Studio On Wheels Bhavnagar: ભાવનગરના ખેડૂતોનો ક્રાંતિકારી અનુભવ, બોટલમાં આવ્યું ખાતર અને આવક થઈ બમણી!
- Studio On Wheels Bhavnagar: બોરીનું કામ હવે બોટલમાં!
- ભાવનગરના અમરગઢમાં નેનો ડીએપીનો જાદુ
- ખેડૂતોની આવકમાં ધરખમ વધારો
- જમીન બચશે તો જ ખેતી ટકશે
- અળસિયા પાછા લાવનાર IFFCO નેનો ખાતરે ખેડૂતોમાં જગાવ્યો નવો આશાવાદ
- ખેતીમાં 'ટેકનોલોજી'નો એક્કો!
- નેનો ડીએપીના પટથી પાકનો વિકાસ થયો ઝડપી, જાણો શું કહે છે ભાવનગરના ખેડૂતો
Studio On Wheels Bhavnagar: ભાવનગરના ખેડૂતોએ નેનો ડીએપી અને નેનો યુરિયાના ઉપયોગથી ખેતી ખર્ચમાં 50% નો ઘટાડો અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેળવ્યો છે. ભારતભરમાં ખેતી ક્ષેત્રે 'ટેકનોલોજી અને પરંપરા'નો સંગમ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અમરગઢ (Amargadh) ગામના ખેડૂતોએ ઇફ્કો (IFFCO) દ્વારા વિકસાવવામાં આવેલ નેનો ડીએપી (Nano DAP) અને નેનો યુરિયા (Nano Urea) નો ઉપયોગ કરીને ખેતીમાં ક્રાંતિકારી પરિણામો મેળવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, હવે તેઓ 'બોરી છોડીને બોટલ' (Bags to Bottles) તરફ વળ્યા છે.
આ પણ વાંચો--- Studio on Wheels : કોણ કહે છે અંધાપો અંધકાર છે? ભાવનગરના આ વ્યક્તિએ દ્રષ્ટિ ગુમાવી પણ હજારોનું જીવન રોશન કર્યું!
Studio On Wheels Bhavnagar: ઓછા ખર્ચે વધુ ઉત્પાદન
અમરગઢના પ્રગતિશીલ ખેડૂતોના મતે, પરંપરાગત ખાતરની થેલીઓ પાછળ થતો 50% ખર્ચ હવે બચી રહ્યો છે. નેનો ડીએપીનો પટ (Seed Treatment) આપીને વાવેતર કરવાથી પાક વહેલો અને વધુ ગ્રીનરી (Greenery) સાથે ઉગી નીકળે છે. એક ખેડૂતે નોંધ્યું કે પટ મારેલા ધાણા 8 દિવસે ઉગી જાય છે, જ્યારે પટ વગરના ધાણાને ઉગતા ૧૨-૧૩ દિવસ લાગે છે.
નેનો ખાતરના મુખ્ય ફાયદાઓ (Key Benefits of Nano Fertilizer)
મૂળનો વિકાસ (Root Development)- નેનો ડીએપીના પટથી છોડના મૂળની લંબાઈ ત્રણ થી ચાર ગણી વધી જાય છે, જેનાથી છોડ જમીનમાંથી પોષક તત્વો વધુ સારી રીતે ખેંચી શકે છે.
જમીનની ફળદ્રુપતા (Soil Fertility)- રાસાયણિક ખાતરો જમીનને કઠણ બનાવતા હતા, જ્યારે નેનો ખાતરના સ્પ્રે (Spray) ફોર્મને કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને અળસિયા (Earthworms) ફરી જીવંત જોવા મળી રહ્યા છે.
તાત્કાલિક રિઝલ્ટ (Quick Results)- પાંદડા પર સીધો છંટકાવ થતો હોવાથી છોડને ૧૦૦% પોષણ મળે છે અને વેસ્ટ જતું નથી
બાગાયતી ખેતીમાં આશીર્વાદ (Boon for Horticulture)
શાકભાજી અને લીંબુ જેવા બાગાયતી પાકોમાં નેનો ખાતર અને સાગરિકાના (Sagarika) ઉપયોગથી ફળની ગુણવત્તા અને ચમક વધી છે.
ખેડૂતોની સરકાર પાસે અપેક્ષા
વાતચીત દરમિયાન ખેડૂતોએ બે મહત્વના સૂચનો પણ કર્યા હતા
સબસીડીના (Subsidy) સમયે જ ભાવ ઘટાડવાને બદલે કાયમી ધોરણે ભાવમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂતોને રાહ જોવી ન પડે
નાની બોટલની સાથે મોટી બોટલનું પેકેજિંગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.
ભાવનગરના ખેડૂતોનો આ જાતઅનુભવ સાબિત કરે છે કે જો ખેડૂત સમય સાથે ટેકનોલોજીનો (Technology) ઉપયોગ કરશે, તો જ તે લાંબાગાળે ખેતીમાં ટકી શકશે. નેનો ટેકનોલોજી માત્ર ખર્ચ ઘટાડતી નથી, પરંતુ જમીન અને સ્વાસ્થ્ય બંનેને સુરક્ષિત રાખે છે
આ પણ વાંચો---- Studio on Wheels Palitana: જમીનમાં પાછા આવ્યા અળસિયા, પાક થયો બમણો! IFFCO ના નેનો ખાતરનો કમાલ


