Studio On Wheels: અંબાજીનો કાયાકલ્પ! ગબ્બર સુધી બની રહ્યો છે 'શક્તિ કૉરિડોર', ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- યાત્રાધામ અંબાજીમાં (Ambaji) 1632 કરોડનો 'શક્તિ કૉરિડોર' પ્રોજેક્ટ
- અંબાજીમાં શ્રદ્ધાળુઓને મળશે વર્લ્ડ ક્લાસ સુવિધા
- Studio On Wheels હેઠળ અંબાજી-ગબ્બરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- સ્થાનિકો અને જિલ્લા કલેક્ટર સાથે સંવાદ
Studio On Wheels: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) 'શક્તિ કૉરિડોર' પ્રોજેક્ટનું ('Shakti Corridor' project) કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ મેગા પ્રોજેક્ટ હેઠળ અંબાજી મંદિરથી ગબ્બર સુધીના માર્ગને વિકસાવવામાં આવી રહ્યો છે, જેના કારણે શ્રદ્ધાળુઓને વધુ સુવિધા અને સુરક્ષા મળશે. ત્યારે ગુજરાત ફર્સ્ટના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમે અંબાજી-ગબ્બરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં સ્થાનિકો અને જિલ્લા કલેક્ટર સાથેના સંવાદને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિશેષ ધ્યાનમાં છે, કારણ કે અંબાજી 51 શક્તિપીઠમાંથી એક અગત્યનું ધામ છે અને કરોડો ભક્તોની આસ્થા તેની સાથે જોડાયેલી છે.
'શક્તિ કૉરિડોર' પ્રોજેક્ટની વિગતો
1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન'શક્તિ કૉરિડોર' પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 1632 કરોડ રૂપિયા છે અને તેને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 950 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને તેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ કૉરિડોર અંબાજી મંદિરથી ગબ્બર સુધીના અઢી કિલોમીટરના માર્ગને આવરી લેશે.
સ્થાનિકોના અવાજ- વિકાસને સ્વીકાર, પરંતુ કેટલીક ચિંતાઓ
'Studio On Wheels' ની ટીમે જ્યાં આ કૉરિડોર બની રહ્યો છે, ત્યાંના સ્થાનિકો સાથે પણ સંપર્ક સાધ્યો હતો.અને વિકાસથી સ્થાનિકોમાં ખુશી છે કે કેમ? તેમને કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ? રોજગારી પર શું અસર થશે? જેવા પ્રશ્નોના જવાબો સ્થાનિકોએ આપ્યા હતા. જેમાં મોટાભાગના સ્થાનિકો વિકાસથી સંમત છે અને કહે છે કે "વિકાસથી વાંધો નથી, પરંતુ પ્લોટ આપો." કેટલાકે ચિંતા વ્યક્ત કરી કે "છોકરાઓ ભણવા જાય છે ત્યારે ચિંતા થાય છે" અને તેઓ કાયમી વ્યવસ્થા માગે છે. તેઓનું કહેવું છે કે "કાયમી વ્યવસ્થા થાય બસ તેટલી જ માગ." કેટલાકને લાગે છે કે કોઈ ગેરસમજ પેદા થઈ રહી છે, પરંતુ તેઓ વિકાસને આવકારે છે કારણ કે તે યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા વધારશે.
જિલ્લા કલેક્ટર સાથે વાતચીત
સ્થાનિકોના સવાલો બાદ ગુજરાત ફર્સ્ટની ટીમે જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ સાથે વાતચીત કરી. કલેક્ટરે જણાવ્યું કે,રેલવે સ્ટેશનનું કામ ઝડપી ચાલી રહ્યું છે.બાયપાસનું કામ પણ પ્રગતિમાં છે.વિકાસ સમતુલન સાથે કરવામાં આવી રહ્યો છે.ખાનગી જમીન માલિકો સાથે સમજુતી કરીને જમીન લેવામાં આવી રહી છે. 40 જેટલા માલિકો સાથે ચર્ચા સફળ થઈ છે અને 15 પ્રોપર્ટી ધારકો સાથે સંવાદ ચાલુ છે.ટ્રસ્ટ અને સરકાર સ્થાનિકોની સાથે છે અને તેમની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે.કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે "કૉરિડોરની સાથે અંબાજીનો પણ વિકાસ ચાલે છે" અને આ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓને વધુમાં વધુ રાહત મળશે.
Studio On Wheels: અંબાજીનો કાયાકલ્પ! ગબ્બર સુધી બની રહ્યો છે 'શક્તિ કૉરિડોર', ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ #ShaktiCorridor #Ambaji #Gabbar #StudioOnWheels #GujaratTourism #GroundReport pic.twitter.com/KW6Bn1gDXy
— Gujarat First (@GujaratFirst) January 8, 2026
ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા
આ પ્રોજેક્ટમાં સરકારી અને ખાનગી બે પ્રકારની જમીનોનો સમાવેશ છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, સરકારી જમીનની ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટ્રસ્ટની જમીનમાં વપરાસી હકો આપી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે, પરંતુ સરકાર સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે.
પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો શું છે?
આ કૉરિડોરથી અંબાજીની અર્થવ્યવસ્થાને બૂસ્ટ મળશે, કારણ કે વધુ યાત્રાળુઓ આકર્ષિત થશે.આ વિસ્તારને વધુ વ્યાપક અને આધુનિક બનાવવામાં આવશે.યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા, પાર્કિંગની વધુ વ્યવસ્થા, આધુનિક સુવિધાઓ અને વધુમાં વધુ રાહત પૂરી પાડવાનો હેતુ છે.વધુ યાત્રાળુઓને જોડવાનો પ્રયાસ, આ પ્રોજેક્ટથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓને અંબાજી સાથે જોડવાનું લક્ષ્ય છે.
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
ગુજરાત ફર્સ્ટની નવી પહેલ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' હેઠળ અમારી ટીમ ગુજરાતના 34 જિલ્લાઓમાં સફર કરશે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની આ યાત્રા દરમિયાન સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે. અભિયાનમાં ધર્મ-ધરોહરથી લઈનેવિરાસતથી વિકાસ સુધી, રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયોને આવરી લેવામાં આવશે.જેમાં નેતાઓ, અભિનેતાઓ અને લોક કલાકારો સાથે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટની ટીમ તમારા જિલ્લામાં આવશે અને તમારા આંગણે પહોંચશે. તમે પણ તમારા પ્રશ્નો જણાવી શકો છો.
આ પણ વાંચો: Studio On Wheels: દાંતા સ્ટેટના રાજા સાહેબ સાથે ખાસ વાતચીત, જુઓ રજવાડાની રોચક અને અજાણી સફર


