Studio on Wheels: રાજકીય ઓફરોને ઠોકર મારી ગોંડલમાં શિક્ષણની જ્યોત જગાવનાર ગોપાલભાઈ ભુવાની પ્રેરણાદાયી સફર
- Studio on Wheels ટીમ પહોંચી સૌરાષ્ટ્રના કેન્દ્રબિંદુ સમાન ગોંડલમાં
- Asiatic Diploma Engineering College ફાઉન્ડર ગોપાલભાઈ ભુવા સાથે સંવાદ
- રાજકોટના ગોંડલમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર ગોપાલભાઈ ભુવાની પ્રેરણાદાયી સફર
- Saurashtra ના વિદ્યાર્થીઓને ઘર આંગણે શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ભવ્ય કોલેજનું નિર્માણ
Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ'ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'(Studio on Wheels) ટીમ સૌરાષ્ટ્રના કેન્દ્રબિંદુ સમાન ગોંડલમાં પહોંચી હતી. અહીં એશિયાટિક ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના (Asiatic Diploma Engineering College) ફાઉન્ડર ગોપાલભાઈ ભુવા સાથે જે.ડી. ગુજરાતીએ ખાસ સંવાદ સાધ્યો હતો.
Studio on Wheels માં ગોપાલભાઈ ભુવા સાથે સંવાદ
ગોપાલભાઈ ભુવા એક આર્મી પરિવારની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમણે પોતાનું શિક્ષણ વિદ્યાનગર અને અમદાવાદમાં પૂર્ણ કર્યું છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવવાની સાથે તેમણે મિકેનિકલમાં માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં (L.D. Engineering College) અભ્યાસ દરમિયાન તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ રહેવાની સાથે વિદ્યાર્થી નેતા તરીકે પણ સક્રિય હતા.
અમદાવાદની ઓફરો છોડી વતન પ્રત્યેનો પ્રેમ
ગોપાલભાઈ પાસે અમદાવાદમાં રાજકીય ક્ષેત્રે જોડાવાની અને રાજ્ય સરકારના વિવિધ એકમોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરવાની અનેક તકો હતી. જોકે, તેમના પિતાની ઈચ્છા હતી કે તેઓ અમદાવાદના બદલે પોતાના વતનમાં રહીને સૌરાષ્ટ્રના છેવાડાના વિદ્યાર્થીઓ માટે કંઈક કરે. પિતાના આદેશ અને વતન પ્રત્યેના પ્રેમને માન આપી તેમણે ગોંડલમાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય શરૂ કરવાનો મક્કમ નિર્ણય લીધો.
Studio On Wheels Interview With Gopalbhai Bhuva Asiatic Engineering College Gondal
ગોંડલની એશિયાટીક એન્જિનિયરિંગ કોલેજના
ફાઉન્ડર શ્રી ગોપાલભાઈ ભુવા સાથે વિશેષ સંવાદજુઓ તારીખ 29 એપ્રિલ 2026 ના રોજ રાત્રે 9.25 કલાકે
માત્ર ગુજરાત ફર્સ્ટ પર@jdgujarati #GujaratFirst #Gondal… pic.twitter.com/gFxiDtzOp1— Gujarat First (@GujaratFirst) April 26, 2026
એશિયાટિક ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ: આધુનિક સુવિધાઓનું ધામ
સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેકનિકલ શિક્ષણ મળી રહે તે હેતુથી તેમણે 20 એકરની વિશાળ જગ્યામાં ભવ્ય કોલેજનું નિર્માણ કર્યું છે. આ કેમ્પસમાં અત્યાધુનિક લેબોરેટરી, લાઈબ્રેરી અને ટ્રાન્સપોર્ટેશન જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.
નવો અભિગમ: "નોકરી કરનાર નહીં, નોકરી દાતા બનો"
ગોપાલભાઈ ભુવા માને છે કે સમાજની દિશા અને દશા બદલવાનું મૂળ શિક્ષણમાં છે. તેમનું વિઝન વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ:
ધોરણ 10 પછી 3 વર્ષની સઘન અને આધુનિક તાલીમ આપીને યુવાનોને આર્થિક રીતે સદ્ધર બનાવવા.
વિદ્યાર્થીઓ વહેલી ઉંમરે કમાતા થઈને પોતાના પરિવાર અને દેશના વિકાસમાં ભાગીદાર બને તેવો અભિગમ રાખવો.
"નોકરી કરનાર નોકરી દાતા બને" તેવા લક્ષ્ય સાથે એન્ટરપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવું.
વ્યસનમુક્તિ અને સર્વાંગી વિકાસ પર ભાર
સંસ્થામાં વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાનની સાથે સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે. ગોપાલભાઈના મતે, આજનો યુવાન વ્યસન અને ફેશનથી દૂર રહીને સાચી દિશામાં મહેનત કરે તો તે સાચા અર્થમાં 'એશિયાટિક લાયન' બનીને સમાજનું નેતૃત્વ કરી શકે છે.
રિઝલ્ટ અને સફળતાની 100 % ગેરંટી સાથે ચાલતી આ સંસ્થા આજે સૌરાષ્ટ્રના યુવાનો માટે કારકિર્દીનું ઉત્તમ માધ્યમ બની છે. આ મુલાકાત દરમિયાન ગોપાલભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે જો શિક્ષણ દરેક વ્યક્તિ સુધી પહોંચે, તો દેશની દિશા અને દશા ચોક્કસ બદલી શકાય છે.
આ પણ વાંચો: NDMA Mobile Alert Message : મોબાઈલમાં એલર્ટ મેસેજ આવે તો ગભરાશો નહીં, NDMA દ્વારા રાજ્યવ્યાપી ટેસ્ટિંગ શરૂ


