Studio On Wheels : 40 વર્ષથી ભાખરી-શાકનો એક જ સ્વાદ,ગુજરાત ફર્સ્ટની ટીમે પ્રસિદ્ધ Khodiyar Restaurantની મુલાકાત લીધી
- Studio On Wheels:મહેસાણા આવો એટલે ભાખરી શાક તો ખાવાનું જ
- 40 વર્ષથી રાખ્યો છે એક જ જેવો સ્વાદ
- ભાખરી, શાક, દહીં અને ચૂરમાનું ગજબ કોમ્બિનેશન
- ભાખરી શાક સાથે ફેમસ છે વઘારેલું દહીં
- કાઠિયાવાડી ખોરાકનો સ્વાદ મોજીલા મેહોણામાં
- રોજ બને છે 2000થી પણ વધુ બિસ્કિટ જેવી ભાખરી
Studio On Wheels : ગુજરાત ફર્સ્ટનું એક એવું અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ વસ્તુ અને ખાણીપીણા પાછળનો ઈતિહાસ જાણવાનો પ્રયત્ન પણ સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ મહેસાણા જિલ્લામાં જઈ રહી હોય અને ત્યાંની ફેમસ Khodiyar Restaurantની મુલાકાત ન લે તેવું કેવી રીતે બની શકે.
Studio On Wheels : 40 વર્ષથી રાખ્યો છે એક જ જેવો સ્વાદ
મહેસાણામાં “સ્ટુડિયો ઓન વ્હીલ્સ” પહોંચતા જ શહેરના પ્રખ્યા રેસ્ટોરન્ટની મુલાકાત લેવામાં આવી, જ્યાં વર્ષોથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર Khodiyar Restaurant આજે પણ પોતાના અનોખા સ્વાદ માટે જાણીતી છે.
મહેસાણા આવો એટલે ભાખરી-શાકનો સ્વાદ તો લેવાનો જ! છેલ્લા 40 વર્ષથી એકસરખો સ્વાદ જાળવી રાખનાર આ રેસ્ટોરન્ટે નાની દુકાનથી શરૂઆત કરી હતી અને આજે મોટી અને લોકપ્રિય હોટલ તરીકે ઓળખાય છે. અહીં ભાખરી, શાક, દહીં અને ચૂરમાનું ગજબનું કોમ્બિનેશન ગ્રાહકોને ઘર જેવી મજા અપાવે છે.
ભાખરી શાક માટે ફેમસ ખોડિયાર રેસ્ટોરન્ટ
ખાસ વાત એ છે કે અહીં ભાખરી શુદ્ધ શીંગતેલમાં બનાવવામાં આવે છે, જે બિસ્કિટ જેવી કડક અને સ્વાદિષ્ટ બને છે. રોજના 2000થી વધુ ભાખરી બનાવવામાં આવે છે. ભાખરી-શાક સાથે વઘારેલું દહીં તો અહીંની વિશેષ ઓળખ બની ગઈ છે. સેવ ટમેટા, રોટલાનું ચૂરમું અને તીખું-મસાલેદાર કાઠિયાવાડી શાક લોકોમાં ખાસ લોકપ્રિય છે.
રેસ્ટોરન્ટના માલિક જણાવે છે કે તેમની વ્યક્તિગત પસંદ દાળ-પાલક છે, પરંતુ ગ્રાહકોમાં સેવ ટમેટા અને વઘારેલા દહીં વધુ પસંદ કરે છે. એક ગ્રાહક કહે છે કે “નાનો હતો ત્યારથી અહીં આવું છું ભાખરી શાક ખાવા,”.બીજી ગ્રાહકે કીધું કે, “જયારે પણ પિયરમાં આવું છું, અહીં જમવા આવીએ છીએ.”
ભાખરી શાક સાથે ફેમસ છે વઘારેલું દહીં
ઘણા લોકોએ આ રેસ્ટોરન્ટનું નામ નકલ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, મૂળ સ્વાદ અને ગુણવત્તાને કારણે ખોડિયાર રેસ્ટોરન્ટે પોતાની અલગ ઓળખ જાળવી રાખી છે. કાઠિયાવાડથી પણ લોકો અહીં ખાસ ભાખરી-શાકની મોજ માણવા આવે છે.
ભાખરી-શાકના કારણે વધતી લોકપ્રિયતા સાથે ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. મહેસાણા આવનાર માટે આ સ્થળ હવે માત્ર રેસ્ટોરન્ટ નહીં, પરંતુ સ્વાદની એક પરંપરા બની ગયું છે.


