Studio On Wheels Bharat Panchal: 1200 વર્ષ જૂનો ઇતિહાસ અને ફેસ રીડિંગની અદભુત કળા, જાણો ભરત પંચાલનું વિઝન
- Studio On Wheels Bharat Panchal: ચહેરો વાંચીને બચાવે છે જીવ
- પાટણના પ્રખ્યાત આર્ટિસ્ટ ભરત પંચાલ સાથે ખાસ સંવાદ
- વિરાસતને જાળવવાની અપીલ
- રાણી નાયિકા દેવીનું મ્યુઝિયમ
- પાટણની સ્મૃતિઓને જીવંત રાખવા ભરત પંચાલનો અનોખો પ્રયાસ
- પ્રવાસન ક્ષેત્રે નવી તકો
- મૂર્તિકારથી માર્ગદર્શક સુધી
- વેક્સ આર્ટ અને ફેસ રીડિંગ દ્વારા હજારો લોકોના દિલ જીતનાર પાટણના લાલ
Studio On Wheels Bharat Panchal: Patan નો 1200 વર્ષનો ભવ્ય ઇતિહાસ, એક મિત્ર 'અણહિલ' ની યાદમાં પડેલું અણહિલપુર-પાટણ નામ, અને અહીંના પ્રવાસન (Tourism) થકી અર્થવ્યવસ્થાને મળતા બૂસ્ટ વિશે તેમણે રસપ્રદ ચર્ચા કરી છે. Bharat Panchal એ અનેક મૂર્તિઓ બનાવી છે અને ચહેરાને સમજવાની અનોખી કળા વિકસાવી છે. આત્મહત્યા કરવા માંગતા અને જિંદગીથી કંટાળેલા લોકોને કલાકો સુધી સમજાવીને નવું જીવન આપનાર આ ફેસ રીડરની વાતો તમને ચોક્કસ પ્રેરણા આપશે.
કળા, ઈતિહાસ અને માનવતાના આ અનોખા સંગમ અને Nayakdevi ની પ્રતિમાની જાળવણી વિશેના તેમના વિચારો સાંભળવા આ એપિસોડ અચૂક જુઓ.
પાટણની ઐતિહાસિક ધરતી પર 1200 વર્ષનો ભવ્ય વારસો સચવાયેલો છે. 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) ની ટીમે પાટણના બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ ભરત પંચાલ (Bharat Panchal) સાથે ખાસ સંવાદ કર્યો હતો. તેઓ માત્ર એક કુશળ ઝવેરી (Jeweller) જ નથી, પરંતુ ફેસ રીડિંગ (Face Reading) ની અનોખી કળા અને આધ્યાત્મિક વારસો પણ ધરાવે છે.
Studio On Wheels Bharat Panchal: પાટણ: સંસ્કૃતિ અને વિરાસતનું કેન્દ્ર
પાટણનો ઇતિહાસ અંદાજે 1200 વર્ષ જૂનો છે, જેની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. સોલંકી અને વાઘેલા વંશ દરમિયાન પાટણ એક સમૃદ્ધ નગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતી.
આ પણ વાંચો---- Studio on Wheels Bhuj: ભૂજીયો ડુંગર, એક તરફ સ્મૃતિવનનો વિકાસ, બીજી તરફ વિરાસતનો વિનાશ?, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
વર્લ્ડ હેરિટેજ- રાણીની વાવ (Rani Ki Vav) આજે યુનેસ્કોની યાદીમાં સ્થાન પામી છે અને પ્રવાસન (Tourism) ક્ષેત્રે નંબર વન છે.
અન્ય જોવાલાયક સ્થળો- સહસ્ત્રલિંગ તળાવ અને રુદ્રમહાલય જેવા સ્થળો પાટણની ગૌરવશાળી વિરાસત (Heritage) ના પ્રતીક છે.
પટોળું અને હસ્તકળા- પાટણનું પટોળું (Patola) અને જ્વેલરી ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે.
Studio On Wheels Bharat Panchal: ભરત પંચાલ, મૂર્તિકાર, અભિનેતા અને ફેસ રીડર
ભરતભાઈ પંચાલ પાસે ભગવાને આપેલી અનોખી ભેટ (God Gift) છે. તેઓ સામેવાળા વ્યક્તિનો ચહેરો વાંચીને તેના મનની સ્થિતિ જાણી લે છે.
Studio On Wheels Bharat Panchal: ફેસ રીડિંગ કળા
આ કળા તેમને તેમના પૂર્વજો અને ગુરુ મહારાજના આશીર્વાદથી મળી છે. તેઓ સ્ટેચ્યુ મેકિંગ (Statue Making) અને વેક્સ મૂર્તિઓ બનાવવામાં પણ નિષ્ણાત છે.
Studio On Wheels Bharat Panchal: જીવન રક્ષક
તેમની આ કળાનો ઉપયોગ કરીને તેમણે ડિપ્રેશનમાં (Depression) રહેલા અને આત્મહત્યાના વિચારો ધરાવતા ૨૫ થી ૫૦ થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
Studio On Wheels Bharat Panchal: અભિનય ક્ષેત્ર
તેઓ અનેક ફિલ્મો અને જાહેરાતોમાં (Advertisements) પણ કામ કરી ચૂક્યા છે.
Studio On Wheels Bharat Panchal: પાટણના વિકાસ માટેની અપેક્ષા
ભરતભાઈના મતે પાટણને વધુ વિકસાવવા માટે હેરિટેજ પથ (Heritage Path) બનાવવાની જરૂર છે. રાણીની વાવથી કોટ વિસ્તાર સુધી જો વ્યવસ્થિત ડેવલપમેન્ટ (Development) કરવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળી શકે છે. ખાસ કરીને રાણી નાયિકા દેવી (Rani Naikadevi) ના શૌર્યને બિરદાવતું વિશાળ મ્યુઝિયમ (Museum) બને તેવી પાટણવાસીઓની પ્રબળ ઈચ્છા છે.
આ સંવાદ દ્વારા પાટણની વિરાસતને જાળવવા અને ભરતભાઈ જેવા ઉમદા વ્યક્તિત્વ દ્વારા થતા માનવતાવાદી કાર્યોની સરાહના કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Studio on Wheels Patan: પીવાની નહીં ખાવાની મજા! લાલુમલની લસ્સી પંજાબને પણ ટક્કર મારે તેવો સ્વાદ, PM મોદીના પિતા સાથે છે ખાસ નાતો


