Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Gujarat CREDAI ના ચેરમેન Pareshbhai Gajera સાથે એક્સક્લુઝિવ સંવાદ, જાણો બદલાતા રિયલ એસ્ટેટના ટ્રેન્ડ્સ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ગુજરાતના આર્થિક કેન્દ્ર સમાન રાજકોટ (Rajkot) માં Gujarat CREDAI ના ચેરમેન અને રાજકોટ રિયલ એસ્ટેટના પ્રમુખ પરેશભાઈ ગજેરા (Pareshbhai Gajera) સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો.
studio on wheels  gujarat credai ના ચેરમેન pareshbhai gajera સાથે એક્સક્લુઝિવ સંવાદ  જાણો બદલાતા રિયલ એસ્ટેટના ટ્રેન્ડ્સ
Advertisement
  • Studio on Wheels ની ટીમ પહોંચી Rajkot શહેરમાં
  • Gujarat CREDAI ના ચેરમેન Pareshbhai Gajera સાથે ખાસ વાતચીત
  • રાજકોટના 10,000 ઉદ્યોગોની વૈશ્વિક ઉડાન
  • પરેશભાઈ ગજેરાએ આપ્યો સફળતા અને જીવન દર્શનનો સંદેશ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ગુજરાતના આર્થિક કેન્દ્ર સમાન રાજકોટ (Rajkot) માં Gujarat CREDAI ના ચેરમેન અને રાજકોટ રિયલ એસ્ટેટના પ્રમુખ પરેશભાઈ ગજેરા (Pareshbhai Gajera) સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો.

Studio on Wheels માં Gujarat CREDAI ના ચેરમેન Pareshbhai Gajera સાથે ખાસ વાતચીત

પરેશભાઈ ગજેરાના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકામાં રાજકોટના વિકાસમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે શહેરની ભૌગોલિક સીમાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો જોવા મળ્યો છે રાજકોટમાં આજે 10,000 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. શહેર હવે પ્લેનથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધીના પાર્ટ્સ બનાવવા માટે સક્ષમ બન્યું છે. છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓએ આ વિકાસને વેગ આપ્યો છે.

Advertisement

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય ક્ષેત્રે હરણફાળ

અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવે અને એમ્સ (AIIMS) ની સ્થાપનાથી શહેરના વિકાસને નવી દિશા મળી છે. નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફ્રેટ કોરિડોરની સુવિધા રાજકોટની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.રાજકોટના લોકોની કાર્યક્ષમતા અને નવું કરવાની ધગશને કારણે શહેર સતત આગળ વધી રહ્યું છે.

Advertisement

 રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પરિવર્તન

રાજકોટ સમગ્ર ભારતમાં તેની શ્રેષ્ઠ બાંધકામ ગુણવત્તા માટે પ્રખ્યાત છે. અહીં બિલ્ડરો પોતે સાઈટ પર હાજર રહી ક્વોલિટી પર સીધું ધ્યાન રાખે છે. બિલ્ડરો હવે લોકોની બદલાતી જતી જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજી રહ્યા છે. નવા પ્રોજેક્ટ્સમાં આધુનિક પ્લાનિંગ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજકોટ, મોરબી અને જામનગર વચ્ચેનું ત્રિકોણ રોકાણ માટે એક શ્રેષ્ઠ હબ બની રહ્યું છે

બદલાતી માગ

કોવિડ-19 બાદ લોકોની જરૂરિયાત બદલાઈ છે; હવે ગ્રાહકો મોટા અને સુવિધાજનક ઘરોમાં શિફ્ટ થવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

ભવિષ્યની જરૂરિયાતો અને પડકારો

પરેશભાઈએ નોંધ્યું હતું કે જો સૌરાષ્ટ્રમાં વધુ મલ્ટીનેશનલ કંપનીઓ (MNCs) આવે, તો રાજકોટનો વિકાસ અત્યારની સરખામણીએ દસ ગણો વધી શકે છે.ઉદ્યોગોના વિસ્તરણ માટે વૈશ્વિક કંપનીઓની હાજરી અનિવાર્ય છે .

સામાજિક જવાબદારી

રાજકોટના અગ્રણી પાટીદાર આગેવાન હોવાના નાતે, તેઓ ખોડલધામ અને સરદારધામ જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમણે સામાજિક મૂલ્યો અને જૂની કુટુંબ વ્યવસ્થા જાળવી રાખવા પર પણ ભાર મૂક્યો હતો .સરદારધામ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં 1000 વિદ્યાર્થી અને 1000 વિદ્યાર્થિનીઓ રહી શકે તેવી અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સંસ્થા દીકરીઓના ઉત્થાન અને સામાજિક બંધારણને મજબૂત કરવાના વિઝન સાથે કાર્યરત છે.

પ્રેરણાદાયી જીવન દર્શન

પરેશભાઈએ 'મહેનત એટલે કરો કે કુદરતને આપવું પડે' ના મંત્ર સાથે શોર્ટકટ વગરની મહેનત પર ભાર મૂક્યો હતો. તેમણે આજના સમયમાં સંયુક્ત પરિવારનું મહત્વ અને વડીલો દ્વારા સ્થાપિત કૌટુંબિક વ્યવસ્થા તરફ પાછા વળવાની જરૂરિયાત સમજાવી હતી.

આ પણ વાંચો: Studio On Wheels: 'ટ્રેક્ટર ભરીને ખાતર લાવવાના દિવસો ગયા, હવે બોટલનો જમાનો', ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની નેનો પ્રોડક્ટ્સ

Tags :
Advertisement

.

×