Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels માં કચ્છની કલા અને સંસ્કૃતિને વિશ્વફલક પર પહોંચાડતા જાણીતા Content Creators સાથે ચર્ચા

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ન્યૂઝ ચેનલના ખાસ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે ( Dr.Vivek Kumar Bhatt) કચ્છ (Kutch) ના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) અને કલાકારો સાથે ખાસ સંવાદ કર્યો હતો.
studio on wheels માં કચ્છની કલા અને સંસ્કૃતિને વિશ્વફલક પર પહોંચાડતા જાણીતા content creators સાથે ચર્ચા
Advertisement
  • Studio On Wheels માં Kutch ની કલાને ગ્લોબલ બનાવનાર Content Creators સાથે સંવાદ
  • કચ્છની રેતીમાં સંઘર્ષ, કલામાં ઓળખ અને દિલમાં ગર્વ છે
  • લોકલથી ગ્લોબલ સુધી કચ્છની કહાની દુનિયા સુધી
  • પહોંચાડી રહ્યા છે Kutch ના આ Content Creators

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ન્યૂઝ ચેનલના ખાસ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે ( Dr.Vivek Kumar Bhatt) કચ્છ (Kutch) ના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) અને કલાકારો સાથે ખાસ સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા કલાકારો અને ઇન્ફ્લુએન્સર્સની સંઘર્ષગાથા દુનિયા સામે લાવવાનો હતો જેઓ કચ્છની વિરાસતને ડિજિટલ માધ્યમથી ગ્લોબલ બનાવી રહ્યા છે.

કચ્છના 'હિડન પ્લેસ'ને ઉજાગર કરતા યુવા ક્રિએટર્સ

કચ્છની સુંદરતાને કેમેરામાં કેદ કરતા કૌશિક ગોર ('આઈ લવ કચ્છ' પેજ) અને સુજલ ગોર ('ભુજ ધ સિટી' પેજ) એ જણાવ્યું કે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા તેઓ કચ્છના એવા સ્થળો દુનિયાને બતાવે છે જેના વિશે લોકો અજાણ હતા. 'રોડ ટુ હેવન' જેવા સ્થળોને લોકપ્રિય બનાવવામાં આ યુવા ક્રિએટર્સનો મોટો ફાળો છે. તેમના વીડિયો જોઈને આજે વિદેશથી પણ પ્રવાસીઓ કચ્છ ખેંચાઈ આવે છે.

Advertisement

પાબીબેન રબારી: એક નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સુધીની સફર

આ સંવાદમાં કચ્છના અંજાર તાલુકાના ભાદરી ગામના પાબીબેન રબારીએ પોતાની પ્રેરણાદાયી જર્ની વિશે વાત કરી હતી. માત્ર ચાર ધોરણ ભણેલા પાબીબેને જણાવ્યું કે કેવી રીતે તેમણે રબારી સમાજની પરંપરાગત કળા 'ભરતગૂંથણ'ને વ્યવસાયમાં પરિવર્તિત કરી. આજે તેમની પાસે 'PabiBen' નામની પોતાની બ્રાન્ડ છે અને 350થી વધુ મહિલાઓ તેમની સાથે જોડાઈને પગભર થઈ છે.  અને તેમની પ્રોડક્ટ્સ વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે.

Advertisement

તેમના પતિ લક્ષ્મણભાઈએ પણ પોતાની નોકરી છોડીને પત્નીની આ કળાને આગળ વધારવામાં સાથ આપ્યો છે.પાબીબેનના પતિ લક્ષ્મણભાઈએ સમાજના ડરને બાજુ પર મૂકી, પોતાની 25,000ની નોકરી છોડીને પત્નીના હસ્તકલાના વ્યવસાયમાં ટેકો આપ્યો. તેમણે જણાવ્યું કે મહિલાઓને માત્ર 'હાથ પકડવાની' જરૂર છે, કળા તો તેમનામાં જન્મજાત છે.

&

nbsp;

સાહિત્ય અને ભોજનની અનોખી ગાથા

જયરાજ આહીર, જેઓ ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન હતા, અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર સાહિત્ય અને ઇતિહાસના વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેમના વીડિયોને મિલિયન્સમાં વ્યૂઝ મળી રહ્યા છે. તેવી જ રીતે ફૂડ બ્લોગર યશ જોશીએ માંડવીની પ્રખ્યાત 'દાબેલી' અને કચ્છના ઓથેન્ટિક ફૂડ વિશેની માહિતી શેર કરી હતી.

યશ જોશી (ફૂડ બ્લોગર)

માંડવીની પ્રખ્યાત 'દાબેલી' અને કચ્છના ઓથેન્ટિક ફૂડને પ્રોમોટ કરતા યશ જોશીએ જણાવ્યું કે તેઓ કચ્છના દરેક ગામના લોકપ્રિય આહારની પાછળની વાર્તા લોકો સુધી પહોંચાડે છે.

કલા અને સંસ્કૃતિનું જતન

બેંકિંગ ક્ષેત્રમાં કાર્યરત હિમાંશુ ગઢવીએ 'સંવેદના' પેજ દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસો વિશે વાત કરી. તેઓ માને છે કે મનોરંજનની સાથે મૂલ્યો અને સંસ્કારોની વાત પણ લોકો સુધી પહોંચવી જોઈએ.

ડો. વિવેક કુમાર ભટ્ટે આ તમામ ક્રિએટર્સની મહેનતને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે કચ્છમાં વાર્તાઓનો અંત નથી. આ યુવાઓ ખરા અર્થમાં કચ્છના બ્રાન્ડ એમ્બેસેડર છે જેઓ કોઈ પણ સરકારી મદદ વગર પોતાની સંસ્કૃતિને વિશ્વ સ્તરે પ્રમોટ કરી રહ્યા છે.

આ  પણ વાંચો :  Studio on Wheels Mehsana: મહેસાણાના ડેરી ઉદ્યોગમાં 'ગુજરાત ડેરી'ની સફળતા, યુવા ઉદ્યોગસાહસિક રવિશંકરભાઈ ચૌધરીની પ્રેરણાદાયી સફર

Tags :
Advertisement

.

×