Studio on Wheels: સાંસદ Miteshbhai Patel સાથે ખાસ સંવાદ, જાણો કેવી રીતે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે આણંદ જિલ્લો
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) પહોંચ્યો મિલ્ક સિટી Anand
- આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ (Miteshbhai Patel) (બકાભાઈ) સાથે વિશેષ સંવાદ
- લોકલ ગ્રાઉન્ડથી લઈને લોકસભાના ગૃહ સુધી Anand નો અવાજ બુલંદ
- આણંદની જનતા માટે 'બકાભાઈ' એટલે માત્ર એક નેતા નહીં, પણ પરિવારના સભ્ય જેવો ભરોસો
Studio on Wheels: ગુજરાતનું 'મિલ્ક સિટી' ગણાતું આણંદ '( Anand) આજે માત્ર શ્વેત ક્રાંતિ માટે જ નહીં, પરંતુ તેના તેજ ગતિએ થઈ રહેલા સર્વાંગી વિકાસ માટે પણ ચર્ચામાં છે. ગુજરાત ફર્સ્ટના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' Studio on Wheels) ની ટીમે જ્યારે આણંદની મુલાકાત લીધી, ત્યારે જનતાના પ્રતિસાદ અને ગ્રાઉન્ડ લેવલની કામગીરી પરથી એક વાત સ્પષ્ટ થઈ કે આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ (Miteshbhai Patel) (બકાભાઈ) એ જનસેવા અને વિકાસનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
Studio on Wheels માં સાંસદ Miteshbhai Patel સાથે વિશેષ સંવાદ
મિતેશભાઈ પટેલને આણંદની જનતાએ સતત બે વખત લોકસભામાં મોકલીને જે આશીર્વાદ આપ્યા છે, તેની પાછળ તેમનું 'સેવા, સંકલ્પ અને વિકાસ' નું મિશન જવાબદાર છે. લોકોમાં તેઓ 'બકાભાઈ' તરીકે લોકપ્રિય છે અને તેમના માટે રાજકારણ એ સત્તા ભોગવવાનું સાધન નહીં પણ જનસેવાનું માધ્યમ છે.
લોકસભામાં આણંદનો બુલંદ અવાજ
મિતેશભાઈ પટેલે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દિલ્હીની સંસદમાં પણ આણંદના પ્રશ્નોને મજબૂતીથી રજૂ કર્યા છે. વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા હોય કે શહેરના આંતરમાળખાકીય વિકાસની વાત, તેમણે હંમેશા આણંદના હિતને સર્વોપરી રાખ્યું છે. તેમની સક્રિયતાને કારણે જ આણંદ આજે શિક્ષણ અને અર્થતંત્રનું ગ્લોબલ હબ બની રહ્યું છે.
ત્વરિત નિરાકરણ અને 'સંકટ સમયના સાથી'
આણંદની જનતા માટે 'બકાભાઈ' એટલે માત્ર એક નેતા નહીં, પણ પરિવારના સભ્ય જેવો ભરોસો. કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારી દરમિયાન જ્યારે લોકો સંકટમાં હતા, ત્યારે હોસ્પિટલની વ્યવસ્થાથી લઈને દવાઓની ઉપલબ્ધતા સુધી તેઓ ખડેપગે રહ્યા હતા. તેમની કાર્યશૈલીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ પ્રજાની સમસ્યાને પોતાની ગણીને સંગઠન અને સરકાર વચ્ચે સેતુ બની તેનું તાત્કાલિક નિરાકરણ લાવે છે.
છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા માટેનો તેમનો 'જનસાંસદ કલ્યાણ રથ' ગામેગામ ફરીને આયુષ્માન કાર્ડ અને રેશનકાર્ડ જેવા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવે છે.
સ્પોર્ટ્સ અને યુવા શક્તિ: 'સાંસદ ખેલ સ્પર્ધા' દ્વારા ગ્રામીણ પ્રતિભાઓને મેટ પર રમાતી કબડ્ડી અને ખોખો જેવી રમતોમાં રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
Studio on Wheels: Anand માં વિકાસની નોન-સ્ટોપ રફ્તાર: સાંસદ Shri Miteshbhai Patel સાથે વિશેષ સંવાદ
લોકલ ગ્રાઉન્ડથી લઈને લોકસભાના ગૃહ સુધી Anand નો અવાજ બુલંદ કરનાર આ નેતાની રાજકીય સફર અને તેમનું વિઝન જાણવા જેવું છે. સેવા, સંકલ્પ અને વિકાસના મંત્ર સાથે તેઓ કેવી રીતે આણંદને નવી… pic.twitter.com/YNL7bdyFS7— Gujarat First (@GujaratFirst) March 16, 2026
સર્વસમાવેશી વિકાસ અને સહકારનો મંત્ર
આણંદ જિલ્લો8 તાલુકા (આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, ખંભાત, પેટલાદ, તારાપુર અને સોજીત્રા) માં વહેંચાયેલો છે. મિતેશભાઈએ દરેક વિસ્તાર અને દરેક સમાજને સાથે રાખીને 'સમરસતા' નો સંદેશ આપ્યો છે,રાજકારણને સત્તા નહીં પણ સેવા માનતા મિતેશભાઈ પટેલનો અભિગમ સર્વસમાવેશી રહ્યો છે. દરેક જ્ઞાતિ અને સમાજને સાથે લઈને ચાલવાની તેમની કુશળતાને કારણે જ જનતાએ તેમને સતત બે વખત જંગી બહુમતીથી વિજયી બનાવીને આશીર્વાદ આપ્યા છે. નારી સુરક્ષા હોય કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની વાત, દરેક ક્ષેત્રમાં તેમનું વિઝન સ્પષ્ટ દેખાય છે.
સહકારી ક્ષેત્ર:અમૂલ અને અન્ય દૂધ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે સતત સહયોગ.
આરોગ્ય અને રમત-ગમત: જિલ્લામાં આધુનિક હોસ્પિટલો અને 'સાંસદ ખેલ સ્પર્ધા' દ્વારા યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન.
પ્રાકૃતિક ખેતી: ખેડૂતોને રાસાયણિક ખાતર મુક્ત ખેતી તરફ વાળવા માટેના સક્રિય પ્રયાસો.
મજબૂત અને અડગ નેતા
સેવા ભાવથી બદલાતું આણંદ આજે પ્રગતિના માર્ગે અગ્રેસર છે. મિતેશભાઈ પટેલનું નેતૃત્વ એ સાબિત કરે છે કે જ્યારે નેતા જનતાની વચ્ચે રહીને, જનતાના પ્રશ્નોને પોતાના માનીને કાર્ય કરે, ત્યારે જ 'વિકાસની નોન-સ્ટોપ રફ્તાર' શક્ય બને છે. આણંદના ભવિષ્ય માટે તેઓ એક મજબૂત અને અડગ નેતા તરીકે ઉભરી આવ્યા છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના સંવાદમાં એ સ્પષ્ટ થયું કે મિતેશભાઈ પટેલના નેતૃત્વમાં આણંદ જિલ્લો આવનારા સમયમાં ગુજરાતના વિકાસ મોડલનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે.
આ પણ વાંચો : Studio on Wheels Gadhada BAPS: ગઢડા BAPS મંદિરના 75 વર્ષ,‘જીવમાંથી શિવ’ તરફ લઈ જતી અનોખી ભક્તિ


