Studio On Wheels: કમિશનર બંછાનિધિ પાનીએ અમદાવાદના સર્વાંગી વિકાસ માટેનો નવો રોડમેપ કર્યો રજૂ
- Studio On Wheels માં AMC કમિશનર બંછાનિધિ પાની સાથે સંવાદ
- કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કર્યો ચોમાસાનો માસ્ટર પ્લાન
- અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ સુધારવા એએમસી સજ્જ
- ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થશે મોટો ફેરફાર
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio On Wheels) માં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (AMC) બંછાનિધિ પાની (Banchhanidhi Pani) એ શહેરના વિકાસ, સ્વચ્છતા અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથેના સંવાદમાં તેમણે અમદાવાદને વિશ્વસ્તરીય શહેર બનાવવા માટે લેવામાં આવી રહેલા ક્રાંતિકારી પગલાઓની વિગતો આપી હતી.
Studio On Wheels માં AMC કમિશનર બંછાનિધિ પાની સાથે સંવાદ
અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે, જેનું મુખ્ય કારણ Reduce, Reuse અને Recycle (RRR) પદ્ધતિ છે. કમિશનરે જણાવ્યું કે પિરાણાના કચરાના ડુંગરોને હવે 'વેસ્ટ ટુ કંચન' માં પરિવર્તિત કરવામાં આવ્યા છે. કચરામાંથી એનર્જી, પેવર બ્લોક, કોલસો અને ખાતર બનાવવામાં આવી રહ્યું છે. પિરાણા ખાતે હવે 'વેસ્ટ ટુ વન્ડર પાર્ક' તૈયાર થઈ રહ્યો છે, જે લોકોને કચરાના વ્યવસ્થાપન વિશે જાગૃત કરશે.
Studio On Wheels Ahmedabad | AMC Commissioner Banchhanidhi Pani સાથે Dr.Vivek Kumar Bhatt નો સંવાદ@AmdavadAMC @banchhanidhi#StudioOnWheels #Janrath #Gujarat #Ahmedabad #AMC #AMCCommissioner #BanchhanidhiPani #CleanCity #ExclusiveInterview #SmartCity #WasteToBest… pic.twitter.com/WZXbRXUm19
— Gujarat First (@GujaratFirst) May 8, 2026
ચોમાસા માટે 'ફ્લડ પ્રૂફ' આયોજન
શહેરને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે AMC દ્વારા ચાર સ્તરીય આયોજન કરવામાં આવ્યું છે.
IT બેઝ્ડ પ્રેડિકશન: વરસાદની આગાહી અને પાણી ભરાવાની શક્યતાવાળા વિસ્તારોનું અગાઉથી મોનિટરિંગ.
લેક રીજુમિનેશન: તળાવોને એકબીજા સાથે જોડીને વધારાના પાણીનો સંગ્રહ કરવો.
સાબરમતી ફેઝ-2: નદીમાં સ્ટોર્મ વોટર નેટવર્ક જોડીને ઝડપથી પાણીનો નિકાલ કરવો.
સ્પોન્જ પાર્ક: બગીચાઓમાં પાણીના સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી.
કોમનવેલ્થ 2030 અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વર્ષ 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે. આ માટે શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને મજબૂત કરવા 1,850 નવી બસો લાવવામાં આવી છે અને મેટ્રો રેલનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ટ્રાન્સપોર્ટેશન, ટૂરિઝમ અને રેડીનેસ સેલ દ્વારા શહેરની કાયાપલટ કરવામાં આવશે.
ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ
રુ. 1,200 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમનું વિશ્વસ્તરીય પુનઃનિર્માણ થઈ રહ્યું છે. 55 એકરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ આધુનિક ટેકનોલોજી દ્વારા ગાંધીજીના વિચારોને જીવંત રાખશે, જેમાં નવી ગેલેરીઓ અને સ્મારકોનો સમાવેશ થાય છે.
ગ્રીન અને વાઈબ્રન્ટ અમદાવાદ
કમિશનરે વધુમાં જણાવ્યું કે છેલ્લા સાત વર્ષમાં શહેરમાં 1.42 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પર ટ્રોપિકલ ગાર્ડન, યોગા સેન્ટર અને ક્રૂઝ જેવી સુવિધાઓ વધારવામાં આવી રહી છે. દરેક નેગેટિવ ન્યૂઝને તેઓ એક ફીડબેક તરીકે જુએ છે અને માઈક્રો પ્લાનિંગ દ્વારા ડ્રેનેજ અને રોડના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે.


