Studio On Wheels: શું છે 8P ફોર્મ્યુલા? જે ગમે તેવા સામાન્ય માણસને બનાવી શકે છે સફળ બિઝનેસમેન
- Studio On Wheels માં રાજકોટના ફાલ્કન પંપના ફાઉન્ડર કમલનયન સોજીત્રાની સફર
- 1994 માં 3 પંપથી શરૂઆત કરી આજે 25 દેશોમાં ફાલ્કન પંપનો ડંકો
- બસમાં બેસી પંપ વેચવા જનારા કમલભાઈ સોજીત્રા આજે છે પંપ ઉદ્યોગના બેતાજ બાદશાહ
- એક ઓરડી અને એક કારીગરથી શરૂ થયેલું વૈશ્વિક સામ્રાજ્ય
- નિષ્ફળતા એ જ સફળતાની ચાવી: ફાલ્કન પંપના ફાઉન્ડરનો અદભૂત બિઝનેસ મંત્ર
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમે રાજકોટ (Rajkot) સ્થિત જાણીતા કંપની ફાલ્કન પંપ (Falcon Pump) ની મુલાકાત લીધી હતી. આ કંપનીના ફાઉન્ડર કમલનયન સોજીત્રા ( KamalNayan Sojitra) ની શૂન્યમાંથી સર્જન કરવાની સંઘર્ષગાથા આજે અનેક યુવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણારૂપ બની છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના માધ્યમથી રજૂ થયેલા આ સંવાદમાં તેમણે પોતાની 32 વર્ષની મશાલ જેવી સફરના અજાણ્યા પાસાઓ રજૂ કર્યા છે.
Studio On Wheels માં રાજકોટના ફાલ્કન પંપના સ્થાપક કમલનયન સોજીત્રાની સફર
કમલનયન સોજીત્રાના મૂળિયા ગ્રામીણ સંસ્કૃતિમાં છે. તેમના બા અને બાપુજી ગામડે રહેતા હતા, જ્યાં તેમના પિતા શિક્ષક (Teacher) તરીકે સેવા આપતા અને માતા ખેતીકામ (Farming) સંભાળતા હતા. વર્ષ 1987 માં તેઓ ભણવા માટે રાજકોટ આવ્યા હતા. મનમાં ઉદ્યોગસાહસિક (Entrepreneur) બનવાનું સ્વપ્ન પહેલેથી જ હતું, પરંતુ બિઝનેસમાં કોઈ ગોડફાધર (Godfather) ન હોવાથી તેમણે શરૂઆતમાં નોકરી કરીને અનુભવ એકત્ર કર્યો હતો.
કમલનયન સોજીત્રાએ 1994 માં 3 પંપથી શરૂઆત કરી
તેમણે જણાવ્યું કે તેઓ ઉપલેટા તાલુકાના એક નાના ગામડામાંથી આવે છે, જ્યાં તેમના પિતા શિક્ષક (Teacher) હતા. વર્ષ 1989 માં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (Diploma Electrical Engineering) પૂર્ણ કર્યા બાદ તેમણે એક પંપ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. વર્ષ 1994 માં તેમણે અને તેમના ભાગીદાર ધીરુભાઈ સુવાગીયાએ ફાલ્કન પંપની સ્થાપના કરી હતી. શરૂઆતમાં માત્ર 10 બાય 20 ફૂટની નાની ઓરડીમાં બે ભાગીદાર અને એક કારીગર (Worker) સાથે કામ શરૂ કર્યું હતું. તે સમયે તેઓ મહિનાના માત્ર ત્રણ પંપ બનાવતા હતા અને જાતે બસમાં મુસાફરી કરી ગામડે ગામડે પંપ વેચવા જતા હતા.
Studio On Wheels Interview With Falcon Pump founder Shri Kamalnayan Sojitra
રાજકોટના ફાલ્કન પંપ પ્રા,લીના ફાઉન્ડર શ્રી કમલનયન સોજીત્રા સાથે વિશેષ સંવાદ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે
માત્ર ગુજરાત ફર્સ્ટ પર@vishvek11 #KamalnayanSojitra #FalconPump #RajkotBusiness… pic.twitter.com/mbGzvJu6FD— Gujarat First (@GujaratFirst) April 17, 2026
તકનીકી સંશોધન અને ટર્નિંગ પોઈન્ટ
કંપનીના વિકાસમાં વર્ષ 1997-98 એક મહત્વનો વળાંક (Turning Point) સાબિત થયો. તે સમયે પ્લાસ્ટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરેલા પંપ નિષ્ફળ ગયા હતા. આ નિષ્ફળતામાંથી શીખ મેળવીને તેમણે સ્ટેનલેસ સ્ટીલ ટેકનોલોજી (Stainless Steel Technology) નું સંશોધન કર્યું, જે આજે ફાલ્કન પંપની મુખ્ય ઓળખ (Identity) બની છે. આજે તેમની પાસે વાવડીમાં 2.5 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું અત્યાધુનિક ઉત્પાદન એકમ (Production Unit) છે.
બિઝનેસના આઠ મહત્વના પિલર (8P Formula)
નવા ઉદ્યોગ સાહસિકો (Entrepreneurs) માટે તેમણે આઠ પી (8P) નો ફોર્મ્યુલા સમજાવ્યો છે:
1. પ્રોડક્ટ (Product): શ્રેષ્ઠ વસ્તુની ડિઝાઇન.
2. પરફોર્મન્સ (Performance): ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા.
3. પ્રોસેસ (Process): અત્યાધુનિક ઉત્પાદન પ્રક્રિયા.
4. પ્લેસમેન્ટ (Placement): યોગ્ય વિતરણ વ્યવસ્થા.
5. પ્રેઝન્ટેશન (Presentation): ગ્રાહક સમક્ષ આકર્ષક રજૂઆત.
6. પોલિસી (Policy): પારદર્શક નીતિઓ.
7. પ્રાઇસ (Price): વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કિંમત.
8. પ્રોફિટ (Profit): આ બધી પ્રક્રિયાના અંતે મળતું ફળ.
સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર પ્રથમ
ફાલ્કન પંપ અત્યારે વિશ્વના 25 થી 30 દેશોમાં નિકાસ (Export) થાય છે. સોજીત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે તેમનું વિઝન માત્ર નફો કમાવવાનું નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ (Nation Building) અને વીજળીની બચત (Energy Saving) કરવાનું છે. તેમણે 'રાષ્ટ્ર દેવો ભવ' અને 'ફિટ એન્ડ ફોર્ગેટ' (Fit and Forget) ના સૂત્ર સાથે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીત્યો છે. વધુમાં, તેઓ સ્કિલ ડેવલપમેન્ટ (Skill Development) પર ભાર મૂકે છે અને પોતાની શાળાના માધ્યમથી બાળકોને ઉદ્યોગોના અનુભવ પૂરા પાડે છે.
ગ્રાહક સંતોષ અને માર્કેટિંગ
શરૂઆતના દિવસોમાં માર્કેટિંગ (Marketing) કોઈ મોટા હોર્ડિંગ્સથી નહીં પરંતુ ગામડે-ગામડે ખેડૂતો વચ્ચે જઈને કરવામાં આવ્યું હતું. ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી ખેડૂતની હાલાકી તેઓ સારી રીતે જાણતા હતા. આજે પણ તેઓ ખેડૂતોને કંપની વિઝિટ (Company Visit) કરાવીને ટેકનોલોજી વિશે માહિતગાર કરે છે જેથી ગ્રાહકોને પૂરતી જાણકારી મળી રહે.
વૈશ્વિક ઓળખ અને ઉદ્યોગ હબ
ફાલ્કન પંપ આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ 25 થી વધુ દેશોમાં એક્સપોર્ટ (Export) થાય છે. ભારત સરકારની ફોરેન ટ્રેડ પોલિસી (Foreign Trade Policy) અને ઉદ્યોગકારોને મળતા સપોર્ટના કારણે આ શક્ય બન્યું છે. રાજકોટમાં 900 થી વધુ અને અમદાવાદમાં 2000 થી વધુ પંપ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે, જ્યારે તામિલનાડુ પંપ ઈન્ડસ્ટ્રીઝનું મુખ્ય હબ (Hub) ગણાય છે.
ટૂંકા રસ્તે ક્યારેય સફળતા મળતી નથી: યુવા પેઢીને સંદેશ
તેમણે યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું કે ટૂંકા રસ્તે ક્યારેય સફળતા મળતી નથી; તેના માટે ધૈર્ય (Patience), મહેનત અને સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની વૃત્તિ હોવી જરૂરી છે. પંપ ઉદ્યોગ માટે આવનારા 25 વર્ષ સુવર્ણ સમય (Golden Period) હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.તેમણે જણાવ્યું કે, નિષ્ફળતામાંથી પણ ઘણું શીખવા મળે છે, પરંતુ અમે ક્યારેય ક્વોલિટી (Quality) સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું નથી. આજે તેઓ ગ્રાહકોને 2 વર્ષની મિકેનિકલ વૉરન્ટી (Mechanical Warranty) આપે છે.
સફળતાનો મંત્ર
કમલનયન સોજીત્રા માને છે કે કોઈ પણ ક્ષેત્રમાં પડકાર (Challenge) તો આવવાના જ, પણ મક્કમ રહીને કામ કરતા રહેવું જોઈએ. સારા કર્મનું ફળ હંમેશા સારું જ મળે છે.
ગુજરાત ફર્સ્ટની વિરાસતથી વિકાસ સુધીની યાત્રા
ગુજરાત ફર્સ્ટ ચેનલની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમ તેના અથાગ સંકલ્પ સાથે 34 જિલ્લાઓની સફરે નીકળી છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા અમે દરેક જિલ્લાના આંગણે પહોંચીશું.તમારા વિસ્તારના પ્રશ્નોને અમે વાચા આપીશું. આ કાર્યક્રમમાં ધર્મ-ધરોહર, સ્વાદિષ્ટ સફર, વિરાસત (Heritage) અને વિકાસની ગાથા,રાજનીતિ (Politics) થી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી (Ground Reality) સુધીની વિગતો તેમજ નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે ખાસ ચર્ચાઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: "કોંગ્રેસ 100 રૂપિયા લઈને મત માંગવા આવશે, પંજો ના આવે એટલા માટે માં શબરીના સોગંધ ખાજો": DyCM Harsh Sanghavi


