Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels: સરહદી સુરક્ષાથી સાયબર ક્રાઈમ સુધી, વાવ-થરાદના નવા SP એ જણાવ્યો પોતાનો 'માસ્ટર પ્લાન'

Studio on Wheels: ગુજરાતના નવનિર્મિત જિલ્લા વાવ-થરાદ (Vav-Tharad) ની શાંતિ, સલામતી અને સુરક્ષાની જવાબદારી હવે અનુભવી અને દ્રઢ મનોબળ ધરાવતા IPS અધિકારી ચિંતનભાઈ તેરૈયા (IPS Chintan Teraiya) ના ખભે છે. ‘ગુજરાત ફર્સ્ટ’ના વિશેષ ઉપક્રમ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ અંતર્ગત સંવાદદાતા ઉમંગ રાવલ સાથેની નિખાલસ વાતચીતમાં SP ચિંતન તેરૈયાએ નવા જિલ્લાની પડકારો અને પોલીસની આગામી રણનીતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
studio on wheels  સરહદી સુરક્ષાથી સાયબર ક્રાઈમ સુધી  વાવ થરાદના નવા sp એ જણાવ્યો પોતાનો  માસ્ટર પ્લાન
Advertisement
  • Studio on Wheels માં વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાના પ્રથમ SP IPS ચિંતનભાઈ તેરૈયા (IPS Chintan Teraiya) સાથે વિશેષ સંવાદ
  • નવા જિલ્લાની સુરક્ષા, સાયબર ક્રાઈમ અને યુવા જાગૃતિ પર ધ્યાન
  • વાવ-થરાદમાં પોલીસ ભરતી તાલીમ કેમ્પની SPએ કરી જાહેરાત
  • વાવ-થરાદની શાંતિ અને સલામતી માટે પોલીસની નવી રણનીતિ

Studio on Wheels: ગુજરાતના નવા રચાયેલા વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાના પ્રથમ જિલ્લા પોલીસ વડા (SP) IPS ચિંતનભાઈ તેરૈયા (IPS Chintan Teraiya) સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના "સ્ટુડિયો ઓન વ્હીલ્સ" (Studio on Wheels) માં થયેલા વિશેષ સંવાદમાં જિલ્લાની શાંતિ, સલામતી અને સુરક્ષા સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંવાદદાતા ઉમંગ રાવલ સાથેની આ નિખાલસ વાતચીતમાં SP તેરૈયાએ જિલ્લાની ભૌગોલિક પડકારો, સાયબર ક્રાઈમ સામેના પગલાં અને યુવાનોને સાચી દિશા આપવાના પ્રયાસો વિશે વાત કરી.

નવો જિલ્લો, પણ અનુભવ જૂનો

વાવ-થરાદના પ્રથમ જિલ્લા પોલીસ વડા તરીકેની જવાબદારી સંભાળતા ચિંતન તેરૈયાએ જણાવ્યું કે, "ભલે જિલ્લો નવો હોય, પરંતુ પોલીસિંગની પદ્ધતિ અને અમારો અનુભવ જૂનો છે. અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે." તેમણે ઉમેર્યું કે નવા બજેટમાં તમામ જરૂરી સેવાઓ મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ વહીવટી કામગીરી પૂર્ણતાના આરે છે.

Advertisement

સરહદી સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્ર પર ભાર

વાવ-થરાદ જિલ્લો ભૌગોલિક રીતે અત્યંત મહત્વનો છે કારણ કે અહીં આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો આવેલી છે.SPએ જણાવ્યું કે,સરહદી સુરક્ષા માટે રેગ્યુલર ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે.આ વિસ્તાર મુખ્યત્વે ખેતી પર આધારિત રૂરલ ઈકોનોમી ધરાવે છે, તેથી ગ્રામીણ પ્રજાને તાત્કાલિક પોલીસ સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Advertisement

સાયબર ક્રાઈમ સામે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’

વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમને સૌથી મોટો પડકાર ગણાવતા SPએ 'ઓપરેશન મ્યુલ હન્ટ' વિશે વિશેષ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, "ઘણા લોકો નજીવા ફાયદા કે લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ અન્યને વાપરવા આપે છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો કરે છે. આ રોકવા માટે અમે માસ કોમ્યુનિકેશન અને F.M. રેડિયો જેવા માધ્યમોથી જાગૃતિ ફેલાવી રહ્યા છીએ." તેમણે નાગરિકોને સાયબર ફ્રોડના કિસ્સામાં તાત્કાલિક Dial 1930 નો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

ટેક્નોલોજી અને યુવા સશક્તિકરણ

પોલીસ દળને આધુનિક બનાવવા માટે પ્રોજેક્ટ વિશ્વાસ, નેત્રમ અને શી ટીમ (SHE Team) ને વધુ મજબૂત કરવામાં આવી છે. ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ગુનાખોરી ડામવા પોલીસ કટિબદ્ધ છે. સાથોસાથ, સ્થાનિક યુવાનો ખોટા રસ્તે ન ચઢે તે માટે પોલીસ દ્વારા ભરતી તાલીમ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેઓ દેશસેવામાં જોડાઈ શકે.

26મી જાન્યુઆરીની તૈયારીઓ

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વાવ-થરાદ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. નાગરિકોને કાયદાની મર્યાદામાં રહીને ન્યાય મળે અને પોલીસ પરનો વિશ્વાસ વધે તે દિશામાં સતત પ્રયાસો ચાલુ રહેશે તેવી ખાતરી SPએ આપી હતી.

ગુજરાત ફર્સ્ટનો સંકલ્પ

‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ આગામી 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા ખેડીને ગુજરાતના 34 જિલ્લાઓમાં પહોંચશે. સ્થાનિક પ્રશ્નો, વિકાસ, વિરાસત અને ગ્રાઉન્ડ રિયાલિટીને વાચા આપવા માટેની આ સફર હવે તમારા આંગણે આવી રહી છે.

આ પણ વાંચો: Studio On Wheels: જ્યારે દેશનું 'ભવિષ્ય' ઠંડીમાં થરથરતું હતું, ત્યારે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમે શું કર્યું?

Tags :
Advertisement

.

×