Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: CM ની રુ.1500 કરોડની ભેટ! Mehsana માં વિકાસની તેજ રફ્તાર પર MLA મુકેશભાઈ પટેલનું મોટું નિવેદન

Studio on Wheels : ઉત્તર ગુજરાતનું હૃદય અને રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણા (Mehsana) માં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) નું ખાસ અભિયાન 'Studio On Wheels' પહોંચ્યું હતું આ વિશેષ એપિસોડમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ (MLA Mukeshbhai Patel) સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો,
studio on wheels  cm ની રુ 1500 કરોડની ભેટ  mehsana માં વિકાસની તેજ રફ્તાર પર  mla મુકેશભાઈ પટેલનું મોટું નિવેદન
Advertisement
  • ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નું Studio On Wheels મહેસાણા (Mehsana) માં
  • રાજકારણની લેબોરેટરી મહેસાણા (Mehsana) માં MLA સાથે સીધો સંવાદ
  • મહેસાણાના પ્રશ્નો અને વિકાસ પર MLA મુકેશભાઈ પટેલ (MLA Mukeshbhai Patel) સાથે વિશેષ ચર્ચા
  • મહેસાણા (Mehsana)  માં વિકાસની તેજ રફ્તાર પર ધારાસભ્યનું મોટું
  • CMએ આપી રુ.1500 કરોડની ગ્રાન્ટ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલે (MLA Mukeshbhai Patel) ગણાવ્યા વિકાસના કામો

Studio on Wheels : ઉત્તર ગુજરાતનું હૃદય અને રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણા (Mehsana) માં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) નું ખાસ અભિયાન 'Studio On Wheels' પહોંચ્યું હતું આ વિશેષ એપિસોડમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ (MLA Mukeshbhai Patel) સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે મહેસાણાના બદલાયેલા સ્વરૂપ અને ભવિષ્યના આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Studio on Wheels માં મહેસાણા (Mehsana) ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સાથે સીધો સંવાદ

સંવાદ દરમિયાન ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષમાં અને ખાસ કરીને 2001 બાદ સમગ્ર ગુજરાતનો કાયાકલ્પ થયો છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 10 વર્ષમાં વિકાસની ગતિ ડબલ થઈ છે. મુખ્યમંત્રી દ્વારા મહેસાણા વિસ્તાર માટે રુ.1500 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આરોગ્ય અને શિક્ષણ સહિતના તમામ સેક્ટરમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

મહેસાણા: નગરપાલિકાથી મહાનગરપાલિકા સુધીની સફર

મહેસાણાના શહેરી વિકાસ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, હવે મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું છે. છેલ્લા 5 વર્ષમાં શહેરની ખૂબ પ્રગતિ થઈ છે.

પીવાનું પાણી:નર્મદાનું શુદ્ધ પાણી 24 કલાક મળે તે દિશામાં કામગીરી ગતિમાં છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર: શહેરમાં નવા બ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું છે.
શિક્ષણ અને સુવિધા:વિદ્યાર્થીઓને સારું વાતાવરણ મળે તેવા પ્રયાસો અને અદ્યતન આંગણવાડીઓના કામો પ્રગતિ હેઠળ છે.

વિપક્ષ પર પ્રહાર અને વહીવટી કામગીરી

વિપક્ષની આલોચનાઓનો જવાબ આપતા તેમણે કહ્યું કે, "વિપક્ષનું કામ માત્ર આલોચના કરવાનું જ છે, પરંતુ જનતા થોડી પરેશાની સહન કરીને પણ વિકાસને સ્વીકારે છે." તેમણે અધિકારીઓની કામગીરીના પણ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે જરૂર જણાય ત્યાં તેઓ પત્ર લખીને સૂચનો પણ આપે છે. તેમના મતે વિકાસ માત્ર રોડ સુધી સીમિત ન હોવો જોઈએ, પણ તે સર્વગ્રાહી હોવો જોઈએ.

ગુજરાત ફર્સ્ટની અનોખી પહેલ

ગુજરાત ફર્સ્ટની Studio on Wheels પહેલને બિરદાવતા ધારાસભ્યએ તેને સુંદર ગણાવી હતી. આ યાત્રા 90 દિવસમાં 10,000 કિમીની સફર ખેડીને ગુજરાતના 34 જિલ્લાઓમાં ફરશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય, સ્થાનિક પ્રશ્નોને વાચા આપવી. ધર્મ-ધરોહર, વિરાસત અને વિકાસની ગાથા રજૂ કરવી. નેતાઓ, અભિનેતાઓ અને લોક કલાકારો સાથે ગ્રાઉન્ડ રિયાલિટી પર ચર્ચા કરવાનો છે.

આ પણ વાંચો:  "2026ની કરુણ વાસ્તવિકતા vs 2047ના સપના" Amitbhai Chavda એ ગુજરાત બજેટને કેમ ગણાવ્યું નિરાશાજનક?

Tags :
Advertisement

.

×