Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels: દહીંસરા ગામે ખેડૂતોનો IFFCO ખાતર પર વિશ્વાસ, ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂત સાથે કર્યો સંવાદ

STUDIO ON WHEELS  : ગુજરાત ફર્સ્ટનું એક એવું અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) ખાસ કાર્યક્રમ Studio On Wheels અંતર્ગત ટીમ કચ્છ જિલ્લાના Bhuj નજીક આવેલા દહીંસરા ગામે પહોંચી અને સ્થાનિક ખેડૂતો સાથે સીધી વાતચીત કરી.
studio on wheels  દહીંસરા ગામે ખેડૂતોનો iffco ખાતર પર વિશ્વાસ  ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂત સાથે કર્યો સંવાદ
Advertisement
  • ગુજરાત ફર્સ્ટનું STUDIO ON WHEELS પહોંચ્યું કચ્છ
  • કચ્છના ભૂજનું દહીંસરા ગામે કરી ખેડૂતો સાથે વાતચીત
  • ખેડૂતો મબલખ પાક કેવી રીતે લઈ રહ્યા છે તેના વિશે ચર્ચા
  • ખેડૂતો પાક માટે કયું ખાતર વાપરી રહ્યાં છે તેના વિશે ચર્ચા

STUDIO ON WHEELS  : ગુજરાત ફર્સ્ટનું એક એવું અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) ખાસ કાર્યક્રમ Studio On Wheels અંતર્ગત ટીમ કચ્છ જિલ્લાના Bhuj નજીક આવેલા દહીંસરા ગામે પહોંચી અને સ્થાનિક ખેડૂતો સાથે સીધી વાતચીત કરી.

Studio On Wheels: ખેડૂતોનો IFFCO ખાતર પર વિશ્વાસ

રણપ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં આજે ખેતી ક્ષેત્રે સર્જાતી નવી ક્રાંતિ અને ખેડૂતોની સફળતા પાછળના રહસ્યોને નજીકથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતો સૂકી જમીનમાં ખેતી કરવામાં થતી મુશ્કેલી અંગેના પ્રશ્નોને જાણવા અને ખેતીમાં ક્યા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તે અંગે પણ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

કચ્છના ભૂજનું દહીંસરા ગામે ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી હતી. ગુજરાત ફર્સ્ટની ટીમ અગાઉ પણ અન્ય જિલ્લામાં જનરથ લઈને મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ત્યારે ખેડૂતો પાકમાં ક્યું ખાતરનો ઉપયોગ કર્યો છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે મોટાભાગના ખેડૂતોએ IFFCO Urea અને IFFCO NANO DAP ખાતર પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું, હવે ફરી એક વખત ગુજરાત ફર્સ્ટની ટીમ કચ્છના દહીંસરા ગામે પહોંચીને ખેડૂતોની મુલાકાત લીધી છે.

Advertisement

 

IFFCO ખાતર જમીન ફળદ્રુપ બનાવે છે - ખેડૂતો

ઉલ્લેખનીય છે કે ભૂજનું દહીંસરા ગામના ખેડૂતો દ્વારા પણ IFFCO Urea અને IFFCO NANO DAPનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાવ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા અળસી અને અન્ય પાક માટે લાભદાયક સુક્ષ્મ જીવો મરણ પામતા નથી. જેથી માટીની ફળદ્રુપતામાં વધારો થાય છે. જ્યારે સામાન્ય ખાતરનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા અળસીનું મોત થાય છે. તેમજ માટી અને કેટલાક અંશે પાકને પણ નુકસાન પહોંચતુ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

IFFCO Urea અને IFFCO NANO DAP ખાતરનો ઉપયોગ કરવાથી પાકના દાણાની ચમક વધારે છે. તેમજ મનુષ્યના આરોગ્યને નુકસાન પહોંચાડતું નથી. તેમજ મબલખ પાકનું ઉત્ત્પાદન તો થાય જ છે. પરંતુ આ સાથે સાથે જમીનને પણ પોંચી બનાવે છે. દહીંસરા ગામમાં નાના ખેડૂતોથી લઈને મોટા ખેડૂતો સુધી તમામ ખેડૂતો IFFCO Urea અને IFFCO NANO DAPનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ

ગુજરાત ફર્સ્ટ અંતર્ગત 34 જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવશે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરીને સ્થાનિક પ્રશ્નોને લોકો સુધી અને સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવશે. આ યાત્રા ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ પ્રવાસ સુધી, વિરાસતથી વિકાસ સુધી, રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીનો વિશાળ દૃષ્ટિકોણ રજૂ કરશે. આ અભિયાન દરમિયાન નેતાઓ, અભિનેતાઓ અને લોક કલાકારો સાથે ચર્ચાઓ પણ કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટની ટીમ ટૂંક સમયમાં તમારા જિલ્લામાં આવશે.

આ પણ વાંચો:  Studio On Wheels: યુરિયાને બાય-બાય, 'નેનો ખાતર'ને વેલકમ! નવી ટેક્નોલોજી અપનાવી વિજાપુરના ખેડૂતો બન્યા પ્રગતિશીલ

Tags :
Advertisement

.

×