Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mahesana: કડીના ઇન્દ્રાડમાં કેમિકલ માફિયાઓનો આતંક, ગામ લોકોને હિજરતની નોબત છતા તંત્ર કેમ મૌન?

Mahesana: મહેસાણા (Mahesana) જિલ્લાના કડી (Kadi) તાલુકાના ઇન્દ્રાડ અને રાજપુર ગામ (Indrad and Rajpur villages) માં છેલ્લા એક દાયકાથી કેમિકલ માફિયાઓ (chemical mafia) દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ હવે ગ્રામજનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ ગંભીર મુદ્દાને વાચા આપવા માટે 'ગુજરાત ફર્સ્ટ'ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને સ્થાનિકોની વેદનાને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
mahesana  કડીના ઇન્દ્રાડમાં કેમિકલ માફિયાઓનો આતંક  ગામ લોકોને હિજરતની નોબત છતા તંત્ર કેમ મૌન
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટિમ પહોંચી મહેસાણા (Mahesana) જિલ્લાના કડી (Kadi) તાલુકાના ઇન્દ્રાડ ગામે
  • કડીના ઈન્દ્રાડ (Indrad villages)  પાસે કેમિકલ માફિયાઓ બન્યા બેફામ
  • ફેકટરીમાંથી નીકળતું વેસ્ટજ કેમિકલ ભૂગર્ભ માં નાખતા ભૂગર્ભ જલને કરી રહ્યા છે નુકશાન
  • ગુજરાત ફસ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ (Studio on Wheels) ટિમ બની લોકોનો અવાજ

Mahesana:  ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમે તાજેતરમાં મહેસાણા (Mahesana) જિલ્લાના કડી (Kadi) તાલુકાના ઈન્દ્રાડ ગામ (Indrad villages) ની મુલાકાત લીધી હતી, જ્યાં સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ના માધ્યમથી ગામના લોકોના અવાજને વાચા આપવામાં આવી. આ વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગોના વેસ્ટેજને કારણે ભૂગર્ભ જળનું ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક વાસીઓને આરોગ્ય અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે આ સમસ્યાને ઉજાગર કરીને જનતાના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

Mahesana-Kadi-Indrad villages-Gujarat first

Advertisement

Mahesana  જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડમાં કેમિકલ માફિયાઓનો આતંક

કડી તાલુકાના ઈન્દ્રાડ અને રાજપુર વિસ્તારમાં કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે. આ વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતા વેસ્ટેજ કેમિકલને રિવર્સ બોરના માધ્યમથી ભૂગર્ભમાં નાખવામાં આવી રહ્યું છે, જેના કારણે આખા વિસ્તારના ભૂગર્ભ જળને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિક વાસીઓના જણાવ્યા મુજબ, તેમના બોરમાં કેમિકલયુક્ત લાલ પાણી આવી રહ્યું છે, જેના કારણે ખેતીને ભારે અસર થઈ રહી છે. ખેડૂતોને પાકને પાણી આપવામાં મુશ્કેલી પડી રહી છે અને આ પાણીના કારણે પાકનું નુકસાન થઈ રહ્યું છે.આ પ્રદૂષણની અસર માત્ર કૃષિ પુરતી મર્યાદિત નથી, પરંતુ તેના કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર જોખમ ઉભું થયું છે.

Advertisement

Mahesana-Kadi-Indrad villages-Gujarat first

 ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા કહી આ વાત

'ગુજરાત ફર્સ્ટ'ની ટીમ સમક્ષ ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કરતા ગામના વાસીઓએ જણાવ્યું કે, આ લાલ પાણીના સંપર્કમાં આવવાથી ચામડીના રોગોમાં વધારો થયો છે અને કેન્સર જેવા ગંભીર રોગોની ભીતિ પેદા થઈ છે. ઈન્દ્રાડ ગામમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે, કેટલાક લોકોને હિજરત કરીને અન્ય જગ્યાએ જવું પડી રહ્યું છે. "અમારા ગામમાંથી લોકો હિજરત કરી રહ્યા છે, કારણ કે આ પાણીના કારણે જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે," આ સમસ્યા છેલ્લા 10-15 વર્ષથી ચાલી આવી રહી છે, પરંતુ તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) તરફથી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગામના લોકોએ અનેક વખત જિલ્લા સંકલન સમિતિમાં અને GPCBને રજૂઆતો કરી છે, પરંતુ તેમની વારંવારની ફરિયાદો પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. GPCBના અધિકારીઓ માત્ર પાણીના સેમ્પલો લઈને જાય છે અને ત્યારબાદ કોઈ કાર્યવાહી કરતા નથી. "આવા કેમિકલ માફિયાઓ સામે તંત્ર લાલ આંખ કરે તે માટે લોકો કરી વારંવાર રજૂઆત રહ્યા છે.

Mahesana-Kadi-Indrad villages-Gujarat first

GPCBની કામગીરી પર સવાલ

છેલ્લા 10  થી 15 વર્ષથી આ સમસ્યા હોવા છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના મૌન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

1. શું અધિકારીઓ જાણીજોઈને કેમિકલ માફિયાઓને છાવરી રહ્યા છે?
2. માત્ર પાણીના સેમ્પલ લઈને સંતોષ માનતું તંત્ર કડક પગલાં કેમ નથી લેતું?
3. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ કેમ નથી આવતો?

શું તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે?

સ્થાનિક વાસીઓમાં તંત્રની આ લે-ભાગુ નીતિને કારણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ માંગ કરી રહ્યા છે કે, કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ વિસ્તારના ભૂગર્ભ જળને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે..ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સ ટીમે આ સમસ્યાને ઉજાગર કરીને લોકોના અવાજને વાચા આપી છે. હવે જોવાનું એ રહેશે કે 'ગુજરાત ફર્સ્ટ'ના અહેવાલ બાદ ઊંઘતું તંત્ર જાગશે કે પછી હજુ પણ કેમિકલ માફિયાઓ આ જ રીતે જનતાના જીવ સાથે રમત રમતા રહેશે.

આ પણ વાંચો: Studio on Wheels: રંગભૂમિનો કલાકાર બન્યો જનતાનો અવાજ! પાલનપુરના MLA Aniketbhai Thakar ની અનોખી સફર!

Tags :
Advertisement

.

×