STUDIO ON WHEEL: ઇન્ડિયન આઇડલ ફેમ પવન નાગર સાથે ખાસ વાતચીત, સાંસદ વિનોદ ચાવડાનો કેમ માન્યો આભાર?
- ગુજરાત ફર્સ્ટનું STUDIO ON WHEEL પહોંચ્યું ભૂજ
- ઇન્ડિયન આઇડલ ફેમ પવન નાગલ (Pawan Nagar) સાથે ખાસ વાતચીત
- STUDIO ON WHEEL યુનિક પ્રોજેક્ટ છેઃ પવન નાગર
- ગુજરાત અને ભૂજ ખુબ જ પ્રેમાળ જગ્યા છેઃ પવન નાગર
ગુજરાત ફર્સ્ટનો નવતર પ્રયોગ 'સ્ટુડિયો ઓન વ્હીલ' ( Studio on Wheel) હાલમાં કચ્છ (kutch) ના પાટનગર ભુજ (Bhuj) માં પહોંચ્યો છે. આ અનોખા મોબાઈલ સ્ટુડિયોમાં ઇન્ડિયન આઇડલ (Indian Idol) ફેમ ખ્યાતનામ ગાયક પવન નાગર (Pawan Nagar) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન પવન નાગરે કચ્છની મહેમાનગતિ અને દેશભક્તિના વિષય પર પોતાના હૃદયસ્પર્શી વિચારો વ્યક્ત કર્યા હતા.
શહીદોને અંજલિ અને દેશભક્તિ
પવન નાગર એક જાણીતા સિંગર (ગાયક) છે, જે ખાસ કરીને 'ઇન્ડિયન આઇડલ' (સીઝન 14) રિયાલિટી શો દ્વારા લોકપ્રિય થયા છે. તેમણે પોતાની ગાયકીથી જજ અને પ્રેક્ષકોના દિલ જીત્યા હતા. રાષ્ટ્રપ્રેમ વિશે વાત કરતા પવન નાગરે ભાવુક થઈને કહ્યું કે, "દેશ માટે શહીદ થવું એ ખૂબ જ મોટી અને ગૌરવની વાત છે." તેમણે ઉમેર્યું હતું કે, સરહદ પર દેશની રક્ષા કરતા શહીદો માટે ગાવું એ તેમના માટે પરમ સૌભાગ્ય અને ગર્વની બાબત છે. સંગીતના માધ્યમથી શહીદોની શૌર્યગાથા લોકો સુધી પહોંચાડવી એ એક કલાકાર તરીકેની સાચી સેવા છે.
સાંસદનો માન્યો આભાર
આ કાર્યક્રમ દરમિયાન પવન નાગરે ભુજના સાંસદ વિનોદ ચાવડાનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા આયોજનો દ્વારા કલા અને દેશભક્તિને પ્રોત્સાહન મળે છે.
ગુજરાત ફર્સ્ટનો સંકલ્પ
ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ રાજ્યના ખૂણેખૂણે પ્રવાસ કરી રહી છે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા ખેડીને અમે ગુજરાતના 34 જિલ્લાઓની ગ્રાઉન્ડ રિયાલિટી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ.અમારો હેતુ માત્ર સમાચાર આપવાનો જ નહીં, પણ,સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાનો છે.વિરાસતથી વિકાસ સુધીની સફર બતાવવાનો છે. રાજનીતિથી લઈ કલા અને સ્વાદિષ્ટ સફર સુધીની વિગતો રજૂ કરવાનો છે.આગામી દિવસોમાં અમારી ટીમ તમારા જિલ્લામાં આવશે.


