Studio on Wheels: જેમના કામની ગુંજ સંસદમાં સંભળાઈ તેવા 'વોટરમેન' દિલીપભાઈ સખિયા સાથે સંવાદ
- ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા સાથે ' Studio on Wheels'ની ખાસ મુલાકાત
- જેમના કામની ગુંજ સંસદમાં સંભળાઈ તેવા જળસેવક સાથે ખાસ સંવાદ
- સૌરાષ્ટ્રના 'વોટરમેન' દિલીપભાઈ સખિયાનો સંકલ્પ
- દિલીપભાઈ સ જળ સંચય દ્વારા બદલી રહ્યા છે ખેડૂતોનું નસીબ
- 9,000 થી વધુ જળ સ્ટ્રક્ચર અને 100% સમર્પણ
- ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવાનું મિશન
Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં આજે એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરવામાં આવી જેમણે પાણીને 'કાચું સોનું' માનીને સૌરાષ્ટ્રની ધરાને હરિયાળી બનાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટના ગીરગંગા પરિવાર ટ્રસ્ટ (Girganga Parivar Trust) ના પ્રમુખ અને 'વોટરમેન' તરીકે જાણીતા દિલીપભાઈ સખિયા સાથે જે.ડી. ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી.
Studio on Wheels માં Girganga Parivar Trust ના પ્રમુખ Dilipbhai Sakhiya સાથે વિશેષ સંવાદ
દિલીપભાઈ સખિયા મૂળ ખેડૂત પુત્ર છે અને લાંબો સમય કિસાન સંઘમાં સક્રિય રહ્યા છે. ખેડૂતોની સમસ્યાઓને નજીકથી જોતા તેમને સમજાયું કે 99% સમસ્યાઓનું મૂળ 'પાણી' છે. જો જગતના તાતને પૂરતું પાણી મળી જાય, તો તે રાત-દિવસ મહેનત કરીને આખા વિશ્વનું પેટ ભરી શકે છે. આ વિચાર સાથે તેમણે પોતાની તમામ શક્તિ જળ સંચયના કાર્યોમાં લગાવી દીધી.
જળ સંચયનું ભગીરથ કાર્ય
પાણી કુદરતની અમૂલ્ય ભેટ છે અને દિલીપભાઈ માને છે કે "પાણીનું એક ટીપું પણ 100 કીડીનો ખોરાક છે." આ મંત્ર સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટે છેલ્લા 3 વર્ષમાં આંકડાકીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
9,000 થી વધુ સ્ટ્રક્ચર: અત્યાર સુધીમાં ચેકડેમ, તળાવો અને બોર રિચાર્જ જેવા 9,000 થી વધુ જળ સંચયના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે.
કાર્યરત પ્રોજેક્ટ્સ:હાલમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ 255 થી વધુ સ્થળોએ જળ સંચયના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે.
ધ્યેય: તેમનું લક્ષ્ય છે કે વરસાદનું એક પણ ટીપું દરિયામાં વ્યર્થ ન જાય અને દરેક ટીપાનો ધરતીના પેટાળમાં સંગ્રહ થાય.
Studio On Wheels Interview WithPresident of Girganga Family Trust Dilipbhai Sakhia
રાજકોટથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા સાથે વિશેષ સંવાદ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે
માત્ર ગુજરાત ફર્સ્ટ પર@jdgujarati #DilipSakhia #GujaratNews #SaveWater #JalSanchay… pic.twitter.com/GMtkfV2EVz— Gujarat First (@GujaratFirst) April 30, 2026
ગૌસેવા અને સંસ્કૃતિનું જતન
દિલીપભાઈની સફર ગૌસેવાથી જ શરૂ થઈ હતી. ગીરગંગા ટ્રસ્ટ પાસે હાલમાં 200 જેટલી શુદ્ધ ગીર ગાયો છે. છેલ્લા 18 વર્ષથી તેઓ પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને કાચની બોટલમાં ગૌમાતાનું શુદ્ધ દૂધ ઘરે-ઘરે (ડોર-ટુ-ડોર) પહોંચાડી રહ્યા છે. તેમના મતે ગાય એ પ્રકૃતિ અને સંસ્કૃતિનો આધાર છે.
લોકસભા અને રાજ્યસભામાં ગૌરવવંતો ઉલ્લેખ
દિલીપભાઈના કાર્યોની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચી છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ, પરષોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સંસદના બંને ગૃહોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંચયના મોડેલની પ્રશંસા કરી છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે
ગામડાઓમાં પારદર્શક કાર્યપદ્ધતિ
ટ્રસ્ટ કોઈપણ ગામમાં કામ શરૂ કરતા પહેલા ત્યાંના સ્થાનિક લોકોની 10-12 સભ્યોની કમિટી બનાવે છે. આ કમિટી જ નાણાકીય વ્યવહાર અને કામની દેખરેખ રાખે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. દિલીપભાઈ કહે છે કે, "જ્યારે ખેડૂતોને એક પાણ (પાણી) ઘટે છે ત્યારે તેઓ રોતા હોય છે, અને જ્યારે પાણી મળે છે ત્યારે તેઓ અમને ભગવાન માને છે."
જળ જાગૃતિ: એક જન આંદોલન
સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ અને જરૂરિયાત
સૌરાષ્ટ્રની જમીન પથરાળ હોવાથી ત્યાં પાણી ઉતારવું પડકારજનક છે. આ માટે ચેકડેમ, તળાવો ઊંડા કરવા, બોર રિચાર્જ અને કુવા રિચાર્જ જેવા કાર્યો અનિવાર્ય છે. દિલીપભાઈએ અપીલ કરી છે કે લોકો પોતાના જન્મદિવસ કે લગ્ન તિથિ નિમિત્તે 'જળ મંદિર' (ડેમ) બનાવવામાં સહયોગ આપે.
દિલીપભાઈએ કરી ભાવુક અપીલ
મુલાકાતના અંતે દિલીપભાઈએ ભાવુક અપીલ કરતા કહ્યું કે, "માણસ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી જેટલું પાણી વાપરે છે, એટલું પાણી તો તેણે બચાવવું જ જોઈએ." ભવિષ્યમાં જો વિશ્વયુદ્ધ થશે તો તે પાણી માટે થશે, માટે અત્યારથી જ જાગૃત થઈને જળ સંચય એ જ એકમાત્ર વિકલ્પ છે.દિલીપભાઈ સખિયાનો આ સંકલ્પ સૌરાષ્ટ્રની ધરાને ફરીથી હરિયાળી બનાવવાની દિશામાં એક મજબૂત કદમ છે. તેમની વાત પરથી એક જ સંદેશ મળે છે: "પાણી બચાવો, પ્રકૃતિ બચાવો."
આ પણ વાંચો: Studio on Wheels: રાજકીય ઓફરોને ઠોકર મારી ગોંડલમાં શિક્ષણની જ્યોત જગાવનાર ગોપાલભાઈ ભુવાની પ્રેરણાદાયી સફર


