Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: 5 ટેક્સીથી 55 લક્ઝરી બસના માલિક સુધી, જાણો કાળુભાઈ સુખવાણીની સફર

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) કાર્યક્રમમાં જૂનાગઢ ( Junagadh) ના જાણીતા ઉદ્યોગપતિ અને મહાસાગર ટ્રાવેલ્સ ( Mahasagar Travels) ના મેનેજિંગ ડિરેક્ટર કાળુભાઈ સુખવાણી (MD Kalubhai Sukhwani) સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
studio on wheels  5 ટેક્સીથી 55 લક્ઝરી બસના માલિક સુધી  જાણો કાળુભાઈ સુખવાણીની સફર
Advertisement
  • Studio on Wheels માં Mahasagar Travels ના MD Kalubhai Sukhwani સાથે સંવાદ
  • 1980 માં 5 ટેક્સીથી શરૂઆત અને 1990 માં પ્રથમ મીની બસ લાવ્યા
  • પહેલા 'Shakti Travels' ના નામે ચાલતો વ્યવસાય 1993 માં 'Mahasagar Travels' બન્યો
  • 1995 માં પબ્લિક ઈશ્યુ દ્વારા ભંડોળ ભેગું કરી કંપનીને નવી ઊંચાઈએ પહોંચાડી

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) કાર્યક્રમમાં જૂનાગઢ ( Junagadh) ના જાણીતા ઉદ્યોગપતિ અને મહાસાગર ટ્રાવેલ્સ ( Mahasagar Travels) ના મેનેજિંગ ડિરેક્ટર કાળુભાઈ સુખવાણી (MD Kalubhai Sukhwani) સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના જીવનના સંઘર્ષથી લઈને સફળતા સુધીની સફર અને ટ્રાવેલ્સ બિઝનેસના વિવિધ પાસાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Studio on Wheels માં Mahasagar Travels ના MD Kalubhai Sukhwani સાથે સંવાદ

કાળુભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત જૂનાગઢમાં હરેશ ટોકીઝ પાસે એક પાન અને હોટલના વેપારથી કરી હતી. ત્યારબાદ તેમણે શક્તિ એજન્સી નામે પાન-બીડીનો હોલસેલ વેપાર પણ સંભાળ્યો હતો. પરિવહન ક્ષેત્રે તેમનો પ્રવેશ 1980ના દાયકામાં 5-6 ટેક્સીઓ સાથે થયો હતો. વર્ષ 1990માં તેમણે પ્રથમ મિની બસ (Swaraj Mazda) ખરીદીને શક્તિ ટ્રાવેલ્સ (Shakti Travels) નામે વ્યવસાય શરૂ કર્યો. વ્યવસાયને મોટા સ્કેલ પર લઈ જવા માટે 1993માં મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ (Mahasagar Travels Ltd) ની સ્થાપના કરી અને 1995માં આશરે સાડા પાંચ કરોડ રૂપિયાનો પબ્લિક ઈશ્યુ (Public Issue) બહાર પાડીને કંપનીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી.

Advertisement

વ્યવસાયિક સંચાલન અને ગ્રાહક સેવા

આજે મહાસાગર ટ્રાવેલ્સ પાસે 55 જેટલી અત્યાધુનિક બસોનો કાફલો છે, જેમાં વોલ્વો (Volvo) અને ભારત બેન્ઝ (BharatBenz) જેવી ગાડીઓ સામેલ છે. છેલ્લા 15 વર્ષથી તેમની ઓપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ઓનલાઇન બુકિંગ (Online Booking) પર આધારિત છે. કાળુભાઈના મતે કસ્ટમર ઈઝ ઓલવેઝ બોસ (Customer is always Boss) ના સૂત્ર સાથે સ્ટાફે મુસાફરો સાથે વિનમ્રતાથી વર્તવું જોઈએ. બસોના મેન્ટેનન્સ માટે તેમનું પોતાનું જ વર્કશોપ છે, જેથી ગાડીની સફાઈ અને સુરક્ષામાં કોઈ કચાશ ન રહે. ખાસ કરીને મહિલા સુરક્ષા (Women Safety) માટે સિંગલ મહિલા મુસાફરની બાજુમાં અન્ય મહિલાને જ બેસાડવાનો નિયમ તેઓ વર્ષોથી અમલી બનાવી રહ્યા છે.

Advertisement

સરકારી નિયમો અને સુરક્ષાના માપદંડો

બસોમાં બનતી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે હવે એઆઈએસ 153 (AIS 153 Code) જેવો કડક કોડ અમલી બનાવ્યો છે. કાળુભાઈએ જણાવ્યું હતું કે હવે માત્ર પ્રમાણિત વર્કશોપ જ બસ બોડી બનાવી શકશે. સ્લીપર બસોમાં હવે ઈમરજન્સી ડોર (Emergency Door), વેન્ટિલેશન ડોર, દરેક કાચ પાસે હેમર (Hammer) અને ફાયર એક્સટિંગ્યુશર (Fire Extinguishers) રાખવા ફરજિયાત છે. આ ઉપરાંત સામેવાળા વાહનચાલકને તકલીફ ન પડે તે માટે સફેદ એલઈડી લાઈટ્સ અને એર હોર્ન પરના પ્રતિબંધ વિશે પણ તેમણે મહત્વની જાણકારી આપી હતી.

બદલાતું જૂનાગઢ અને સામાજિક પરિવર્તન

અંતમાં કાળુભાઈએ જૂનાગઢના જૂના અને નવા કલ્ચર વિશે વાત કરી હતી. તેમના મતે એક સમયે જૂનાગઢમાં કાળવા ચોકની શાન અને ત્યાંના નાસ્તા-પાણીનું જે સામાજિક મહત્વ હતું, તે હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં ઘટતું જાય છે. જૂનાગઢ હવે નવા વિસ્તારોમાં વિસ્તરી રહ્યું છે અને લોકોની જીવનશૈલી પણ બદલાઈ રહી છે. કાળુભાઈની આ સફર એ વાત સાબિત કરે છે કે સખત પરિશ્રમ અને ચોકસાઈથી કોઈપણ વ્યવસાયમાં સફળતાના શિખરો સર કરી શકાય છે.

આ  પણ વાંચો:  Studio On Wheels : ખાખીનો માનવતાવાદી ચહેરો, Botad SP Dharmendra Sharma પાસેથી જાણો શું છે 'દાદા-દાદીના દોસ્ત' પ્રોજેક્ટ

Tags :
Advertisement

.

×