Studio on Wheels Bhuj: ભૂજીયો ડુંગર, એક તરફ સ્મૃતિવનનો વિકાસ, બીજી તરફ વિરાસતનો વિનાશ?, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
- Studio on Wheels Bhuj: રક્ષણ આપતી દીવાલો જ બની લાચાર
- ભુજની ઓળખ સમાન ભૂજીયા કિલ્લાની દયનીય હાલત, તંત્ર કેમ મૌન?
- વિકાસમાં પક્ષપાત?, સ્મૃતિવન ચકાચક પણ ભુજંગ નાગના મંદિરના પગથિયાં જર્જરિત,
- ઐતિહાસિક ધરોહર સંકટમાં, શ્રદ્ધાળુઓ પરેશાન
- ભુજનો ગૌરવશાળી ભૂજીયો ડુંગર હવે રક્ષણની કરી રહ્યો છે માંગ
- એક તરફ વિકાસની હેલી, બીજી તરફ જર્જરિત દશા
Studio on Wheels Bhuj: ભુજની ઐતિહાસિક શાન ગણાતો ભૂજીયો ડુંગર (Bhujia Dungar) આજે વિકાસ અને ઉપેક્ષાના બે વિરોધાભાસી છેડા પર ઉભેલો જોવા મળે છે. એક તરફ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ભવ્ય સ્મૃતિવન (Smriti Van) પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે, તો બીજી તરફ ડુંગરની અસલી ઓળખ સમાન સદીઓ જૂનો કિલ્લો અને તેની સીડીઓ જર્જરિત હાલતમાં તંત્રના પુનઃઉદ્ધારની (Renovation) રાહ જોઈ રહ્યા છે. આ તમામ હકીકત સ્ટુડિયો ઓન વ્હીલ્સના કેમેરામાં કેદ થઈ છે. આવો જાણીએ શું છે ભૂજીયા ડુંગરની હાલની સ્થિતિ..
ભૂજીયા ડુંગરની એક બાજુ આધુનિક ટેકનોલોજીનો (Technology) ઉપયોગ કરીને ભવ્ય સ્મૃતિવન (Smriti Van) નું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં ઓડિયો-વિઝ્યુઅલ અને લાઈટિંગ ટેકનિક દ્વારા વર્ષ 2001ના ભૂકંપની (Earthquake) અનુભૂતિ કરાવવામાં આવે છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ કંઈક અલગ જ વાસ્તવિકતા (Reality) રજૂ કરે છે. ડુંગરની આ બાજુ આવેલી ઐતિહાસિક સીડીઓ અને કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો---- Studio on Wheels: નર્સિંગ માત્ર વ્યવસાય નહીં, જાણો DI Patel Institute ના સ્ટુડન્ટ્સના સપના અને વિઝન
Studio on Wheels Bhuj: રક્ષણ આપતો કિલ્લો હવે માંગી રહ્યું છે રક્ષણ
રાજાશાહી સમયમાં સુરક્ષાના (Security) હેતુથી બનાવવામાં આવેલો કિલ્લો (Fort) અને તેની દીવાલો હવે કાળના થપેડા અને તંત્રની ઉદાસીનતાને કારણે ખખડધજ થઈ ગઈ છે. 2001ના ભૂકંપ બાદ આ કિલ્લાને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ તેને જાળવવા માટે કોઈ નક્કર જહેમત (Effort) ઉઠાવવામાં આવી નથી. જે દીવાલો એક સમયે ભુજને રક્ષણ આપતી હતી, તે આજે પોતે રક્ષણની માંગ કરી રહી છે.
Studio on Wheels Bhuj: આસ્થાનું કેન્દ્ર અને શ્રદ્ધાળુઓની હાલાકી
ભૂજીયા ડુંગર પર ભુજંગ નાગ મહાદેવનું મંદિર (Bhujang Nag Mahadev Temple) આવેલું છે, જ્યાં દર નાગપંચમીએ (Nag Panchami) હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પગથિયાંની હાલત એટલી ખરાબ છે કે વૃદ્ધો અને અશક્ત લોકો માટે ઉપર ચઢવું અશક્ય બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે હવે નાગદેવતાની પૂજા માટે નીચે એક નાનું મંદિર બનાવવું પડ્યું છે. આસ્થાના આ કેન્દ્રને (Center of Faith) પણ વિકાસની મીટ માંડીને બેસવું પડ્યું છે.
Studio on Wheels Bhuj: વહીવટી તંત્ર સામે સવાલ
સ્થાનિકોમાં અને મુલાકાતીઓમાં વહીવટકર્તાઓ અને રાજનેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠે છે કે જો ડુંગરની એક બાજુનો આટલો સુંદર વિકાસ થઈ શકતો હોય, તો ઐતિહાસિક મહત્વ ધરાવતી બીજી બાજુને કેમ અવગણવામાં (Ignored) આવી રહી છે? ભૂજીયો ડુંગર આજે એક ચાતક પક્ષીની જેમ તેના પુનઃઉદ્ધારની (Renovation) રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો---- Studio on Wheels Kutch: ઉષા રેલોન ટેકનોલોજીએ 60 હજાર ગ્રાહકોનો જીત્યો વિશ્વાસ, જાણો શું છે IPTV સેવા


