Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: બજેટ 2026 થી લઈને ડેન્ટલ કેર સુધી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના તેજસ્વી તારલાઓ સાથે ચર્ચા!

ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) ટીમે વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ કેમ્પસની સુવિધાઓ, એનએસએસ (NSS) પ્રવૃત્તિઓ અને બજેટ 2026 વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતી આ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતનું ગૌરવ બની રહી છે.
studio on wheels  બજેટ 2026 થી લઈને ડેન્ટલ કેર સુધી  સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના તેજસ્વી તારલાઓ સાથે ચર્ચા
Advertisement
  • Studio On Wheels: વિસનગરની એસ.કે. યુનિવર્સિટીમાં ગુજરાત ફર્સ્ટનો જમાવડો
  • વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને ગણાવી ઉત્તર ગુજરાતની શાન!
  • યુથ પાર્લામેન્ટ અને એનએસએસમાં એસ.પી.યુ.નો દબદબો
  • દિલ્હી પરેડમાં પણ વિસનગરના વિદ્યાર્થીઓ વગાડે છે ડંકો!
  • જેન-જી જનરેશનનું વિઝન અને કેમ્પસ લાઈફ
  • સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં એસ.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખોલ્યા દિલના પટારા!

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) પ્રોજેક્ટ અંતર્ગત વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (Sankalchand Patel University - SPU) ખાતે પહોંચી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ અને ઈતર પ્રવૃત્તિઓ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા. વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીને ઉત્તર ગુજરાતની શાન ગણાવી હતી.

કેમ્પસ સુવિધાઓ અને શૈક્ષણિક એક્સપોઝર (Campus Facilities)

આયુર્વેદ (Ayurvedic) અને ડેન્ટલ (Dental) વિભાગના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અહીં પ્રાઈવેટ કોલેજો કરતા પણ વધુ સારી સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં આવે છે. ડેન્ટલ વિભાગમાં ઈન્ટર્નશિપ (Internship) કરી રહેલા વિદ્યાર્થીઓએ માહિતી આપી કે અહીં પેશન્ટનો ઘણો ધસારો રહે છે, જેના કારણે તેમને પ્રેક્ટિકલ કામ કરવાનું ઉત્તમ એક્સપોઝર (Practical Exposure) મળે છે. વિદ્યાર્થીઓએ મોઢાની તબિયત જાળવવા માટે દર 6 મહિને ડેન્ટિસ્ટની વિઝિટ લેવાની સલાહ પણ આપી હતી.

Advertisement

બજેટ 2026 અને યુથ પાર્લામેન્ટ (Budget & Youth Parliament)

યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ તાજેતરમાં યુથ પાર્લામેન્ટમાં (Youth Parliament) ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેણે પીએમ મોદીના (PM Modi) કેન્દ્રીય બજેટ 2026 (Union Budget 2026) વિશે વાત કરતા જણાવ્યું કે આ બજેટમાં કૌશલ્ય વિકાસ (Skill Development) અને શિક્ષણ ક્ષેત્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએશનને (Content Creation) એક પ્રોફેશન તરીકે સ્વીકૃતિ મળી છે તે બાબતને તેણે આવકારી હતી.

Advertisement

આ પણ વાંચો----- Studio On Wheels: ઉત્તર ગુજરાતનું શૈક્ષણિક ઘરેણું, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિઝનરી પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સાથેનો ખાસ સંવાદ

NSS  અને કલ્ચરલ એક્ટિવિટીઝ (NSS & Cultural Activities)

એસ.કે. યુનિવર્સિટીમાં એનએસએસ (NSS) યુનિટ ખૂબ જ સક્રિય છે, જેમાં 1000 થી વધુ વોલેન્ટિયર્સ જોડાયેલા છે. આ વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Camp), બેટી બચાવો બેટી પઢાવો અને ટ્રાફિક જાગૃતિ જેવા સામાજિક કાર્યોમાં જોડાય છે. અહીં દર વર્ષે એક વિદ્યાર્થીની પસંદગી દિલ્હી ખાતેની પરેડ (Republic Day Parade) માટે થાય છે. આ ઉપરાંત, યુનિવર્સિટીમાં 'ઉડાન' અને 'થનગનાટ' જેવા વાર્ષિક ઉત્સવો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કળા પ્રદર્શિત કરવાની તક મળે છે.

જેન-જી જનરેશન અને ફ્યુચર વિઝન (Gen-Z Generation)

વિદ્યાર્થીઓએ આજની જનરેશન એટલે કે 'જેન-જી' (Gen-Z) વિશે રસપ્રદ મંતવ્યો આપ્યા હતા. તેમના મતે આ જનરેશન વધુ એજ્યુકેટેડ (Educated) અને તર્કસંગત રીતે વિચારનારી છે. તેઓ માત્ર બીજાના કહેવાથી નહીં પણ પોતાની રીતે એનાલિસિસ (Analysis) કરીને નિર્ણય લે છે. કેટલાક વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં યુપીએસસી (UPSC) ક્લિયર કરીને દેશની સેવા કરવાનું વિઝન પણ વ્યક્ત કર્યું હતું. સ્પોર્ટ્સમાં પણ યુનિવર્સિટી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સ્વિમિંગ પૂલ (Swimming Pool) તૈયાર કરી રહી છે.

આ પણ વાંચો----- Studio On Wheels: કાઠિયાવાડથી કર્ણાટક સુધીની સફર, ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાના 50 વર્ષના રાજકારણનો નીચોડ

Tags :
Advertisement

.

×