Studio on Wheels Rajkot: રંગીલા અને ઉદ્યોગનગરી તરીકે ઓળખાતા રાજકોટના આંગણેથી ‘Studio on Wheels’ ની ટીમ પહોંચી હતી.અહીં હાઇજીન અને હેલ્થકેર સેક્ટરમાં ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કરનાર 'PAN Healthcare Pvt. Ltd.' ના મેનેજિંગ ડિરેક્ટર ચિરાગભાઈ પાણ (Chiragbhai Pan) સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં ખૂબ જ નાના પાયે શરૂ થયેલી આ કંપની આજે સેનેટરી પેડ્સ અને ડાયપર બિઝનેસમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
Studio on Wheels માં PAN Healthcare Pvt.Ltd ના M.D Chiragbhai Pan સાથે સંવાદ
વર્ષ 2015 પહેલા ભારતમાં હાઇજીન પ્રોડક્ટ્સને લઈને જનજાગૃતિ ખૂબ જ ઓછી હતી. તે સમયે દેશમાં 100માંથી માંડ 15 બાળકો જ ડાયપર પહેરતા હતા. માર્કેટના આ મોટા ગેપ અને પડકારને સમજીને ચિરાગભાઈએ એશિયા અને યુરોપના દેશોની મુલાકાત લીધી અને ત્યાંના માર્કેટનો ગહન અભ્યાસ કર્યો. આ વૈશ્વિક સ્ટડી બાદ, તેમણે વર્ષ 2017 માં ભારતમાં જ 'Little Angel Diaper' અને સેનેટરી નેપકિન્સની બ્રાન્ડ લોન્ચ કરી અને ફાર્મા ગ્રેડ લેવલના અત્યાધુનિક ઓટોમેટિક પ્લાન્ટની સ્થાપના કરી.
પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે 'બેબી રોબોટ્સ' અને વર્લ્ડ ક્લાસ ક્વોલિટી
PAN Healthcare ની સફળતાનું સૌથી મોટું રહસ્ય તેની ગુણવત્તા છે. ફેક્ટરીની અંદર કંપનીની પોતાની પર્સનલ હાઇટેક રિસર્ચ લેબ કાર્યરત છે. આ લેબમાં પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે ખાસ ‘બેબી રોબોટ્સ’ (Baby Robots) નો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં મુકાતી દરેક પ્રોડક્ટ 42 અલગ-અલગ કડક ક્વોલિટી ટેસ્ટમાંથી પસાર થાય છે, જેથી ગ્રાહકોને વર્લ્ડ ક્લાસ ક્વોલિટી પ્રોડક્ટ મળી શકે.
રોજગારી, મહિલા સશક્તિકરણ અને અનોખી સામાજિક જવાબદારી
માત્ર 20 સભ્યોની સેલ્સ ટીમ અને 100 ના સ્ટાફથી શરૂ થયેલી આ સફર આજે વટવૃક્ષ બની ચૂકી છે. આ કંપની આજે 5000 થી વધુ કર્મચારીઓને સીધી રોજગારી પૂરી પાડે છે. સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડતા આ પ્લાન્ટમાં 1000 થી વધુ દીકરીઓ કામ કરે છે. એટલું જ નહીં, કંપની પોતાના સ્ટાફ પ્રત્યે અનોખી સંવેદના ધરાવે છે; જો કોઈ કર્મચારીના ઘરે દીકરીના લગ્ન હોય, તો આખી પેઢી (કંપની) તરફથી દીકરીને કરિયાવર કરી આપવામાં આવે છે.
પ્રતિદિન 1 કરોડ પ્રોડક્ટ્સ અને 'Make in India' નું વિઝન
આજે કંપની પાસે 700 થી વધુ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ છે. દર વર્ષે 100 કરોડથી વધુ પ્રોડક્ટ્સ માર્કેટમાં સપ્લાય કરવામાં આવે છે, એટલે કે દરરોજ (Daily) 1 કરોડ પ્રોડક્ટ્સનું ઓટોમેટિક પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) ના વિઝનને સાર્થક કરતી આ બ્રાન્ડને આજે ભારતના દરેક રાજ્યના ગ્રાહકોનો અદભુત પ્રેમ મળી રહ્યો છે.
"કશુંક મોટું પ્રાપ્ત કરવું હોય તો વર્ષો નહીં પણ દિવસો ગણવા જોઈએ" તેવા ઊંચા અને વિઝનરી વિચારો ધરાવતા ચિરાગભાઈ પાનની આ સફળતાની રોમાંચક સફર ખરેખર નવો રાહ ચીંધનારી છે.
આ પણ વાંચો: Studio on Wheels Vadodara: ડૉ. વિજયભાઈ શાહ સાથે ખાસ મુલાકાત, જાણો 8,000 પોસ્ટમોર્ટમનું કડવું સત્ય!