Jitubhai Vaghani Budget Reaction : શુદ્ધ મન અને શુદ્ધ ભાવનું બજેટ,જીતુભાઈ વાઘાણીએ રજૂ કર્યું સરકારનું વિઝન
- Jitubhai Vaghani Budget Reaction: "બજેટ સર્વશ્રેષ્ઠ છે!"
- રસ્તાઓ માટે 29 હજાર કરોડની ફાળવણીથી ગામડાં અને શહેરોનો થશે સમાન વિકાસ
- ડ્રિપ ઈરિગેશન માટે 1250 કરોડની જોગવાઈથી ખેડૂતો બનશે વધુ સ્વનિર્ભર
- કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ કરી, ભાજપ સૌનો સાથ આપી રહ્યો છે: વાઘાણી
- શિક્ષણ, રોજગારી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાત હવે વૈશ્વિક સ્તરે છવાઈ જશે
Jitubhai Vaghani Budget Reaction: ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટ (Gujarat Budget 2026-27) ને લઈને ચારેતરફ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે 'સ્ટુડિયો ઓન વ્હિલ્સ' (Studio on Wheels) માં ખાસ વાતચીત દરમિયાન મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) બજેટને રાજ્યના સર્વાંગી વિકાસનો રોડમેપ ગણાવ્યો છે. તેમણે વિપક્ષ કોંગ્રેસના આક્ષેપો પર આકરા પ્રહાર કરતા બજેટની ખૂબીઓ વર્ણવી હતી.
Jitubhai Vaghani on Studio on Wheels
"કમળો હોય એને બધું પીળું જ દેખાય!" વિપક્ષ પર જીતુભાઈનો સીધો પ્રહાર
વિકાસના કામો ક્યારેય અટકશે નહીં!, જીતુભાઈ વાઘાણીનો મક્કમ નિર્ધાર
"ગુજરાતની જનતાનો પ્રેમ અને ભાજપનો અવિરત વિકાસ!"@CMOGuj @jitu_vaghani @BJP4Gujarat @InfoGujarat… pic.twitter.com/KlSpbDZsp1— Gujarat First (@GujaratFirst) February 18, 2026
શિક્ષણ, રોજગાર અને ખેડૂતો માટે ખાસ જોગવાઈ
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ બજેટમાં શિક્ષણ, રોજગારી અને ઉદ્યોગ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ડ્રિપ ઈરિગેશન (Drip Irrigation) માટે 1,250 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં એગ્રી-ઈન્ડસ્ટ્રીઝને વેગ આપી આયાત-નિકાસ વધારવા પર ભાર મૂકાયો છે, જેથી ખેડૂતો અને સામાન્ય માણસ સ્વનિર્ભર બની શકે.
શહેર જેવી જ સુવિધા હવે ગામડામાં
ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચેના અંતરને ઘટાડવાના સરકારના વિઝન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, માર્ગ અને મકાન વિભાગ (Road and Building Department) માટે 29,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દરિયાકાંઠે વસતા લોકોથી લઈને રણ વિસ્તાર સુધીના તમામ નાગરિકોને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે. શહેરોમાં ઉપલબ્ધ છે તેવી જ આધુનિક સુવિધાઓ હવે તાલુકા મથકો અને ગામડાઓમાં પણ મળશે.
Studio on Wheels
Exclusive Interview: બજેટની અંદરની વાત! Jitubhai Vaghani સાથે ગુજરાત બજેટનું સચોટ વિશ્લેષણ
“કોંગ્રેસે લીધા ખાલી મત અમે કર્યો ગામડાઓનો વિકાસ”@CMOGuj @jitu_vaghani @BJP4Gujarat @InfoGujarat #JitubhaiVaghani #GujaratBudget2024 #FarmerWelfare #NaturalFarming… pic.twitter.com/HNphVbpU1F— Gujarat First (@GujaratFirst) February 18, 2026
વિપક્ષ પર આકરા પ્રહાર: "વોટબેંકની રાજનીતિ બંધ કરો"
કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવેલા ટીકાઓનો જવાબ આપતા જીતુભાઈએ વેધક સવાલ કર્યો કે, "શું તાલુકા મથકોએ કોલેજો કોંગ્રેસે આપી છે?" તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "જેને કમળો હોય એને બધું પીળું જ દેખાય." જીતુભાઈએ ઉમેર્યું કે કોંગ્રેસે વર્ષો સુધી જ્ઞાતિ, જાતિ અને ધર્મના આધારે લોકોને વહેંચીને વોટબેંકની રાજનીતિ કરી છે, જ્યારે ભાજપ સરકાર શુદ્ધ મન અને ભાવ સાથે ગરીબ-વંચિતોના ઉત્થાન માટે કામ કરી રહી છે.
સ્પોર્ટ્સ અને કોમનવેલ્થ ગેમ્સનું પ્લાનિંગ
રમતગમત ક્ષેત્રે ગુજરાતની છલાંગ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) ને ધ્યાનમાં રાખીને અત્યારથી જ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat Budget 2026 : "વિકસિત ગુજરાતથી વિકસિત ભારત", ધારાસભ્યો અને નેતાઓએ બજેટને વધાવ્યું


