Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: એશિયાની પ્રથમ AI ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ ધરાવતી Gandhinagar University નો વિશેષ અહેવાલ

Studio on Wheels: શિક્ષણ જગતમાં નવીનતા અને ટેકનોલોજીના સંગમ સાથે ગાંધીનગર યુનિવર્સિટી આજે એશિયાના શૈક્ષણિક નકશા પર એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે 'ગુજરાત ફર્સ્ટ' ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ટીમ આ યુનિવર્સિટી ખાતે પહોંચી હતી.
studio on wheels  એશિયાની પ્રથમ ai ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ ધરાવતી gandhinagar university નો વિશેષ અહેવાલ
Advertisement
  • Studio on Wheels પહોંચ્યું ગુજરાતના પાટનગર Gandhinagar માં
  • ગાંધીનગર યુનિવર્સિટી એશિયાની પ્રથમ AI સક્ષમ યુનિવર્સિટી
  • યુનિવર્સિટીમાં 13 જેટલા AI મોડ્યુલ્સ કાર્યરત
  • યુનિવર્સિટીનો પ્લેસમેન્ટ રેશિયો છે 96% જેટલો

Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) તેના અત્યંત મહત્વાકાંક્ષી અને અભિનવ પ્રોજેક્ટ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. આ ખાસ યાત્રા હેઠળ અમારી ટીમ ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) ખાતે પહોંચી હતી અહીં એક એવી સ્માર્ટ યુનિવર્સિટી વિશે જાણવા મળ્યું જેણે શિક્ષણમાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને નવી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કર્યું છે.

Studio on Wheels પહોંચ્યું ગુજરાતના પાટનગર Gandhinagar માં

ગાંધીનગર યુનિવર્સિટીમાં માત્ર 300 વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ શૈક્ષણિક અભિયાન આજે 10,000 થી વધુ વિદ્યાર્થીઓ અને 250 થી વધારે વિવિધ કોર્સ (Courses) સાથે વટવૃક્ષ બન્યું છે. 18 થી 22 વર્ષની ઉંમર જે વિદ્યાર્થીઓના જીવનનો ટર્નિંગ પોઈન્ટ ગણાય છે, તે ઉંમરે આ સંસ્થા તેમને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

Advertisement

Advertisement

AI અને હોલોગ્રામ ટેકનોલોજી

ડિજિટલ ક્રાંતિના યુગમાં ગાંધીનગર યુનિવર્સિટીએ ટેકનોલોજીનો એવો ઉપયોગ કર્યો છે જે એશિયાના ગણ્યાગાંઠ્યા કેમ્પસમાં જોવા મળે છે.

AI Integrated System

એડમિશનથી લઈને માર્કશીટ ઇશ્યુ કરવા સુધીની આખી પ્રક્રિયા 13 AI મોડ્યુલ્સ પર કાર્યરત છે.

Hologram Technology

2023 થી અહીં હોલોગ્રામ ટેકનોલોજી દાખલ કરવામાં આવી છે, જે શિક્ષણને વધુ રસપ્રદ અને પ્રાયોગિક બનાવે છે.

મલ્ટી-લેંગ્વેજ લર્નિંગ

અહીં વિદ્યાર્થીઓને મલ્ટી-લેંગ્વેજ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવીને ભાષાના અવરોધ વિના જ્ઞાન મેળવવાની તક મળે છે.

96% પ્લેસમેન્ટ રેશિયો

આ યુનિવર્સિટીની સૌથી મોટી વિશેષતા તેનું પ્રેક્ટિકલ નોલેજ છે. વિદ્યાર્થીઓને વર્તમાન સમયની ઔદ્યોગિક માંગ મુજબ તૈયાર કરવામાં આવતા હોવાથી, સંસ્થાનો પ્લેસમેન્ટ રેશિયો 96% જેટલો ઊંચો છે. અહીં માત્ર પદવી નથી મળતી, પરંતુ કરિયર ગ્રોથ માટે જરૂરી 'સ્કીલ ડેવલપમેન્ટ' પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

'ગુજરાત ફર્સ્ટ'નો 34 જિલ્લાનો સંકલ્પ

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' મારફતે ગુજરાત ફર્સ્ટની ટીમ રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં આ રીતે જ સફર કરશે. અમારો ઉદ્દેશ્ય સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાથી લઈને રાજ્યના ધર્મ-ધરોહર, ઐતિહાસિક વિરાસત, વિકાસના કામો અને સ્વાદિષ્ટ વાનગીઓની સફર કરાવવાનો છે. રાજનીતિથી લઈને સામાન્ય માણસની ગ્રાઉન્ડ રિયાલિટી સુધી, અમે નેતાઓ, અભિનેતાઓ અને લોક કલાકારો સાથેની સીધી ચર્ચાઓ તમારા આંગણે લઈને આવીશું.

આ પણ વાંચો: Studio on Wheels: પિતાના એક વાક્યથી બદલાઈ ગઈ જિંદગી! જાણો સાઈરામ દવે કેવી રીતે બન્યા હાસ્ય કલાકાર

Tags :
Advertisement

.

×