patel સાથે સંવાદ

Tags :
Advertisement

.

×