Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પેંડાના ભાવમાં કાજુ કતરી નહીં! સોનાની ખરીદીમાં થતી ભૂલો અને સાચી સમજ આપતા હેનિલભાઈ સોની

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના Studio on Wheels કાર્યક્રમ અંતર્ગત આજે ટીમ બોટાદ ( Botad) ના આંગણે પહોંચી હતી. આજના વધતી જતી મોંઘવારીના યુગમાં કઈ વસ્તુ 'કવચ-કુંડળ' સમાન સાબિત થઈ શકે? તેનો જવાબ એક જ છે – 'સોનું'. આ વિષય પર બોટાદની પ્રતિષ્ઠિત પેઢી 'જયંતીલાલ નરસિંહદાસ જ્વેલર્સ' ( Jayantilal Narshidar Jewelers) ના ઓનર હેનિલભાઈ સોની (Hanilbhai Soni) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ યોજાયો હતો.
studio on wheels  પેંડાના ભાવમાં કાજુ કતરી નહીં  સોનાની ખરીદીમાં થતી ભૂલો અને સાચી સમજ આપતા હેનિલભાઈ સોની
Advertisement
  • 'Studio on Wheels' ની ટીમ પહોંચી Botad ના આંગણે
  • Dhasa થી Jayantilal Narshidar Jewelers ના માલિક સાથે વિશેષ સંવાદ
  • 'જયંતીલાલ નરસિંહદાસ જ્વેલર્સ'ના હેનિલભાઈએ ખોલ્યા સફળતાના રાજ
  • ઉચ્ચ અભ્યાસ બાદ પોતાના પિતાના વર્ષો જૂના વેપારને આધુનિક વિઝન સાથે આગળ ધપાવ્યો
  • સોનામાં રોકાણ, તેના વળતર અને જ્વેલરી મેકિંગના અનેક રસપ્રદ પાસાઓ વિશે ચર્ચા

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના Studio on Wheels કાર્યક્રમ અંતર્ગત આજે ટીમ બોટાદ ( Botad) ના આંગણે પહોંચી હતી. આજના વધતી જતી મોંઘવારીના યુગમાં કઈ વસ્તુ 'કવચ-કુંડળ' સમાન સાબિત થઈ શકે? તેનો જવાબ એક જ છે – 'સોનું'. આ વિષય પર બોટાદની પ્રતિષ્ઠિત પેઢી 'જયંતીલાલ નરસિંહદાસ જ્વેલર્સ' ( Jayantilal Narshidar Jewelers) ના ઓનર હેનિલભાઈ સોની (Hanilbhai Soni) સાથે એક વિશેષ અને માહિતીપ્રદ સંવાદ યોજાયો હતો. ઉચ્ચ અભ્યાસ બાદ પિતાના 65 વર્ષ જૂના વેપારને આધુનિક વિઝન સાથે આગળ ધપાવતા હેનિલભાઈએ સોનામાં રોકાણ, વળતર અને જ્વેલરીની ખરીદી પાછળના ગૂઢ રહસ્યો વિશે ચર્ચા કરી હતી.

Studio on Wheels માં હેનિલભાઈ સોની સાથે ખાસ સંવાદ

હેનિલભાઈના જણાવ્યા અનુસાર, આ વર્ષે સોનાએ ગત વર્ષની સરખામણીએ 100 % જેટલું વળતર આપ્યું છે. લાંબા ગાળાના વિઝન સાથે સોનામાં રોકાણ કરનારાઓ માટે સોનું હાલમાં સૌથી સુરક્ષિત વિકલ્પ છે.

Advertisement

ગ્રાહકોનો અતુટ વિશ્વાસ

ગ્રાહકોના ભરોસાના કારણે જ તેમની પેઢીએ ચાલુ વર્ષે 45 % થી વધુનો ગ્રોથ નોંધાવ્યો છે. લોકો હવે 'હોલમાર્ક' (HUID) વાળા દાગીના પ્રત્યે વધુ જાગૃત બન્યા છે.

Advertisement

કારીગરોનો હુનર

જ્વેલરી પાછળના અસલી હીરો તેમના કારીગરો છે. તેમણે પશ્ચિમ બંગાળના માસ્ટર કારીગરોના 'કલકત્તી કામ' અને 'યલો ફિનિશિંગ' તેમજ છેલ્લા 35 વર્ષથી જોડાયેલા રાજસ્થાનના કારીગરોના 'જડતર' કામના હુનરના ભરપૂર વખાણ કર્યા હતા.

65 વર્ષની વિરાસત

આ પેઢીનું 65 વર્ષ જૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને હાલમાં ઢસા, ભાવનગર (બે બ્રાન્ચ) તથા સુરત મળીને કુલ 4 શોરૂમ કાર્યરત છે. 74 સભ્યોનો સ્ટાફ એક પરિવારની જેમ આ વિરાસતને આગળ વધારી રહ્યો છે.

સામાન્ય ગ્રાહકો માટે વિશેષ સુવિધા

હેનિલભાઈનું માનવું છે કે સોનું માત્ર શ્રીમંતોની વસ્તુ નથી. મધ્યમ વર્ગના લોકો પણ સરળતાથી સોનું વસાવી શકે તે માટે ખાસ 'EMI ઓપ્શન'ની સુવિધા આપવામાં આવી છે, જેથી ગ્રાહકોનું આર્થિક આયોજન ખોરવાય નહીં.

ખરીદીમાં સાવધાની

હેનિલભાઈએ ગ્રાહકોને ચેતવણી આપતા એક સચોટ અને ગહન વાત કરી હતી કે, "જે લોકો પેંડાના ભાવમાં કાજુ કતરી લેવા જાય છે, તે લોકો સોનાની ખરીદીમાં મોટી ભૂલ કરે છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે સોનામાં સસ્તાની પાછળ દોડવાને બદલે હંમેશા ગુણવત્તા, ફિનિશિંગ અને વિશ્વાસપાત્ર પેઢીની પસંદગી કરવી જોઈએ. ઓનલાઈન રીલ્સ જોઈને જ્વેલરી લેવાને બદલે તેને રૂબરૂ જોઈ, ફીલ કરીને અને કમ્પેર કરીને ખરીદવી જોઈએ.

જૂની વિરાસત અને આધુનિક વિચારસરણીનું ઉત્તમ મિશ્રણ

હેનિલભાઈ સોનીના આ સંવાદે સોનાના માર્કેટની ગ્રાઉન્ડ રિયાલિટી રજૂ કરી છે. તેમણે દરેક ગ્રાહક સાથે વ્યક્તિગત ચર્ચા પર ભાર મૂક્યો છે, જેથી માત્ર વેચાણ નહીં પરંતુ ગ્રાહકને એક સારો અનુભવ મળે. આમ, બોટાદની આ પેઢી જૂની વિરાસત અને આધુનિક વિચારસરણીનું એક ઉત્તમ મિશ્રણ બનીને ઉભરી છે.

આ પણ વાંચો: Vadodara News: બહારનું ખાતા પહેલાં10 વાર વિચારજો! સમોસામાંથી નીકળ્યો વંદો, મહિલાએ મચાવ્યો હોબાળો

Tags :
Advertisement

.

×