Studio on Wheels: શિક્ષકથી ગ્રીન એમ્બેસેડર સુધીની સફર, 30 વર્ષમાં 50 હજાર વૃક્ષોનું વાવેતર, Mansangji Solanki સાથે વિશેષ સંવાદ
- Gujarat First નું Studio On Wheels પહોંચ્યું Modhera Sunrise Resort
- રિસોર્ટના ગ્રીન એમ્બેસેડર Mansangji Solanki સાથે Dr. Vivek Kumar Bhattનો વિશેષ સંવાદ
- શિક્ષક તરીકેની નોકરીથી શરૂ કરીને છેલ્લા 30 વર્ષમાં 50,000 થી વધુ વૃક્ષો વાવ્યા
- વિદેશી મહેમાનોથી લઈને પ્રી-વેડિંગ શૂટ માટે Modhera Sunrise Resort આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હજારો વૃક્ષોની હરિયાળી અને શાંતિની ક્ષણો વચ્ચે મોઢેરા સનરાઈઝ રિસોર્ટ (Modhera Sunrise Resort) ખાતે પહોંચ્યું છે. અહીં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા રિસોર્ટના ગ્રીન એમ્બેસેડર (Green Ambassador) માનસંગજી સોલંકી (Mansangji Solanki) સાથે એક અત્યંત પ્રેરણાદાયી સંવાદ કરવામાં આવ્યો હતો.
Gujarat First નું Studio On Wheels પહોંચ્યું Modhera Sunrise Resort
માનસંગજી સોલંકીની સફર સૌ કોઈ માટે ઉદાહરણરૂપ છે. એક શિક્ષક (Teacher) તરીકેની નોકરીથી શરૂઆત કરનાર માનસંગજીએ વર્ષ 1995થી સતત વૃક્ષોનું વાવેતર કર્યું છે. છેલ્લા 30 વર્ષમાં તેમણે અંદાજે 50,000 થી વધુ વૃક્ષો વાવ્યા છે. તેમનું માનવું છે કે "વૃક્ષોનું વાવેતર એટલે માણસની સેવા બરાબર" છે. તેમણે જ્યારે સ્કૂલમાં નોકરી કરી ત્યારે પણ ત્યાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને જો કોઈને પાંજરું જોઈતું હોય તો તેઓ પોતે લાવી આપતા હતા.
Studio On Wheels Modhera Sunrise Resort Mansangji Solanki
હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે 'STUDIO ON WHEELS'
મોઢેરા સનરાઈઝ રિસોર્ટના ગ્રીન એમ્બેસેડર શ્રી માનસંગજી સોલંકી સાથે વિશેષ સંવાદ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે@vishvek11 #StudioOnWheels #Modhera #SunriseResort #MansangjiSolanki… pic.twitter.com/93hmjgfuEq— Gujarat First (@GujaratFirst) February 17, 2026
પ્રકૃતિનું જતન અને ઓર્ગેનિક અભિગમ
આ સંવાદમાં પ્રકૃતિ (Nature) પ્રત્યેના લગાવ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, વૃક્ષ વાવવાની સાથે તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમની વિચારધારા સંપૂર્ણપણે ઓર્ગેનિક (Organic) છે અને તેઓ રાસાયણિક (Chemical) પદ્ધતિઓને દૂરથી સલામ કરે છે. રાજ્યપાલ (Governor) સાહેબનો પણ આ જ દિશામાં અભિગમ રહ્યો છે. અહીં આવતા લોકો અનુભવે છે કે સાચો ઓક્સિજન (Oxygen) અહીં જ મળે છે. સ્વાસ્થ્ય માટે કુદરતી વાતાવરણ જરૂરી છે, અને તેથી જ અહીં આવતા મુલાકાતીઓને ખુલ્લા પગે ચાલવાની પણ સલાહ આપવામાં આવે છે.
સનરાઈઝ રિસોર્ટની વિશેષતાઓ
મોઢેરા સૂર્યમંદિર (Modhera Sun Temple) પાસે અને નદી (River) કિનારે આવેલા આ રિસોર્ટમાં પ્રકૃતિની સાથે આધુનિકતાનો સમન્વય જોવા મળે છે:
રહેવાની વ્યવસ્થા: અહીં કુલ 30 રૂમની સુવિધા છે, જ્યાં મુલાકાતીઓને ટેન્ટ સિટી (Tent City) જેવો અનુભવ થાય છે.
બાંધકામ:કુદરતી સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરીને કચ્છી માટીનું લીપણ (Kutchi Mud Plaster) કરવામાં આવ્યું છે.
સુવિધાઓ:પર્યાવરણને ધ્યાનમાં રાખીને EV ચાર્જિંગ સ્ટેશન (EV Charging Station) પણ ઉભા કરવામાં આવ્યા છે.
આકર્ષણ: શહેરના ઘોંઘાટથી દૂર શાંતિ હોવાથી નિવૃત લોકો અહીં પાંચ-પાંચ દિવસ સુધી રોકાય છે. ઉપરાંત, નેચર સાથે પ્રી-વેડિંગ શૂટ (Pre-wedding Shoot) માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં વિદેશી મહેમાનો (Foreign Guests) પણ આવે છે.
Studio on Wheels: 30 વર્ષ, 50,000 વૃક્ષો! Mansangji Solanki સાથે Dr. Vivek Kumar Bhattનો વિશેષ સંવાદ
હજારો વૃક્ષોની હરિયાળી અને શાંતિની ક્ષણો વચ્ચે Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે Modhera Sunrise Resort. અહીં Channel Head Dr. Vivek Kumar Bhatt એ રિસોર્ટના ગ્રીન… pic.twitter.com/SlJTmBeeX4— Gujarat First (@GujaratFirst) February 17, 2026
ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' દ્વારા ગુજરાત ફર્સ્ટની ટીમ 90 દિવસમાં 10,000 કિલોમીટરની યાત્રા ખેડશે અને રાજ્યના 34 જિલ્લાઓમાં સફર કરશે. આ યાત્રાનો મુખ્ય હેતુ વિરાસતથી વિકાસ સુધી, ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર અને રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી (Ground Reality) સુધીની વિગતો લોકો સુધી પહોંચાડવાનો છે. આ સફર દરમિયાન નેતા, અભિનેતા અને લોક કલાકારો સાથે ચર્ચા કરવામાં આવશે અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે.


