Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels: દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે Exclusive વાતચીત, જાણો કેવી રીતે બન્યા જનતાના હીરો

Studio On Wheels: બનાસકાંઠાના દાંતા અને અંબાજી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અને સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા કોંગ્રેસના ધારાસભ્ય Kantibhai Kharadi સાથે Gujarat First News એ ખાસ વાતચીત કરી. એક સામાન્ય ગામડાના ગરીબ પરિવારથી લઈને ગાંધીનગર સુધીની તેમની સફર, આદિવાસી સમાજના પ્રશ્નો, જાતિના દાખલાની સમસ્યા અને આવનારા સમયમાં તેમની રણનીતિ વિશે તેઓએ ખુલીને વાત કરી.
studio on wheels  દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે  exclusive વાતચીત  જાણો કેવી રીતે બન્યા જનતાના હીરો
Advertisement
  • Studio On Wheels : દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે થઈ ખાસ વાતચીત
  • માતાજીના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું - MLA કાંતિભાઈ ખરાડી
  • 90 ટકા દાંતા, અમીરગઢ, હડાદ ટ્રાયબલ છે - MLA કાંતિભાઈ ખરાડી

Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમ બનાસકાંઠાના દાંતા અને અંબાજી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે વાતચીત કરી છે. જેમાં તેમને તેમની રાજકીય સફર વિશે પણ વાત કરી છે.

ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ખાસ વાતચીત કરી હતી. તેમને જણાવ્યુ હતુ કે તેઓ ગામડામાંથી આવેલા છે, તેમણે ગ્રામજનો વચ્ચે રહીને લોકોને મદદરૂપ થવાનો સંકલ્પ કર્યો છે. લોકોની અપેક્ષા અને સમસ્યાઓને સાંભળીને યોગ્ય રજૂઆત સરકાર સુધી પહોંચાડવી, તેમને સુખી અને વિકાસશીલ બનાવવી તેમની પ્રથમ પ્રાથમિકતા હોવાનું જણાવ્યું છે.

Advertisement

Advertisement

90 ટકા દાંતા, અમીરગઢ, હડાદ ટ્રાયબલ છે - ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વાતચીતમાં જણાવ્યું કે જનતા મને પહેલા પંચાયતમાં લઈને આવી. ત્યારબાદ ધારાસભ્ય બનાવ્યો છે. જનતાના પ્રશ્નો સરકાર સામે રજૂઆત કરુ છું. લોકો પાસે જનતાનો વર્કર તરીકે જાવ છું અને તેમની સમસ્યાઓ સાંભળું છું. બનાસકાંઠામાં દાંતા, અમીરગઢ, હડાદ જેવા વિસ્તારો ટ્રાઈબલ વિસ્તારોને મહત્વ આપવામાં આવ્યું છે. અહીં શાળામાં પ્રવેશ, નર્સિંગ, સ્કોલરશિપ અને જાતિના દાખલાની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકાર અને અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટનો અનોખો સંકલ્પ(STUDIO ON WHEELS)

ગુજરાત ફર્સ્ટના 90 દિવસમાં 10,000 કિ.મી.ની યાત્રામાં વિવિધ પ્રશ્નોને ચર્ચામાં લાવવામાં આવશે. આ યાત્રા રાજ્યના 34 જિલ્લાઓમાં પસાર થશે, જ્યાં સ્થાનિક રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટની ટીમ કરે છે ગ્રાઉન્ડ રીપોર્ટીંગ

ગુજરાતમાં જનતાના આશીર્વાદથી પ્રેરણા લઈ, અંબાજીના આધ્યશક્તિની છત્રછાયા હેઠળ ગુજરાત ફર્સ્ટની યાત્રા આરંભ થયો છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોક સેવા, વિકાસ અને સ્થાનીક સમસ્યાઓના ઉકેલ માટે અને ground-level કાર્યને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો---- Studio On Wheels: થાવરમાં મેક ઈન ઈન્ડિયાના વીઝન સાથે ચાલતા કિસાન મોલની મુલાકાતે, ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂતો સાથે કરી વાતચીત

Tags :
Advertisement

.

×