Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : સાસુ-વહુ નહીં પણ પાક્કી બહેનપણીઓ ! ભાવનગરના મહિલા મંડળનો જિંદગી જીવવાનો અનોખો અંદાજ

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટનો લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) તાજેતરમાં ભાવનગર (Bhavnagar) પહોંચ્યો હતો. અહીં વસંત મસાલા (Vasant Masala)ના સથવારે શહેરની ગૃહિણીઓ સાથે એક વિશેષ મુલાકાત યોજાઈ હતી, જેમાં બહેનોએ ઘરના કામકાજમાંથી સમય કાઢીને પોતાની જિંદગી કેવી રીતે જીવવી જોઈએ, તેની સુંદર ઝલક રજૂ કરી હતી.
studio on wheels   સાસુ વહુ નહીં પણ પાક્કી બહેનપણીઓ   ભાવનગરના મહિલા મંડળનો જિંદગી જીવવાનો અનોખો અંદાજ
Advertisement
  • Studio on Wheels : ભાવનગરની ગૃહિણીઓએ કીટી પાર્ટીમાં મચાવી ધૂમ
  • જિંદગી જીવવી હોય તો આ બહેનો પાસેથી શીખો, જબરદસ્ત છે અંદાજ
  • વસંત મસાલા 'પ્યાર તો હોના હી થા': ભાવનગરની મહિલાઓએ ખોલ્યા દિલના ભેદ
  • દેરાણી-જેઠાણી નહીં પણ પાક્કી બહેનપણીઓ, ભાવનગરના મહિલા મંડળની અનોખી સફર
  • માત્ર મનોરંજન નહીં પણ સેવા, ભાવનગરની નારી શક્તિનું સામાજિક અભિયાન

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટનો લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) તાજેતરમાં ભાવનગર (Bhavnagar) પહોંચ્યો હતો. અહીં વસંત મસાલા (Vasant Masala)ના સથવારે શહેરની ગૃહિણીઓ સાથે એક વિશેષ મુલાકાત યોજાઈ હતી, જેમાં બહેનોએ ઘરના કામકાજમાંથી સમય કાઢીને પોતાની જિંદગી કેવી રીતે જીવવી જોઈએ, તેની સુંદર ઝલક રજૂ કરી હતી.

Studio on Wheels : જિંદગી કોઈની રાહ નથી જોતી !

ભાવનગરના નવગામ ભાવસાર મહિલા મંડળની બહેનોએ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, સ્ત્રીઓ માટે ઘરના 4/4 ના રસોડામાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. ગ્રુપના પ્રમુખે જણાવ્યું કે, છેલ્લા 5-6 વર્ષથી તેઓ આ મંડળ ચલાવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બહેનોમાં રહેલા હુનર (Skill) ને બહાર લાવવાનો અને તેમને સામાજિક રીતે સક્રિય કરવાનો છે.

Advertisement

જિંદગી જીવવાની જડીબુટ્ટી- ભાવસાર મહિલા મંડળ

છેલ્લા 5 વર્ષથી કાર્યરત આ મહિલા ગ્રુપમાં 80 થી વધુ બહેનો જોડાયેલી છે. આ બહેનો દર મહિને મળે છે અને માત્ર આનંદ-પ્રમોદ જ નહીં, પણ એકબીજાના સુખ-દુઃખની ભાગીદાર પણ બને છે. બહેનોએ ખૂબ જ સુંદર વાત કરી કે, "જિંદગી રાહ નથી જોતી, આપણે એને જીવવી જોઈએ." અહીં સાસુ-વહુ અને દેરાણી-જેઠાણીના સંબંધો બાજુ પર મૂકીને તેઓ એક શ્રેષ્ઠ સખી (Best Friends) તરીકે પળ માણતી જોવા મળી હતી.

Advertisement

સામાજિક જવાબદારી અને સેવા

આ ગ્રુપ માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી. આ બહેનો અનેક સામાજિક પ્રવૃત્તિઓ (Social Activities) પણ કરે છે. જેમાં સૌથી પહેલા તેઓ જરુરિયાતંદ લોકોની આર્થિક મદદ કરે છે. તેમજ બહેનો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું પ્રદર્શન યોજી તેમને પ્રોત્સાહન આપવાનું કામ પણ કરે છે. તેમજ પરિવારના સહયોગથી આર્થિક રીતે પગભર બનવાની દિશામાં પણ કામ કરે છે.

વસંત મસાલાનો સ્વાદિષ્ટ સથવારો

"શુદ્ધતા એવી, મમતા જેવી" સૂત્રને સાર્થક કરતા વસંત મસાલા (Vasant Masala) આ કાર્યક્રમમાં સહયોગી બન્યું હતું. ગૃહિણીઓએ રસોઈ (Cooking) પ્રત્યેના પોતાના શોખ અને પ્રિય વાનગીઓ વિશે ચર્ચા કરી હતી. વસંત મસાલા તરફથી તમામ બહેનોને શુદ્ધ મસાલાની ભેટ આપી તેમના સ્વાદિષ્ટ ભોજનમાં મમતાનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

રસપ્રદ ગેમ્સ અને મનોરંજન

કાર્યક્રમના અંતે બહેનો માટે રસોડાની વસ્તુઓ ઓળખવાની એક મજેદાર ગેમ રાખવામાં આવી હતી. જેમાં બહેનોએ બંગડીના રાઉન્ડમાં રસોડામાં વપરાતી ગોળ વસ્તુઓના નામ લખ્યા હતા. આ હળવી પળોએ સાબિત કર્યું કે સ્થિતિ ગમે તેવી હોય પરંતુ જીવનને આનંદથી જીવવું જોઈએ.

આ પણ વાંચો :  Studio on Wheels Gopinath Mandir: ગઢડાના ગોપીનાથજી અને દ્વારકાના કાળિયા ઠાકર એક જ છે! એસ.પી. સ્વામીએ ખોલ્યા ધર્મના ગૂઢ રહસ્યો

Tags :
Advertisement

.

×