Studio on Wheels : ઊંઝાના યુવા મિત્રોએ શરૂ કરેલું સેવાનું વટવૃક્ષ! જાણો RK ફાઉન્ડેશનની દિલ જીતી લે તેવી પ્રેરક સફર
- Studio On Wheels માં ઊંઝા ( Unjha) ના સેવાભાવી અગ્રણી અને RK ફાઉન્ડેશન ( RK Foundation) ના હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) સાથે ખાસ સંવાદ
- RK ફાઉન્ડેશનનો 'સેવા પરમો ધર્મ'નો અનોખો અભિગમ
- મિત્રોના એક વિચારથી ઊંઝામાં ઊભું થયું મોટું પરિવર્તન
- પ્લાસ્ટિક મુક્ત ઊંઝાથી લઈને બ્લડ કેમ્પ સુધી, RK ફાઉન્ડેશનનું દરેક ક્ષેત્રે ભગીરથ કાર્ય
Studio On Wheels :ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ કાર્યક્રમ 'જનરથ - સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત આજે ઊંઝા ( Unjha) ના સેવાભાવી અગ્રણી અને RK ફાઉન્ડેશન ( RK Foundation) ના હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) સાથે ખાસ સંવાદ યોજાયો હતો. આ મુલાકાતમાં એક નાનકડા વિચારમાંથી કેવી રીતે સેવાનું મોટું વટવૃક્ષ તૈયાર થયું તેની પ્રેરક કહાની સામે આવી છે.
Studio On Wheels માં RK ફાઉન્ડેશન ( RK Foundation) ના હિતેશભાઈ પટેલ (Hiteshbhai Patel) સાથે ખાસ સંવાદ
હિતેશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2009માં માત્ર મિત્રોએ સાથે મળીને 'રામકૃષ્ણ મિત્ર મંડળ'ની શરૂઆત કરી હતી. શરૂઆતમાં નાના પાયે થતા સેવાકાર્યો બાદ, વર્ષ 2017માં 'RK ફાઉન્ડેશન'નું વિધિવત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. આજે આ સંસ્થામાં 50 થી 60 જેટલા લોકો નિઃસ્વાર્થ ભાવે શ્રમદાન કરી રહ્યા છે.
સ્વાભિમાન સાથે સેવાનો અભિગમ: ટિફિન સેવા
RK ફાઉન્ડેશનની સૌથી નોંધપાત્ર કામગીરી તેમની 'ટિફિન સેવા' છે. હિતેશભાઈના જણાવ્યા અનુસાર, સમાજમાં ઘણા લોકો સ્વાભિમાની હોય છે જે પોતાની જરૂરિયાત વિશે બોલી શકતા નથી. આથી, સંસ્થા આવા જરૂરિયાતમંદ લોકોને શોધી કાઢે છે અને તેમને કોઈ પણ જાતના ચાર્જ વગર ઘરે જઈને ટિફિન પહોંચાડે છે. શુદ્ધ સ્વીટ નમકીનની સેવા આપીને ફ્રી ટિફિન સેવા યજ્ઞ ચલાવે છે. આ સેવા માટે ખાસ કર્મચારીઓ પણ રાખવામાં આવ્યા છે. ટિફિન સેવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી, માત્ર યથાશક્તિ દાનનો સ્વીકાર કરવામાં આવે છે.
કોરોના કાળમાં ભગીરથ કાર્ય
વૈશ્વિક મહામારી કોરોના વખતે પણ RK ફાઉન્ડેશને તંત્ર સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું હતું. તે સમયે સંસ્થા દ્વારા દરરોજ 600 થી વધુ ટિફિન પહોંચાડવામાં આવતા હતા. આ ઉપરાંત માસ્ક વિતરણ અને અનાજની કીટનું વિતરણ પણ મોટા પાયે કરવામાં આવ્યું હતું. હિતેશભાઈ ગર્વ સાથે કહે છે કે, "સંકટના સમયે અમે સર્વોત્તમ સેવા કરી શક્યા તેનો અમને આનંદ છે."
"RK ફાઉન્ડેશનનો હેતુ, 'સેવા'નો ઉત્તમ 'સેતુ'!"
Gujarat First ના Studio On Wheels માં આજે આપણી સાથે છે Unjha ના સેવાભાવી અગ્રણી અને RK Foundation ના Shri Hiteshbhai Patel.
સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે, સ્વીટ અને નમકીનના વેપારમાંથી થતી આવક તેઓ આ સેવા કાર્યો (જેનો વાર્ષિક ખર્ચ 60… pic.twitter.com/gZ4Se4iP2N— Gujarat First (@GujaratFirst) February 23, 2026
"RK ફાઉન્ડેશનનો હેતુ, 'સેવા'નો ઉત્તમ 'સેતુ'!"
Gujarat First ના Studio On Wheels માં આજે આપણી સાથે છે Unjha ના સેવાભાવી અગ્રણી અને RK Foundation ના Shri Hiteshbhai Patel.
સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે, સ્વીટ અને નમકીનના વેપારમાંથી થતી આવક તેઓ આ સેવા કાર્યો (જેનો વાર્ષિક ખર્ચ 60… pic.twitter.com/gZ4Se4iP2N— Gujarat First (@GujaratFirst) February 23, 2026
પર્યાવરણ અને આરોગ્ય લક્ષી કાર્યો
સંસ્થા માત્ર ભોજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાજિક જવાબદારીના અનેક કામો કરે છે:
પ્લાસ્ટિક મુક્ત અભિયાન: ઊંઝાના દરેક ઘર સુધી કોટન બેગ પહોંચાડીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે.
આરોગ્ય સેવા:બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ જેવી સુવિધાઓ દર્દીઓ માટે મફત પૂરી પાડવામાં આવે છે.
બિન-ભેદભાવ: સંસ્થા કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર કામ કરે છે.
સેવા માટે આવકનો સ્ત્રોત
RK ફાઉન્ડેશનનો વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયાથી વધુ છે. આ ખર્ચને પહોંચી વળવા માટે હિતેશભાઈ અને તેમના મિત્રો પોતાના વેપારમાંથી થતી આવક આ સેવાકાર્યોમાં વાપરે છે. આ ભગીરથ કાર્યમાં તેમને પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ સાંપડે છે અને અનેક દાતાઓના આશીર્વાદ પણ મળી રહ્યા છે.


