Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels in Mehsana : મેહોણાવાસીઓએ મનની વાત મુકી !

Studio On Wheels in Mehsana મોઢેરા ચોકડીએ પહોંચતા પહેલા તો લોકોમાં ઉત્સુતા જાગી હતી. તે શું છે, અને કેવી રીતે કામ કરે છે, તે અંગે લોકોની ઉત્સુકતા સંતોષાયા બાદ, તેમણે વખાણ કર્યા હતા. તે બાદ સ્થાનિકોએ ગુજરાત ફર્સ્ટની મોસ્ટ એડવાન્સ્ડ એપ ડાઉનલોડ કરી હતી. દરમિયાન મેહોણાવાસીઓએ મન ખોલીને વાતો કરી હતી
studio on wheels in mehsana   મેહોણાવાસીઓએ મનની વાત મુકી
Advertisement
  • Studio On Wheels in Mehsana ને બહોળો લોકપ્રતિસાદ મળ્યો
  • મેહોણાવાસીઓએ મન ખોલીને પોતાની વાત મુકી
  • શહેરમાં ફરવા લાયક, સુધારવા લાયક વાતો જણાવી

Studio On Wheels in Mehsana : Gujarat First નો Studio On Wheels મહેસાણામાં પહોંચ્યો છે. Studio On Wheels એટલે Gujarat First નો જનરથ, મુદ્દાઓનો મહારથ, પુછીશું જિલ્લાના સવાલો, સમસ્યા અને પ્રશ્નોને આપીશું વાચા. સ્ટુડિયો ઓન વ્હીલ્સ જાણીતી મોઢેરા ચોકડી પહોંચ્યો છે. જેમાં સ્થાનિકોએ મન ખોલીને પોતાની વાતો કહી છે, લોકોએ શહેરની સારી ફરવા લાયક જગ્યાઓ બતાવી, શહેરના વખાણ પણ કર્યા છે, અને સાથે જ જ્યાં સુધારા જરૂરી જણાય છે, તે અંગેના સૂચનો પણ કર્યા છે.

સૂર્ય મંદિર અને તિરૂપતિ ગાર્ડનની મુલાકાત જરૂર લો (Studio On Wheels in Mehsana)

Gujarat First નો Studio On Wheels મહેસાણાની મોઢેરા ચોકડીએ પહોંચતા પહેલા તો લોકોમાં ઉત્સુતા જાગી હતી. તે શું છે, અને કેવી રીતે કામ કરે છે, તે અંગે લોકોની ઉત્સુકતા સંતોષાયા બાદ, તેમણે વખાણ કર્યા હતા. તે બાદ સ્થાનિકોએ ગુજરાત ફર્સ્ટની મોસ્ટ એડવાન્સ્ડ એપ ડાઉનલોડ કરી હતી. દરમિયાન મેહોણાવાસીઓએ મન ખોલતા જણાવ્યું કે, અહિં ફરવા લાયક સ્થળોમાં સૂર્ય મંદિર અને તિરૂપતિ ગાર્ડનની અવશ્ય મુલાકાત લો. સાથે જ તોરણવાળી માતાએ ભરાતા બજારમાં જવાનું સૂચન કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો ------- Studio on Wheels: LIC અને SBI માં નોકરી કરી, પણ નસીબમાં IPS લખ્યું હતું, SP Himanshu Solanki ની પ્રેરણાદાયી સફર

Advertisement

મહેસાણા સિવાય બીજે ક્યાંય રહેવા જવાની જગ્યા નહીં (Studio On Wheels in Mehsana)

આ સાથે મેહોણાવાસીઓએ જમવા માટે એક વખત અચૂક મુલાકાત કરવા માટેની જગ્યાઓમાં અને ફૂડ આઇટમોમાં ભાખરી શાક અને ચૂરમું પ્રિય હોવાનું જણાવ્યું, તેમજ જૈન દેરાસરમાં મળતા સાત્વિક ભોજનનો આસ્વાદ લેવા માટે જણાવ્યું હતું. સાથે જ શહેર અંગે ગર્વ લેતા કહ્યું કે, મહેસાણા સિવાય બીજે ક્યાંય રહેવા જવાની જગ્યા નહીં, મહેસાણામાં તો બધા જ ફેમસ છે.

શહેરને વધુ સાફ બનાવવા માગ

આ સાથે સ્થાનિકોએ મહેસાણાના સ્થાનિક પ્રશ્નો પણ Gujarat First ના Studio On Wheels સમક્ષ વાત કરતા મુક્યા હતા. સ્થાનિકોએ મહેસાણાને વધુ સાફ બનાવવા માંગ કરી હતી, તથા જાહેર શૌચાલયોની સંખ્યા ખુબ જ ઓછી હોવાનું પણ જણાવ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરતા સ્થાનિકોએ કહ્યું કે, મહેસાણામાં તો 72 કલાકમાં જ આરોપીઓ પકડાઇ જાય છે.

આ પણ વાંચો ------ Studio on Wheels in Anjar: Sachidanand Ashram ના મહંત સાથે Dr. Vivek Kumar Bhatt નો વિશેષ સંવાદ

Tags :
Advertisement

.

×