Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels: ઇતિહાસ અને ઇનોવેશનનું અનોખું સંગમ, ગૌરવગાથાથી ગ્લોબલ ઓળખ તરફ Vadnagar

Studio On Wheels : ગુજરાતની ધરતી પર એક એવું શહેર છે જેના પથ્થરો પણ ઇતિહાસ બોલે છે અને જેના રસ્તાઓએ અનેક સંસ્કૃતિઓને જન્મતા અને વિકસતા જોયા છે. આ શહેર એટલે ગુજરાતનું ગૌરવ સમાન અને અનંત અનાદિ કાળથી અડીખમ ઉભેલું ઐતિહાસિક શહેર વડનગર (Vadnagar). ગુજરાત ફર્સ્ટનું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) જ્યારે વડનગર (Vadnagar) ના આંગણે પહોંચ્યું,
studio on wheels  ઇતિહાસ અને ઇનોવેશનનું અનોખું સંગમ  ગૌરવગાથાથી ગ્લોબલ ઓળખ તરફ vadnagar
Advertisement
  • Gujarat First નું Studio On Wheels પહોંચ્યું વડનગર (Vadnagar) ના આંગણે
  • વડનગરની 'વારસાથી વિકાસ સુધીની સફર'
  • ઉજ્જવળ વર્તમાન સાથે ડિજિટલ વિકાસ અને સ્માર્ટ સિટીના માર્ગે આગળ વધી રહ્યું છે નગર 
  • સંસ્કૃતિથી સમૃદ્ધિ સુધી અને ગૌરવગાથાથી ગ્લોબલ ઓળખ સુધીની વડનગરની આ અવિરત યાત્રા

Studio On Wheels : ગુજરાતની ધરતી પર એક એવું શહેર છે જેના પથ્થરો પણ ઇતિહાસ બોલે છે અને જેના રસ્તાઓએ અનેક સંસ્કૃતિઓને જન્મતા અને વિકસતા જોયા છે. આ શહેર એટલે ગુજરાતનું ગૌરવ સમાન અને અનંત અનાદિ કાળથી અડીખમ ઉભેલું ઐતિહાસિક શહેર વડનગર (Vadnagar). ગુજરાત ફર્સ્ટનું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) જ્યારે વડનગર (Vadnagar) ના આંગણે પહોંચ્યું, ત્યારે આ નગરની 'વારસાથી વિકાસ સુધીની સફર'નો એક વિશેષ મહા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Gujarat First નું Studio On Wheels પહોંચ્યું વડનગર (Vadnagar) ના આંગણે

ઇતિહાસ સાક્ષી છે કે વડનગર એક નહીં, પણ પૂરી 7-7 વખત વસ્યું છે. દરેક વખતે આ નગર વધુ મજબૂત બનીને ફરી બેઠું થયું છે. પુરાતત્ત્વીય ખોદકામ મુજબ અહીં માનવ વસાહત આશરે 2500 વર્ષથી પણ વધુ જૂની છે. સમયની સાથે તેના નામ પણ બદલાતા રહ્યા છે; ક્યારેક તે 'આનર્તપુર', ક્યારેક 'આનંદપુર' તો ક્યારેક 'વૃદ્ધનગર' તરીકે ઓળખાતું હતું, જે આજે વિશ્વભરમાં વડનગર તરીકે વિખ્યાત છે.

Advertisement

ભવ્ય સ્થાપત્ય અને ધાર્મિક મહત્વ

વડનગરનું ગૌરવ તેનું 'કીર્તિ તોરણ' છે, જે સોલંકી કાળની ભવ્ય સ્થાપત્ય કલાની ઓળખ આપે છે. બીજી તરફ, નાગર બ્રાહ્મણોના આરાધ્ય દેવ ગણાતા 'હાટકેશ્વર મહાદેવ'નું મંદિર ભક્તિ અને પ્રાચીન કલાનું સુંદર મિલન છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે: "આકાશે તારકેશ્વરમ, પાતાળે હાટકેશ્વર અને મૃત્યુલોકે મહાકાલેશ્વરમ". મંદિરના પૂજારી નિરંજનભાઈ રાવલના જણાવ્યા મુજબ, હાટકેશ્વર દાદાના દર્શન વગર વડનગરની યાત્રા અધૂરી ગણાય છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ

વડનગર માત્ર ઇતિહાસ માટે જ નહીં, પણ આધુનિક ભારત માટે પણ મહત્વનું છે. આ એ જ ધરતી છે જ્યાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ થયો હતો. વડનગરના એક નાનકડા રેલવે સ્ટેશનથી શરૂ થયેલી તેમની સફર આજે દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે. વડનગરની ગલીઓએ એક એવું નેતૃત્વ ઘડ્યું છે જે આજે વિશ્વ રાજનીતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

વિકાસ અને આધુનિકતાનો ત્રિવેણી સંગમ

આજે વડનગર પ્રાચીનતાની સાથે ડિજિટલ વિકાસ અને સ્માર્ટ સિટીના માર્ગે આગળ વધી રહ્યું છે. અહીં પરંપરા, પ્રતિષ્ઠા અને પ્રગતિનો અદભુત ત્રિવેણી સંગમ જોવા મળે છે.

શિક્ષણ અને સંસ્કાર: આધુનિક શાળાઓ, કોલેજો અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ દ્વારા નગર પ્રગતિ કરી રહ્યું છે.

પ્રવાસન:શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી સ્મારક અને મ્યૂઝિયમ જેવા સ્થળોને કારણે વડનગર હેરિટેજ ટુરિઝમ સર્કિટમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

સ્થાનિક પ્રતિભાવ: વેપારી નિલેશભાઈ શાહ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગેમરજી ઠાકોર અને કોર્પોરેટર ગિરીશભાઈ પટેલે વડનગરના બદલાતા વિકાસ ચિત્ર અને પ્રવાસનથી સ્થાનિકોને થતા લાભ વિશે વિગતો આપી હતી.

ગુજરાત ફર્સ્ટનો સંકલ્પ: 34 જિલ્લાની સફર

ગુજરાત ફર્સ્ટની ટીમ વડનગરની જેમ જ રાજ્યના 34 જિલ્લાઓમાં સફર કરી રહી છે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા ખેડીને, સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાનો અને ધર્મ-ધરોહરથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીની માહિતી પહોંચાડવાનો આ એક અથાગ સંકલ્પ છે. આ યાત્રામાં નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે ચર્ચાઓ કરીને પ્રજાના પ્રશ્નો અને વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે.

વડનગર માત્ર એક શહેર નથી, પણ એક જીવંત સંસ્કૃતિ અને પ્રેરણા છે. ઇતિહાસથી ઇનોવેશન સુધીની આ અવિરત યાત્રામાં વડનગર આજે 'ગ્લોબલ ઓળખ' તરફ આગળ વધી રહ્યું છે.

આ  પણ વાંચો :  Studio On Wheels માં કચ્છની કલા અને સંસ્કૃતિને વિશ્વફલક પર પહોંચાડતા જાણીતા Content Creators સાથે ચર્ચા

Tags :
Advertisement

.

×