Studio on Wheels: હિજરતનો ઇતિહાસ ભૂંસાયો! કેમ હવે લોકો પાછા ફરી રહ્યા છે કચ્છ? જુઓ યુવા નેતા ધવલ આચાર્ય સાથેનો સંવાદ
- Studio on Wheels in Kutch માં ઉદ્યોગ સાહસિક ધવલભાઈ આચાર્ય સાથે ખાસ સંવાદ
- રાપર (Rapar) ના એક જ ગામે પકવ્યું 700 કરોડનું જીરું!
- કચ્છ (Kutch) ની ખેતીમાં આવેલી ક્રાંતિની ધવલભાઈ આચાર્ય (Dhavalbhai Acharya)એ વર્ણવી ગાથા
- મીઠાના ઉત્પાદનથી લઈ ડ્રેગન ફ્રૂટ સુધી નંબર-1 બન્યું કચ્છ
- પ્રવાસીઓ એક દિવસના 50 હજાર ચૂકવવા તૈયાર
- હવે અધિકારીઓ કચ્છમાં પોસ્ટિંગ લેવા તલપાપડ
Studio on Wheels in Kutch: એક સમયે જે પ્રદેશ પાણીની તંગી અને હિજરત માટે જાણીતો હતો, તે કચ્છ (Kutch) આજે વિકાસના વૈશ્વિક નકશા પર ચમકી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં વાત કરતા કચ્છના યુવા ભાજપ નેતા અને જાણીતા ઉદ્યોગ સાહસિક ધવલભાઈ આચાર્ય (Dhavalbhai Acharya) એ કચ્છની કાયાપલટની રોમાંચક કહાની રજૂ કરી હતી.
નર્મદાના નીરથી ખેતીમાં ક્રાંતિ: રાપરના ગેડી ગામનો ચમત્કાર
ધવલભાઈએ જણાવ્યું કે નર્મદાના નીર કચ્છમાં આવ્યા બાદ ખેતી ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. જે જમીન તરસતી હતી, ત્યાં આજે સોનું પાકી રહ્યું છે. તેમણે એક આશ્ચર્યજનક વિગત આપતા કહ્યું કે, માત્ર રાપરના ગેડી ગામે રૂ. 700 કરોડનું જીરું (Jeera) ઉત્પાદન કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આજે કચ્છની કેસર 'કેરી' હોય કે 'કમલમ' (ડ્રેગન ફ્રૂટ), કચ્છ આ ફળોના ઉત્પાદનમાં નંબર વન બની ગયું છે.
Studio on Wheels: Dhavalbhai Acharya Kutch
કચ્છનો વટથી વિકાસ, ઉદ્યોગ સાહસિક શ્રી ધવલભાઈ આચાર્ય સાથે વિશેષ સંવાદ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે
માત્ર ગુજરાત ફર્સ્ટ પર@vishvek11 @Dhaval_BJP #Kutch #Development #Industrialist #DhavalbhaiAcharya #DrVivekKumarBhatt #Business #GujaratFirst… pic.twitter.com/NZIWGMmLPH— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ઔદ્યોગિક હબ અને રિવર્સ માઈગ્રેશન
કચ્છના ઉદ્યોગો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, હાલમાં કચ્છમાં બે મોટા પોર્ટ કાર્યરત છે અને હવે ત્રીજા પોર્ટની તૈયારીઓ ચાલી રહી છે. દેશના કુલ મીઠાના ઉત્પાદનનું 70% મીઠું એકલું કચ્છ પૂરું પાડે છે. ખનીજ સંપત્તિથી સમૃદ્ધ આ જિલ્લામાં હવે સ્થિતિ એવી છે કે જે લોકો વર્ષો પહેલા રોજગારી માટે હિજરત કરી ગયા હતા, તેઓ હવે 'રિવર્સ માઈગ્રેશન' કરી પાછા ફરી રહ્યા છે. એટલું જ નહીં, હવે સરકારી અધિકારીઓ પણ કચ્છમાં પોસ્ટિંગ મેળવવા માટે પડાપડી કરે છે.
Studio on Wheels in Kutch: Industrialist Dhavalbhai Acharya સાથે Dr. Vivek Kumar Bhatt નો સંવાદ
Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt એ Studio On Wheels માં Kutch ના યુવા ભાજપ નેતા અને ઉદ્યોગ સાહસિક Shri Dhavalbhai Acharya સાથે વિશેષ સંવાદ કર્યો.
આ ઇન્ટરવ્યુમાં… pic.twitter.com/hgkOfoub6b
— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ટુરિઝમ અને રણોત્સવ: વિશ્વસ્તરીય સુવિધાઓ
રણોત્સવની સફળતા પર પ્રકાશ પાડતા ધવલભાઈએ જણાવ્યું કે, આજે કચ્છમાં બ્રાન્ડેડ અને મોંઘી હોટલોમાં રોકાણ વધ્યું છે. પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં એક દિવસના 50 હજાર રૂપિયા આપવા તૈયાર છે કારણ કે અહીંની વ્યવસ્થા વિશ્વસ્તરીય છે. ટેન્ટ સિટીમાં હવે ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. માત્ર પ્રવાસીઓ જ નહીં, પણ વિદેશી પક્ષીઓ પણ કચ્છના મહેમાન બને છે.
PM મોદીનું વિઝન અને 'ઓપરેશન સિંદૂર'
કચ્છના આ વિકાસ પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને શ્રેય આપતા તેમણે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' વખતે જ કચ્છના લોકોને મોદીજી પર અતૂટ વિશ્વાસ હતો. તેમણે જોયેલું સપનું આજે પાણી, પ્રવાસી અને લોકોના પરિશ્રમથી સાકાર થયું છે.
ગુજરાત ફર્સ્ટનો અવિરત પ્રવાસ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ફર્સ્ટની ટીમ 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા ખેડી રહી છે. વિરાસતથી વિકાસ અને રાજનીતિથી લઈ ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના તમામ પાસાઓને વાચા આપવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ હવે તમારા આંગણે પહોંચી રહી છે.


