Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio On Wheels: વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠનના પ્રમુખ સાથે ખાસ સંવાદ, યુવાનો માટે નવું પ્લેટફોર્મ તૈયાર

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના યુવા સંગઠનના પ્રમુખ સાથે સીધો સંવાદ થયો. આ સંવાદમાં પ્રમુખે પાટીદાર સમાજના યુવાનોને પગભર બનાવવા અને તેમને મજબૂત પ્લેટફોર્મ આપવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, યુવાનો અને યુવતીઓને સંમેલનોમાં જોડવાનો મુખ્ય હેતુ છે જેથી તેઓ સમાજના વિકાસમાં ભાગીદાર બને.
studio on wheels  વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠનના પ્રમુખ સાથે ખાસ સંવાદ  યુવાનો માટે નવું પ્લેટફોર્મ તૈયાર
Advertisement
  • ગુજરાત ફર્સ્ટના 'Studio On Wheels' માં વિશ્વ ઉમિયાધામ યુવા પ્રમુખ સાથે ખાસ સંવાદ
  • વિશ્વ ઉમિયાધામની નવી પહેલ, યુવાનો માટે મજબૂત પ્લેટફોર્મ તૈયાર
  • યુવાનો અને યુવતીઓને સંમેલનોમાં જોડવાનો મુખ્ય હેતુ
  • પ્રમુખે પાટીદાર સમાજના યુવાનોને પગભર બનાવવા અને તેમને મજબૂત પ્લેટફોર્મ આપવા પર ભાર મૂક્યો

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના યુવા સંગઠનના પ્રમુખ સાથે સીધો સંવાદ થયો. આ સંવાદમાં પ્રમુખે પાટીદાર સમાજના યુવાનોને પગભર બનાવવા અને તેમને મજબૂત પ્લેટફોર્મ આપવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, યુવાનો અને યુવતીઓને સંમેલનોમાં જોડવાનો મુખ્ય હેતુ છે જેથી તેઓ સમાજના વિકાસમાં ભાગીદાર બને.

વિશ્વ ઉમિયાધામનું યુવા સંગઠન યુવાનો માટે એક મજબૂત પ્લેટફોર્મ થઈ રહ્યું છે તૈયાર

પ્રમુખે જણાવ્યું કે, વિશ્વ ઉમિયાધામનું યુવા સંગઠન યુવાનો માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરવા આગળ વધી રહ્યું છે. આ પ્લેટફોર્મમાં યુવા અને યુવતીઓ જોડાઈ શકે અને તેમની ક્ષમતાઓને વિકસાવી શકે. તેમણે કહ્યું, "એવું પ્લેટફોર્મ તૈયાર કરવું છે કે ગામથી ગ્લોબલ સુધીનો વિકાસ થાય. ગામના યુવાનોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે તે અમારો મુખ્ય હેતુ છે." યુવાનોને સપોર્ટ મળે તે દિશામાં વિવિધ પહેલ કરવામાં આવી રહી છે, જેમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો પર ધ્યાન કેન્દ્રિત છે.

Advertisement

વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા

વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા છે, જે મા ઉમિયાના આશીર્વાદથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસ જેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે. યુવા સંગઠન દ્વારા યુવાનોને સંગઠિત કરીને તેમને સમાજસેવા અને વ્યવસાયિક તકો આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટની ટીમ તમારા જિલ્લામાં આવીને સ્થાનિક મુદ્દાઓને પ્રકાશિત કરશે

ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમનો અથાગ સંકલ્પ છે કે 34 જિલ્લામાં સફર કરીને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવી. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા દરમિયાન ધર્મ-ધરોહરથી લઈને વિરાસત અને વિકાસ સુધીના મુદ્દાઓ પર ચર્ચા થશે. રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયો પર નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે સંવાદ થશે. આ ટીમ તમારા જિલ્લામાં આવીને સ્થાનિક મુદ્દાઓને પ્રકાશિત કરશે. ગુજરાત ફર્સ્ટ તમારા આંગણે આવી રહ્યું છે.

આ પણ વાંચો:  Studio On Wheels: સાહસિક બિઝનેસમેન સાથે સંવાદ! સેવા, સંગઠન અને સમાજને જોડતો અનોખો સેતુ

Tags :
Advertisement

.

×