Studio On Wheels: 'ભવાની ધામ'ના નિર્માણ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ રચશે નવો ઇતિહાસ, અભિજીતસિંહ બારડનો હુંકાર
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમ પહોંચી મહેસાણા (Mahesana)
- યુવા ક્ષત્રિય ઠાકોર સેના (Yuva Kshatriya Thakor Sena) ના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ( Abhijitsinh Barad) સાથે સંવાદ
- ખાસ વાતચીતમાં સમાજના ઉત્થાન અને 'ભવાની ધામ'(Bhavani Dham) ના ભવ્ય સંકલ્પની વિગતો સામે આવી
- યુવા ક્ષત્રિય ઠાકોર સેનાની આગામી રણનીતિ અંગે ચર્ચા
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (GujaratFirst) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ની ટીમ જ્યારે મહેસાણા (Mahesana) ના આંગણે પહોંચી, ત્યારે વાતાવરણ આસ્થા અને સમાજ શક્તિના સંગમથી ભરાઈ ગયું હતું. ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા યુવા ક્ષત્રિય ઠાકોર સેના (Yuva Kshatriya Thakor Sena) ના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ( Abhijitsinh Barad) સાથે કરવામાં આવેલી ખાસ વાતચીતમાં સમાજના ઉત્થાન અને 'ભવાની ધામ'(Bhavani Dham) ના ભવ્ય સંકલ્પની વિગતો સામે આવી હતી.
1008 વાહનોના કાફલા સાથે નીકળી હતી 'ભવાનીધામ સંકલ્પ યાત્રા'
તાજેતરમાં 18મી જાન્યુઆરીએ ખેરાલુથી અંબાજી સુધી કાઢવામાં આવેલી ભવ્ય રેલીનો ઉલ્લેખ કરતા અભિજીતસિંહ બારડ જણાવ્યું હતું કે, "આ કોઈ સામાન્ય રેલી નહોતી, પણ ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાની અભિવ્યક્તિ હતી." 1008 વાહનોના પ્રચંડ કાફલા સાથે નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા, જે દર્શાવે છે કે સમાજ હવે એક નવા લક્ષ્ય તરફ ગતિ કરી રહ્યો છે.
100 વીઘામાં સાકાર થશે 'ભવાની ધામ'નું સપનું
ક્ષત્રિય ઠાકોર સમાજ વર્ષોથી શક્તિનો ઉપાસક રહ્યો છે. આ આસ્થાને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં 100 વીઘા જમીનમાં ભવ્ય 'ભવાની ધામ'બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
હેતુ:આ ધામ માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પણ સામાજિક પ્રવૃત્તિઓનું હબ બનશે.
એકતાનો મંત્ર: સમાજની કુલ 36 શાખાઓ જે અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલી છે, તેમને એક જ માતૃ સંસ્થા સાથે જોડવાનું લક્ષ્ય છે.
જાહેરાત: વર્ષ 2027માં આ ધામના નિર્માણ માટે ચોક્કસ સ્થળ, તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવશે. આ માટે અનેક 'ભામાશા' અને દાતાઓ પણ આગળ આવ્યા છે.
'શક્તિ'નો સાથ, ગુજરાતમાં
ક્યાં બનશે 'ભવાની' ધામ ?યુવા ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારડ સાથે વિશેષ સંવાદ
ગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દાઓનો મહારથ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે @vishvek11 #AbhijitsinhBarad #KshatriyaThakorSena #StudioonWheels… pic.twitter.com/5LK47393C0
— Gujarat First (@GujaratFirst) January 25, 2026
અઢારેય વર્ણનો સાથ
અભિજીતસિંહ બારડે સ્પષ્ટ કર્યું હતું કે, ઠાકોર સમાજ હંમેશા મહાદેવનો પૂજક અને સનાતન ધર્મનો સેવક રહ્યો છે. 'ભવાની ધામ'નો સંકલ્પ માત્ર એક સમાજ પૂરતો સીમિત નથી, પરંતુ અઢારેય વર્ણને સાથે રાખીને આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. નવી પેઢીને તૈયાર કરવા અને સમાજમાં 'સુવર્ણકાળ' લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભવાની ધામના નિર્માણ માટે સમાજ તૈયાર છે,ભવાની ધામ માટે સમાજમાં ઉત્સાહ અને ઊર્જા છે. ભવાની ધામ માટે દાતાઓ, ભામાશા તૈયાર છે"
ક્ષત્રિયનો દીકરો રાજનીતિ નહીં કરે તો કોણ કરશે: અભિજીતસિંહ બારડ
રાજનીતિ અંગેના પ્રશ્ન પર અભિજીતસિંહ બારડ ખૂબ જ નિખાલસતાથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે,ક્ષત્રિયનો દીકરો રાજનીતિ નહીં કરે તો કોણ કરશે ? "રાજનીતિ સાચી દિશામાં અને બધાનું ભલું થાય તે રીતે થવી જોઈએ. હું કોઈ વ્યક્તિગત સ્વાર્થ સાધવા નથી નીકળ્યો, પણ સમાજને ધારાસભ્યથી લઈને ધારાશાસ્ત્રી (વકીલ) સુધીની દરેક પોઝિશન પર બેઠેલા જોવા માંગુ છું, સમાજના અગ્રણીઓએ આશીર્વાદ આપ્યા છે , અમને પ્રત્યક્ષ અને પરોક્ષ સમર્થન મળ્યું છે, સમાજને ધારાસભ્યથી લઈ ધારાશાસ્ત્રી જોઈએ છે"
વર્ષ 2015માં યુવા ક્ષત્રિય સેવા સંગઠનનું નિર્માણ કર્યું: અભિજીતસિંહ બારડ
તેમણે વર્ષ 2015માં સ્થાપેલી પોતાની સંસ્થા અને સમાજ પ્રત્યેની જવાબદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું કે, વર્ષ 2015માં યુવા ક્ષત્રિય સેવા સંગઠનનું નિર્માણ કર્યું,જૂના સંગઠનમાં રાજીનામું આપી નવું સંગઠન બનાવ્યું,
આ પણ વાંચો: Studio on Wheels: જ્યાં સપનાઓને મળે છે પાંખ! પાલનપુરનું આ કેમ્પસ છે આધુનિક શિક્ષણનું જીવતું જાગતું ઉદાહરણ


