કોંગ્રેસ પાસે વિઝનરી લીડર નથી, અમારા મોદી સાહેબ કહે તે કરે છે : BJP પ્રદેશ અધ્યક્ષ JagdishBhai Vishwakarma
- BJP પ્રદેશ અધ્યક્ષ JagdishBhai Vishwakarma સાથે ખાસ સંવાદ
- Gujarat First News ના ચેનલ હેડ ડોક્ટર વિવેકકુમાર ભટ્ટ સાથે વિશેષ સંવાદ
- ભાજપ પ્રદેશ નેતૃત્વએ કાર્યકર્તાઓના ઉત્સાહને વધાવ્યો : જગદીશભાઈ વિશ્વકર્મા
- 365 દિવસ જનતા વચ્ચે રહેતી પાર્ટી હોવાનો કર્યો દાવો
- 'વિકાસના એજન્ડા સાથે દરેક જિલ્લામાં પહોંચ્યા નિરીક્ષકો'
- 'વિઝન વગરની કોંગ્રેસને જનતા ફરી જાકારો આપશે'
- કલમ 370 અને રામ મંદિર જેવા કામોથી કાર્યકરોમાં જોશ આવ્યો : BJP પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
- Local Body Elections અંગે વિશેષ સંવાદ કરવામાં આવ્યો
Studeo On Wheels : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Sthanik Swaraj Election) પડઘમ વાગી રહ્યા છે ત્યારે Gujarat First News નું અનોખુ અભિગમ STUDIO ON WHEELS ની ટીમ ગાંધીનગર (Gandhinagar) ખાતે ભારતીય જનતા પાર્ટીના (BJP) ના મુખ્ય કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચી હતી. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (JagdishBhai Vishwakarma) અને Gujarat First News ના ચેનલ હેડ ડોક્ટર વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivekkumar Bhatt) વચ્ચે ખાસ સંવાદ થયો. આ વિશેષ વાતચીતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પ્રદેશ નેતૃત્વ, સંગઠનની શક્તિ અને વિકાસના એજન્ડા પર વાતચીત થઈ હતી.
BJP પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો Gujarat First સાથે ખાસ સંવાદ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (JagdishBhai Vishwakarma) અને Gujarat First News ના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivekkumar Bhatt) વચ્ચે થયેલ આ ખાસ સંવાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે સૌપ્રથમ ભાજપના (BJP) કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે,"ભાજપના કાર્યકર્તાઓને વંદન કરું છું. ભાજપના કાર્યકર્તા રાષ્ટ્રની સેવા માટે કામ કરે છે. કાર્યકર્તા કમળને આદર્શ માની આગળ વધે છે." તેમણે આગળ કહ્યું કે, "ભાજપના કાર્યકર્તા રાષ્ટ્રીય નેતૃત્વને આદર્શ માને છે. ભાજપના કાર્યકર્તા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને (CM Bhupendrabhai Patel) પણ આદર્શ માને છે."
ભાજપનું નેતૃત્વ જે બોલે છે તે કરીને પણ બતાવે છે : JagdishBhai Vishwakarma
સાથે જ તેમને વધુમાં કહ્યું કે, "કલમ 370 (Article 370) દૂર પણ કરી અને પ્રભુ રામનું ભવ્ય મંદિર પણ બન્યું. અકલ્પનીય કામો બધા મોદી સાહેબ જ કરી શકે, અમારા લીડર મોદી સાહેબ (PM Narendra Modi) છે જે કહે છે તે કરે છે, જે કામનું ખાતમુહૂર્ત થાય છે તેનું લોકાર્પણ પણ થાય છે, જવાબદાર મળે એટલે કાર્યકર્તા ઉત્સાહ સાથે કામ કરે છે, ભાજપની આખી ટીમ ગુજરાતમાં સતત પ્રવાસ કરી રહી છે, ભાજપ 365 દિવસ કામ કરનારી પાર્ટી છે, જનતા સાથે સતત સંપર્કમાં રહેનારી અમારી પાર્ટી છે, અમે વિકાસની રણનીતિ સાથે આગળ વધીએ છીએ", અમે વિકાસની રણનીતિ સાથે આગળ વધીએ છીએ"
"30 વર્ષથી ગુજરાતમાં 3 ટર્મથી કેન્દ્રમાં ભાજપને આશીર્વાદ"
સાથે જ તેમને કહ્યું કે "વિકાસની વાત લઈ અમે ગ્રાઉન્ડ પર ઉતરીએ છીએ , ભાજના કાર્યકર્તા (BJP worker) ભારત માતા કી જયના નારા સાથે ચાલે છે , કાર્યકર્તામાંથી (worker) પણ પ્રેરણા મળતી હોય છે , દરેક જિલ્લામાં નિરીક્ષક પહોંચી ગયા છે , દરેક જિલ્લામાં ત્રણ-ત્રણની પેનલમાં નિરીક્ષક (Observers) જાય છે,નાની ચૂંટણીમાં પણ પારદર્શી રીતે નિર્ણય લેવાય છે"
કોંગ્રેસ પર પણ પ્રહાર કરવામાં આવ્યા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, "કોંગ્રેસ (Congress) હોય કે અન્ય પક્ષ ચૂંટણી વખતે ચર્ચામાં આવે છે, કોંગ્રેસ પાસે ક્યારે કોઈ વિચારધારા જ નથી દેખાઈ, કોંગ્રેસ પાસે કોઈ વિઝનરી લીડર પણ નથી , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પ્રજા કોંગ્રેસને સાથ નહીં આપે, દિલ્લીમાં (Delhi) અગાઉ જેમની સરકાર હતી ત્યાં કમળ ખિલ્યું છે, ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે તે બીજી પાર્ટી ના કરી શકે, ગુજરાત સરકારનું (Government of Gujarat) બજેટ 4 લાખ કરોડ કરતા વધારે છે ,ગુજરાત સરકાર ભગવત માન જેવી ભૂલ ક્યારે ના કરે"
આદિવાસી વિસ્તારની પણ વિસ્તારથી વાત કરી
તેમને (JagdishBhai Vishwakarma) વધુમાં વાત કરતા કહ્યું કે, "ટ્રાયબલ વિસ્તારના (Tribal Areas) લોકો ખૂબ ભોળા છે , આદિવાસી (Tribal) વિસ્તારના ભાઈ બહેનો હવે સમજી ગયા છે,65 વર્ષ સુધી કોંગ્રેસે માત્ર શોષણ જ કર્યું છે , ભાજપના શાસનમાં આદિવાસી સમાજમાં શિક્ષણનું (Education) સ્તર વધ્યું છે, જળ,જમીન અને જંગલની ચિંતા કમળે કરી છે ,અફવા ફેલાવનાર લોકોથી જનતાએ સાવધાન થવું જોઈએ, પ્રજાને હેરાન કરી વિપક્ષ ખોટી રીતે માનસિક આનંદ મેળવે છે, સરકાર અને સંગઠન વિકાસના એજન્ડા સાથે ચાલી રહી છે."
આ પણ વાંચો : Gujarat Police વિભાગમાં મોટો વહીવટી ફેરફાર, 35 DySP અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ


