Studio On Wheels: સહકારી ક્ષેત્રમાં મોટી ડિજિટલ ક્રાંતિ !
સંવાદની શરૂઆતમાં કાંતિભાઈ પટેલે સ્ટૂડિયોની પ્રશંસા કરતાં કહ્યું, “તમારો સ્ટૂડિયો ખૂબ સુંદર છે.” ત્યારબાદ તેમણે દેશના વિકાસ વિષય પર વાત કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્ય સાથે કામ કરે છે અને દેશને નવી દિશા આપે છે. “ગાંધી બાપુએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને મોદી સાહેબે સ્વચ્છતા અભિયાનમાં પ્રાણ ફૂંક્યા. આજે દેશ આખું સ્વચ્છતા અભિયાનને સમર્થન આપે છે,”
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના (Sahkar se Samriddhi) મંત્રને સાકાર કરવા માટે સહકારી સંસ્થાઓ પાયાનું કામ કરી રહી છે. મહેસાણામાં 'ગુજરાત ફર્સ્ટ'ની ટીમ સાથેના ખાસ સંવાદમાં સહકારી અગ્રણી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં મોટી ડિજિટલ ક્રાંતિ (Digital Revolution) આવી છે.
ખેડૂતોને વધુ ધિરાણ મળી શકે તેવા પ્રયાસ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલી કામગીરીની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરી અને પંચમહાલમાં જેઠાભાઈ આહીરે નોંધપાત્ર કામગીરી કરી છે. 15 હજાર કરોડથી વધુ ડિપોઝીટ આવવાથી સંસ્થાઓ વધુ મજબૂત બની છે. “ડિપોઝીટ આવે એટલે સંસ્થા વધુ સ્ટ્રોંગ થાય,” તેમ કાંતિભાઈ પટેલનું કહેવું છે.
મહત્વનું છે કે લાભાર્થી યોજનાઓ દ્વારા લોકોને સીધો લાભ મળ્યો છે. ખેડૂતોને વધુ ધિરાણ મળે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે અને દૂધ ઉત્પાદકોને પણ સીધો ફાયદો થયો છે. 6 લાખ ખેડૂતોને લોન આપવાનું આયોજન થયું છે, જે સહકાર ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે બેંકિંગ કનેક્ટિવિટી વધારવામાં આવી છે અને ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહકાર ક્ષેત્રે સુંદર કામગીરી થઈ રહી છે.
આ પણ વાંચો---- STUDIO ON WHEELS: Junagadh Mahashivratri Mela ભવનાથમાં લોકગાયક Paresh Vadiya સાથે ખાસ વાતચીત
પાયલોટ પ્રોજેક્ટ :
બનાસકાંઠા અને પંચમહાલમાં શરૂ થયેલા સફળ પ્રોજેક્ટ બાદ હવે તેનો વ્યાપ આખા ગુજરાતમાં વધ્યો છે.
લો-કોસ્ટ ડિપોઝિટ:
સહકારી બેંકોમાં 15,000 કરોડથી વધુની ડિપોઝિટ આવવાથી સંસ્થાઓ મજબૂત થઈ છે, જેનો સીધો લાભ ખેડૂતોને ધિરાણ સ્વરૂપે મળે છે.
બેન્કિંગ કનેક્ટિવિટી:
ગામડાઓમાં 12,000થી વધુ માઈક્રો એટીએમ (Micro ATMs) અને 1400 જેટલા એટીએમ દ્વારા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં આવ્યું છે.
ભવિષ્યનું વિઝન
આગામી સમયમાં કોઓપરેટિવ હોસ્પિટલ, સ્કૂલ અને મોલ જેવી પબ્લિક સર્વિસમાં પણ સહકારી મોડેલને વધુ મજબૂત બનાવવાની તેમની નેમ છે. કાંતિભાઈના મતે, "જ્યારે કોઈ પણ સંસ્થામાં અનેક લોકો જોડાઈને કામ કરે છે, ત્યારે પારદર્શિતા વધે છે અને લોકોની સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે".
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
ગુજરાત ફર્સ્ટ 34 જિલ્લાઓમાં 90 દિવસ દરમિયાન 10 હજાર કિ.મી.ની યાત્રા કરશે. આ અભિયાન હેઠળ સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે. ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર સુધી, વિરાસતથી લઈ વિકાસ સુધી અને રાજનીતિથી લઈ ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના મુદ્દાઓ પર ચર્ચા થશે.
આ પણ વાંચો--- STUDIO ON WHEELS: કચ્છની પવિત્ર ધરતીનો અનોખો સૂર, મુરાલાલા મારવાડા સાથે ખાસ વાતચીત