Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: રાજનીતિ છોડીને નરેન્દ્રબાપુ કેમ બન્યા સંત? 35 વર્ષની બેદાગ કારકિર્દીનો મોટો ખુલાસો!

Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ ભક્તિ અને શ્રદ્ધાના પાવન ધામ ચોટીલા ખાતે પહોંચી હતી. અહીં એક એવા પવિત્ર સંતની સાથે મુલાકાત કરવામાં આવી જેમના જીવનની સફર રાજનીતિથી શરૂ થઈને પરમ સેવાનીતિ તરફ વળી છે.  મહંત નરેન્દ્રબાપુ (Mahant Narendrabapu) એ 1988 થી 2015 સુધી સક્રિય રાજકારણમાં રહીને, કોર્પોરેશનની ચૂંટણીઓ જીતીને બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી અને OBC નિગમના ચેરમેન તરીકે 35 વર્ષની બેદાગ કારકિર્દી બાદ, તેઓ ગુરુના આદેશથી લોકસેવાના રંગમાં રંગાઈ ગયા.
studio on wheels  રાજનીતિ છોડીને નરેન્દ્રબાપુ કેમ બન્યા સંત  35 વર્ષની બેદાગ કારકિર્દીનો મોટો ખુલાસો
Advertisement

Studio on Wheels : 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ ભક્તિ અને શ્રદ્ધાના પાવન ધામ ચોટીલા ખાતે પહોંચી હતી. અહીં એક એવા પવિત્ર સંતની સાથે મુલાકાત કરવામાં આવી જેમના જીવનની સફર રાજનીતિથી શરૂ થઈને પરમ સેવાનીતિ તરફ વળી છે.  મહંત નરેન્દ્રબાપુ (Mahant Narendrabapu) એ 1988 થી 2015 સુધી સક્રિય રાજકારણમાં રહીને, કોર્પોરેશનની ચૂંટણીઓ જીતીને બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી અને OBC નિગમના ચેરમેન તરીકે 35 વર્ષની બેદાગ કારકિર્દી બાદ, તેઓ ગુરુના આદેશથી લોકસેવાના રંગમાં રંગાઈ ગયા. સતાધાર (Satadhar) ની ભવ્ય પરંપરા સાથે જોડાયેલા બાપુનો આ સંવાદ આધ્યાત્મિક શાંતિ અને માનવસેવાનો અદભુત સંદેશ આપે છે.

ચોટીલાના મહંત નરેન્દ્રબાપુનો અનોખો સેવા યજ્ઞ

1 જૂન 2014 ના રોજ ગુરુદેવ જીવરાજ બાપુના આદેશથી સ્થાપિત થયેલા આપાગીગા ઓટલો આશ્રયસ્થાનમાં આજે 4 મોટા હોલ અને 570 રૂમ ઉપલબ્ધ છે, જ્યાં શ્રદ્ધાળુઓ માટે 365 દિવસ અને 24 કલાક વિનામૂલ્યે ભોજન પ્રસાદ તથા રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે.આ આશ્રમની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં પ્રવેશદ્વાર કે દરવાજો જ નથી. બાપુના મતે, "જ્યાં ઈશ્વરની કૃપાથી 24 કલાક સેવા ચાલતી હોય ત્યાં દરવાજાની કોઈ જરૂર જ નથી."

Advertisement

ગુરુપરંપરાનું જતન

સતાધારની ભવ્ય પરંપરાના વારસદાર તરીકે, પૂજ્ય જીવરાજ બાપુએ સંપૂર્ણ વિધિ-વિધાન અને સાધુ-સંતોની હાજરીમાં નરેન્દ્રબાપુને શિષ્ય તરીકે સ્થાપિત કરીને ગુરુપરંપરા સાચવવાનો સંકલ્પ સોંપ્યો હતો.

Advertisement

અન્નદાન અને વિદ્યાદાન

બાપુ માત્ર અન્નક્ષેત્ર જ નહીં, પરંતુ શિક્ષણને પણ એટલું જ મહત્વ આપે છે. તેમના આશ્રમમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે વ્યસનમુક્ત રહીને અભ્યાસ કરે છે, જેમને ભગવાન પહેલા પોતાના માતા-પિતાના ચરણોમાં વંદન કરવાના સંસ્કાર આપવામાં આવે છે.

35 વર્ષની બેદાગ રાજકીય સફર

35 વર્ષ સુધી સત્તામાં રહ્યા છતાં કોઈ આંગળી ન ચીંધી શકે તેવી બેદાગ કારકિર્દી ધરાવતા નરેન્દ્રબાપુ આજે માનવસેવાને જ ઈશ્વરની સાચી ભક્તિ માને છે. તેઓ વિનમ્રતાથી સ્વીકારે છે કે, "લોકોની શ્રદ્ધા અને ગુરુદેવના આશીર્વાદથી જ આ બધું ચાલે છે." આધ્યાત્મિક શાંતિ અને માનવસેવાનો આ પ્રેરણાદાયી સંદેશ આપતો અહેવાલ દરેક વ્યક્તિ માટે માર્ગદર્શક છે.

આ પણ વાંચો:  Studio on Wheels: રાજકોટના યુવા નેતા અસલમભાઈ મલેક સાથે રાજકારણ અને રાષ્ટ્રવાદ પર વિશેષ સંવાદ

Tags :
Advertisement

.

×