Studio On Wheels: કરોડોની મિલકત સૈનિકોને સમર્પિત કરી! જાણો કોણ છે ભાવનગરના આ દાનવીર દાદા?
ભાવનગરના 80 વર્ષીય જનાર્દનભાઈ ભટ્ટે પોતાની આજીવનની કમાણીમાંથી 8.73 કરોડ રૂપિયા સૈનિકો, શિક્ષણ અને આરોગ્ય માટે દાન કરી રાષ્ટ્રપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાદગીભર્યું જીવન જીવતા દાદાએ દરેક ભારતીયને સૈનિકો માટે યોગદાન આપવા અપીલ કરી છે. તેમના આ પ્રેરણાદાયી જીવનને 'ગુજરાત ફર્સ્ટ' તેની વિશેષ યાત્રા દ્વારા જન-જન સુધી પહોંચાડી રહ્યું છે.
Advertisement
- Studio On Wheels: દેશના સૈનિકો માટે સંપતિ કરી સમર્પિત
- ભાવનગરના એક દાદાની અનોખી રાષ્ટ્ર સેવા
- અહેવાલ જોશો તો તમે પણ કહેશો, ગજબની સેવા !
- 8 કરોડ 73 લાખથી વધુની રકમ કરી પ્રદાન
Studio On Wheels: ભારત (India) એ સંતો અને શૂરવીરોની ભૂમિ છે, જ્યાં રાષ્ટ્ર માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પરંપરા સદીઓ જૂની છે. આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે લોકો સંપત્તિ ભેગી કરવામાં વ્યસ્ત છે, ત્યારે ભાવનગરના (Bhavanagar) ના એક વડીલ જનાર્દનભાઈ ભટ્ટ (Janardanbhai Bhatt) એ દેશપ્રેમનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે સાંભળીને કોઈપણ ભારતીયનું મસ્તક ગર્વથી ઝૂકી જાય. જનાર્દન દાદાએ પોતાની આજીવનની કમાણી અને મિલકતમાંથી 8 કરોડ 73 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દેશના સૈનિકો (Soldiers), આરોગ્ય અને શિક્ષણ માટે દાનમાં આપી દીધી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio On Wheels) માં તેમણે ખાસ સંવાદ કર્યો.

