Junagadh: ભવનાથમાં મહાશિવરાત્રિ મેળો, Gujarat First નો મહાભંડારો, ભિંતચિત્રો, અખાડા આકર્ષણનું કેન્દ્ર
- Junagadh Mahashivratri Mela 2026: મેળાનો આજે બીજો દિવસ
- ભવનાથમાં Gujarat First નો મહાભંડારો
- સંતો અને ભક્તો માટે રોજ અલગ-અલગ ભોજન બને છે
- પત્રકારિતાની સાથે Gujarat First નું સેવાકાર્ય
- મેળામાં ઘૂઘરાવાળા સાધુઓ જોવા મળ્યા
- મનપા દ્વારા દોરાયેલા ભિંતચિત્રો આકર્ષણનું કેન્દ્ર
- ભવનાથમાં કિન્નર અખાડા સાથે મુલાકાત
Junagadh Mahashivratri Mela 2026: જૂનાગઢના પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રિ (Mahashivratri) ના મેળાનો આજે બીજો દિવસ છે. ગિરનાર (Girnar) ની ગિરિમાળાઓ જાણે 'હર હર મહાદેવ' ના નાદથી ગૂંજી ઊઠી છે. મેળાના બીજા દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઊભરાયું છે. ભક્તિ, ભજન અને ભોજનના આ મહાકુંભમાં દેશ-વિદેશથી ભક્તો ઊમટી રહ્યા છે. ગિરનારની તળેટીમાં જાણે આખું ભારત લઘુ સ્વરૂપે એકઠું થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ પણ ગ્રાઉન્ડ ઝીરો (Ground Zero) પરથી પળેપળની વિગતો દર્શકો સુધી પહોંચાડી રહી છે.
'STUDIO ON WHEELS' હેઠળ ભવનાથમાં ભવ્ય 'શિવ મહોત્સવ' નું આયોજન
ગુજરાત ફર્સ્ટનાં અનોખા અભિગમ 'STUDIO ON WHEELS' હેઠળ ભવનાથમાં ભવ્ય 'શિવ મહોત્સવ' નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે, જે 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. સતત પાંચ દિવસ ભવનાથ મેળાની (Bhavnath Mela) પળેપળની ખબર દર્શકો LIVE નિહાળી શકશે. ગઈકાલે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) દ્વારા આ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા પત્રકારિતાની સાથે સેવાકાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટે ભવનાથમાં મહાભંડારો યોજી રોજ 1 હજાર લોકોનો ભંડારો કરાય છે.
— Gujarat First (@GujaratFirst) February 12, 2026
પત્રકારિતાની સાથે સેવાકાર્ય, ભવનાથમાં Gujarat First નો મહાભંડારો
જૂનાગઢમાં (Junagadh) ભવનાથ મેળામાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા રોજેરોજ ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં, સંતો અને ભક્તો માટે રોજ અલગ-અલગ ભોજન બને છે. ગુજરાત ફર્સ્ટ પત્રકારિતાની સાથે કેમ્પ થકી સંતોની સેવા અને ભંડારો પણ કરે છે. આજનું મેનું ખિચડી, ઉંધિયું, સમોસા અને છાશ છે. રોજ ગુજરાત ફર્સ્ટ દ્વારા 1 હજાર લોકોનો ભંડારો કરાય છે.
Bhavnath Shivratri Mela : પત્રકારિતાની સાથે સેવાકાર્ય ભવનાથમાં Gujarat Firstનો મહાભંડારો
જૂનાગઢ : ભવનાથ મેળામાં ગુજરાત ફર્સ્ટ દ્રાર મહા ભંડારો
ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ દ્રાર રોજેરોજ ભંડારાનું આયોજન
અહીં સંતો અને ભક્તો માટે બને છે રોજ અલગ અલગ ભોજન
ગુજરાત ફર્સ્ટ પત્રકારિતાની… pic.twitter.com/0cXhiCGM4R— Gujarat First (@GujaratFirst) February 12, 2026
Junagadh Mahashivratri Mela 2026: દામોદર કુંડનું અનોખુ મહત્વ
મેળામાં આવતા પ્રત્યેક યાત્રાળુની યાત્રા દામોદર કુંડ (Damodar Kund) ના પવિત્ર સ્નાનથી શરૂ થાય છે. ગિરનાર પર્વતના પાયામાં આવેલું આ પવિત્ર કુંડ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. એવી માન્યતા છે કે ભગવાન મહાદેવના દર્શન કરતા પહેલા દામોદર કુંડમાં સ્નાન કરવાથી કાયા શુદ્ધ થાય છે અને પુણ્ય મળે છે. ભક્તો અહીં પવિત્ર સ્નાન કરી, અર્ધ્ય આપીને શાંતિ અને ભક્તિનો અનુભવ કરી મેળા તરફ આગળ વધી રહ્યા છે. સવારના સમયે કુંડ પર થતી આરતી અને ભક્તોનો ઉત્સાહ ગિરનારની પવિત્રતામાં અનેકગણો વધારો કરે છે.
Junagadh Maha Shivratri Mela Day 2 Damodar Kund
દામોદર કુંડમાં સ્નાનનું મહત્વ મહાદેવના દર્શન પહેલા અહીં ડૂબકી કેમ?@jdgujarati #MahaShivratri2026 #JunagadhMela #Day2 #DamodarKund #Bhavnath #Girnar #HolyDip #Bhakti #GujaratCulture #HarHarMahadev pic.twitter.com/cpHurAQD7O— Gujarat First (@GujaratFirst) February 12, 2026
Junagadh Mahashivratri Mela 2026: ઘૂઘરાવાળા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર
આ વર્ષે મેળામાં ઘૂઘરાવાળા સાધુ (Ghughrawala Sadhu) વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સાધુઓની પરંપરા અત્યંત અનોખી અને પ્રાચીન છે. તેમના વસ્ત્રો અને આભૂષણોમાં ઘૂઘરાનું વિશેષ મહત્વ હોય છે, જે તેમના આગમનની પ્રતીતિ કરાવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ સાધુઓ સામાન્ય સંસારી લોકો પાસેથી કોઈ પણ પ્રકારનો કર (Tax) કે દક્ષિણા લેતા નથી. તેઓ માત્ર અન્ય દીક્ષિત સંન્યાસીઓ પાસેથી જ પ્રતીકાત્મક રીતે કર વસૂલે છે. આ પરંપરા સાધુ સમાજની આંતરિક શિસ્ત અને તેમના ત્યાગમય જીવનનો પરિચય કરાવે છે.
કિન્નર અખાડા અને સનાતન ધર્મનો ઉદ્ઘોષ (Kinnar Akhada)
ભવનાથના મેળામાં કિન્નર અખાડા (Kinnar Akhada) ની હાજરીએ આ વખતે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગીરનારી માતા (Mahamandaleshwar Girnari Mata) ઉર્ફે સ્વીટુ માતા (Sweetu Mata) એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હિમાલયનો પણ બાપ ગિરનાર છે. અહીંની ગુફાઓમાં હજ્જારો વર્ષથી સાધુ-સંતો તપસ્યા કરી રહ્યા છે. જેના લીધે આ ભૂમિ ટકી રહી છે.
Kinnar Akhada Sweetu Mata interview Bhavnath
"હિમાલયનો પણ બાપ!" ગિરનારના અઘોરીઓ વિશે કિન્નર અખાડાનો મોટો ખુલાસો#KinnarAkhada #SweetuMata #GirnariMata #BhavnathMela #GharWapsi #SanatanDharma #Junagadh #Exclusive #Hinduism #GujaratFirst pic.twitter.com/8AwU6zdZJs— Gujarat First (@GujaratFirst) February 12, 2026
Junagadh મનપા દ્વારા કલાત્મક ભિંતચિત્રો
જૂનાગઢ મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation) દ્વારા મેળાના માર્ગોને અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. ભવનાથ તરફ જતા રસ્તાઓ પર ઠેર-ઠેર કલાત્મક ભિંતચિત્રો (Wall Paintings) બનાવવામાં આવ્યા છે. આ ચિત્રોમાં ભગવાન શિવ (Lord Shiva), ગિરનાર પર્વત, સાધુ-સંતો અને ગીરના શાન સમાન એશિયાટિક સિંહ (Asiatic Lion) ની છબીઓ કંડારવામાં આવી છે. આ ચિત્રો માત્ર સુશોભન નથી, પરંતુ તે ગૌરવશાળી સંસ્કૃતિના દર્શન કરાવે છે. ચાલતા જતા યાત્રાળુઓ માટે આ સ્થળો સેલ્ફી પોઈન્ટ (Selfie Point) અને આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે.
Jungadh: મનપાના સુંદર ભીંતચિત્રોમાં કંડારાયો શિવ મહિમા! | Gujarat First
જૂનાગઢમાં મનપા દ્વારા દોરાયેલા ભિંતચિત્રો આકર્ષણનું કેન્દ્ર
ભવનાથ જતા રસ્તા પર ઠેર-ઠેર ભિંતચિત્રો જોવા મળ્યા
ચિત્રોમાં ભગવાન શિવ, ગીરનાર અને સાધુ-સંતોનો મહિમા
સાવજની છબીઓ સાથે ભક્તિમય ભિંતચિત્રો બનાવાયા… pic.twitter.com/oXSgRxXel1— Gujarat First (@GujaratFirst) February 12, 2026
સુરક્ષા માટે ACB નો વિશેષ સ્ટોલ (Anti-Corruption Bureau)
મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ સાથે કોઈ છેતરપિંડી ન થાય અને પારદર્શિતા જળવાય તે માટે એન્ટી કરપ્શન બ્યૂરો (Anti-Corruption Bureau - ACB) દ્વારા વિશેષ સ્ટોલ મૂકવામાં આવ્યો છે. ભક્તો પોતાની ફરિયાદો અહીં સીધી રીતે કરી શકે તે માટે ટોલ ફ્રી નંબર (Toll-Free Number) ના મોટા બેનરો પણ ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. કોઈ પણ સરકારી પ્રક્રિયા કે સેવાના નામે જો કોઈ લાંચ માંગે અથવા ગેરરીતિ કરે, તો ભક્તો તુરંત સંપર્ક કરી શકે છે. પોલીસ અને વહીવટી તંત્ર મેળામાં સુરક્ષા અને ન્યાય માટે ખડેપગે સજ્જ છે.
શ્રદ્ધાળુની અતૂટ શ્રદ્ધા: 17 વર્ષનો સંગાથ
મેળામાં આવતા દરેક ભક્તની પોતાની એક વાર્તા છે. ગોંડલ (Gondal) થી છેલ્લા 17 વર્ષથી સતત મેળામાં આવતા મનજીભાઈ (Manjibhai) એ જણાવ્યું કે, "ગિરનારની આ ગોદમાં જે શાંતિ મળે છે તે બીજે ક્યાંય નથી." તેમણે મેળાની વ્યવસ્થા અને સુવિધાઓ જોઈને તંત્રની પ્રશંસા કરી હતી. મેળામાં ચાલી રહેલા અન્નક્ષેત્રોમાં લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે, જે ભોજન અને સેવાના અખંડ યજ્ઞ સમાન છે.
આ પણ વાંચોઃ Vadodara માં શિવરાત્રિનો ભવ્ય ઉત્સવ! ગૃહમંત્રી અમિતભાઈ શાહ 'શિવજી કી સવારી'માં રહેશે ઉપસ્થિત
'Studio On Wheels' દ્વારા પળેપળની ખબર
'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) આ મહામેળાની ભક્તિને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે તેના ખાસ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (STUDIO ON WHEELS) સાથે તૈનાત છે. આધ્યાત્મિક ગુરુ વિશ્વંભરી માતા (Vishwambhari Mata) એ આ ડિજિટલ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે મીડિયા દ્વારા આ રીતે ધર્મનો પ્રચાર એ પ્રશંસનીય કાર્ય છે. વિશ્વંભરી માતાએ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના માધ્યમથી શક્તિ, ભક્તિ અને ભોજનના આ સંગમને આવરી લેવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી.
Vishvambhari Mata visits Studio on Wheels Gujarat First
વિશ્વંભરી માતાએ લીધી Gujarat First ના Studio on Wheels ની મુલાકાત; ચેનલને આપ્યા આશીર્વાદ અને શુભકામના, જુઓ ખાસ વાતચીત@vishvek11 #VishvambhariMata #StudioOnWheels #GujaratFirst #Blessings #BhavnathMela #Junagadh #Spiritual… pic.twitter.com/NeNoV5ESzv— Gujarat First (@GujaratFirst) February 12, 2026
મહાશિવરાત્રીનો આ મેળો માત્ર મનોરંજન નથી, પણ આત્માનો પરમાત્મા સાથેનો મિલન ઉત્સવ છે. દિગંબર સાધુઓની રવેડી, ભજનની રમઝટ અને ગિરનારની શાંતિ ભક્તોને એક અનોખી દુનિયામાં લઈ જાય છે. આગામી દિવસોમાં મેળાનો રંગ વધુ જામશે અને શિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી શાહી રવેડી સાથે આ ઉત્સવ પરાકાષ્ઠાએ પહોંચશે.
આ પણ વાંચોઃJunagadh મેળાનો બીજો દિવસ,સાધુ-સંતોએ ધૂણી ધખાવી, પારંપરિક પહેરવેશમાં મહિલાઓએ જમાવી ભજનની રમઝટ


