Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels : જ્યાં યુવાનોના આકાશમાં ઉડવાના સપના બને છે હકીકત, જાણો Blue Ray Aviation સાથે પાયલટ બનવાની સફર

Studio on Wheels : આકાશમાં ઉડવાનું સપનું જોવું એ એક વાત છે, પણ એ સપનાને હકીકતમાં બદલીને કોકપિટમાં બેસવું એ સાહસ અને સચોટ તાલીમનો વિષય છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમે તાજેતરમાં બ્લૂ રે એવિએશન (Blue Ray Aviation) ની મુલાકાત લીધી હતી,
studio on wheels   જ્યાં યુવાનોના આકાશમાં ઉડવાના સપના બને છે  હકીકત  જાણો blue ray aviation સાથે પાયલટ બનવાની સફર
Advertisement
  • Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે Blue Ray Aviation પર
  • પાઇલટ બનવું એ માત્ર કારકિર્દી નથી, પણ એક જુસ્સો છે
  • Blue Ray Aviation અત્યાધુનિક સુવિધાઓ અને એક્સપર્ટ ટ્રેનર્સ સાથે વિદ્યાર્થીઓને કરે છે તૈયાર
  • જાણો ફ્લાઈંગ ટ્રેનિંગથી લઈને લાયસન્સ પ્રોસેસ સુધીની તમામ માહિતી

Studio on Wheels : આકાશમાં ઉડવાનું સપનું જોવું એ એક વાત છે, પણ એ સપનાને હકીકતમાં બદલીને કોકપિટમાં બેસવું એ સાહસ અને સચોટ તાલીમનો વિષય છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમે તાજેતરમાં બ્લૂ રે એવિએશન (Blue Ray Aviation) ની મુલાકાત લીધી હતી, જ્યાં યુવાનોના પાયલોટ બનવાના સપનાઓને આધુનિક તાલીમ અને અનુભવી માર્ગદર્શન દ્વારા સાકાર કરવામાં આવી રહ્યા છે.

તાલીમની ઝીણવટભરી પ્રક્રિયા: નિષ્ણાતોના મતે

સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે બ્લૂ રે એવિએશનના ઓપરેટિંગ ઓફિસર રોહિતભાઇ સાથે વાત કરી અને જાણ્યું કઇ રીતે પાયલોટને training અપાય છે. સંસ્થાની કાર્યપ્રણાલી વિશે વાત કરતા બ્લૂ રે એવિએશનના ઓપરેટિંગ ઓફિસર રોહિતભાઇએ જણાવ્યું હતું કે, પાયલોટ ટ્રેનિંગ એ માત્ર વિમાન ઉડાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં ટેકનિકલ સમજ અને માનસિક સજ્જતા ખૂબ મહત્વની છે.

Advertisement

 ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રકશનનું મહત્વ સમજાવતા કિરણબેન, જેઓ પોતે આ જ સંસ્થાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને આજે ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે, તેમણે જણાવ્યું કે, "હવામાં ઉડતા પહેલા જમીન પરની તાલીમ અને થિયરી જ્ઞાન પાયાની જરૂરિયાત છે. અહીં દરેક વિદ્યાર્થીને પ્રોફેશનલ ફ્લાઇટ ટ્રેનિંગ માટે તૈયાર કરવામાં આવે છે."

Advertisement

ટેકનિકલ સજ્જતા અને સુરક્ષા

વિમાનની સુરક્ષા અને જાળવણી એ ઉડ્ડયન ક્ષેત્રનું સૌથી મહત્વનું પાસું છે. ત્યારે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે બ્લૂ રે એવિએશનના મેન્ટનેન્શ મેનેજર પિયુશભાઇ સાથે પણ વાત કરી અને જાણ્યુ કે કઇ રીતે સ્ટુડન્ટસને કઇ રીતે training અપાય છે.મેન્ટેનન્સ મેનેજર પિયુષભાઇએ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓને વિમાનના એન્જિન અને અન્ય મશીનરી વિશે ગહન તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ કોઈપણ પરિસ્થિતિમાં વિમાનને સુરક્ષિત રીતે હેન્ડલ કરી શકે.

વિદ્યાર્થીઓના અનુભવો અને ઉડાન ભરવાની જીદ

બ્લૂ રે એવિએશનમાં training લેતા સ્ટુડન્ટ સાથે પણ વાત કરી કઇ રીતે training મેળવે છે અને તેમના ડ્રિમ શું છે ત્યારે સંસ્થામાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ પારેખ ભવ્ય અને હિતાર્થ શાહ સાથેની વાતચીતમાં તેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે અહીંનું શિસ્તબદ્ધ વાતાવરણ અને આધુનિક સાધનો તેમને વૈશ્વિક સ્તરના પાયલોટ બનવામાં મદદરૂપ થઈ રહ્યા છે. તેમનું લક્ષ્ય માત્ર કરિયર બનાવવાનું નહીં, પણ આકાશને આંબવાનું છે.

"પાઇલટ બનવું એ માત્ર એક કારકિર્દી નથી, આ એક સફર છે."

બ્લૂ રે એવિએશન આજે એવા યુવાનો માટે આશાનું કિરણ બન્યું છે જેઓ પોતાના શોખને પ્રોફેશનમાં બદલવા માંગે છે. ગ્રાઉન્ડથી કોકપિટ સુધીની આ સંપૂર્ણ સફર હિંમત અને આત્મવિશ્વાસથી ભરેલી છે. બ્લ્યુ રે એવિએશન સતત આઠ વર્ષથી કાર્યરત છે અને દર વર્ષે 45 થી 55 પાયલોટ આ સંસ્થામાંથી તૈયાર થાય છે.

આ પણ વાંચો:  Studio on Wheels: 'કચ્છમિત્ર' કેમ છે સૌથી અલગ? Editor Deepakbhai Mankad એ વર્ણવ્યો Kutch Mitra ની ઓળખ પાછળનો વર્ષોનો સંઘર્ષ

Tags :
Advertisement

.

×