Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh: ભવનાથમાં 'ગુજરાત ફર્સ્ટ'નો શિવ મહોત્સવ, DYCM હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે ઉદઘાટન

Junagadh:જૂનાગઢ (Junagadh) ના ભવનાથની તળેટી (Bhavnath Taleti) માં આજથી શક્તિ, ભક્તિ અને ભોજનના મહાસંગમ સમાન મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. આ આસ્થાના મહાકુંભને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) સજ્જ થઈ ગયું છે. આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા ગુજરાત ફર્સ્ટનો ખાસ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હવે ભવનાથના આંગણે પહોંચી ચૂક્યો છે.
junagadh  ભવનાથમાં  ગુજરાત ફર્સ્ટ નો શિવ મહોત્સવ  dycm હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે ઉદઘાટન
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat first) નો સ્ટુડિયો ઓન વ્હિલ (Studio On Wheels) પહોંચ્યો ભવનાથ (Bhavnath)
  • ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે ગુજરાત ફર્સ્ટ (Gujarat first)
  • ગુજરાત ફર્સ્ટ પર સતત પાંચ દિવસ ભવનાથ મેળા (Bhavnath Fair) ની પળેપળની ખબર
  • જૂનાગઢ (Junagadh) ના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો શિવ મહોત્સવ
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Dy.CM Harshabhai Sanghvi) ના હસ્તે ઉદઘાટન
  • નરસિંહ મહેતા ધામમાં સાધુ-સંતોની ગરિમામય ઉપસ્થિતિ

Junagadh:જૂનાગઢ (Junagadh) ના ભવનાથની તળેટી (Bhavnath Taleti) માં આજથી શક્તિ, ભક્તિ અને ભોજનના મહાસંગમ સમાન મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. આ આસ્થાના મહાકુંભને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) સજ્જ થઈ ગયું છે. આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા ગુજરાત ફર્સ્ટનો ખાસ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હવે ભવનાથના આંગણે પહોંચી ચૂક્યો છે.

ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 'શિવ મહોત્સવ'નો પ્રારંભ

આજે સાંજે 6.30 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. નરસિંહ મહેતા ધામમાં (Narsinh Mehta Dham) આયોજિત આ કાર્યક્રમમાં સાધુ-સંતો અને મહંતોની ગરિમામય ઉપસ્થિતિ રહેશે. 'શિવ મહોત્સવ' (Shiv Mahotsav) ના નામે ઓળખાતા આ દિવ્ય આયોજન દ્વારા દર્શકોને મેળાની પળેપળની ખબર લાઈવ જોવા મળશે.

Advertisement

Advertisement

સનાતનનો મહાસંવાદ અને ભક્તિ ક્વીઝ

ગુજરાત ફર્સ્ટ માત્ર સમાચાર જ નહીં, પરંતુ મેળાના આધ્યાત્મિક પાસાઓને પણ ઉજાગર કરશે

સનાતન સંવાદ: દરરોજ અખાડાના સાધુ-સંતો અને વિદ્વાન મહંતો સાથે સનાતન ધર્મ અને તેના મૂલ્યો વિશે વિશેષ ચર્ચા કરવામાં આવશે.

ભક્તિ ક્વીઝ:દર્શકોની આસ્થામાં જ્ઞાન ઉમેરવા માટે 'સનાતનની ભક્તિ ક્વીઝ' (Sanatan Bhakti Quiz) યોજાશે, જેમાં વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઈનામો પણ આપવામાં આવશે.

પળેપળના સમાચાર અને લાઈવ કવરેજ

15 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં ગુજરાત ફર્સ્ટ એક માધ્યમ તરીકે ઊભું રહેશે. ભવનાથ તળેટીમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે, સાધુઓની રવેડીની તૈયારી કેવી છે અને મૃગી કુંડમાં (Mrigi Kund) શાહી સ્નાનની દિવ્યતા કેવી છે, તે તમામ વિગતો 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના માધ્યમથી લાઈવ (LIVE) પ્રસારિત કરવામાં આવશે.

આ પણ વાંચો: AAP Gujarat: AAPને મોટો ફટકો! જેલમુક્ત થયાના સાત જ દિવસમાં રાજુ કરપડાનું રાજીનામું

Tags :
Advertisement

.

×