Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: ઝીરો અનુભવ છતાં બન્યા નમકીન કિંગ, જાણો Gopal Namkeen ના Distributor બંટીભાઈની Success Story

Studio On Wheels: બિઝનેસ જગતમાં જ્યારે કોઈ વ્યક્તિ પાસે અનુભવ કે વારસો ન હોય, ત્યારે સફળતા મેળવવી મુશ્કેલ હોય છે. પરંતુ રાજકોટના બંટીભાઈ સેજપાલે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર અને યોગ્ય બ્રાન્ડનો સાથ હોય તો શૂન્યમાંથી સર્જન શક્ય છે. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમમાં તેમણે પોતાની આ અનોખી સફર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
studio on wheels  ઝીરો અનુભવ છતાં બન્યા નમકીન કિંગ  જાણો gopal namkeen ના distributor બંટીભાઈની success story
Advertisement
  • Studio On Wheels માં ગોપાલ નમકીનના જાણીતા ડિસ્ટ્રિબ્યુટર બંટીભાઈ સેજપાલ સાથેના ખાસ સંવાદ
  • શૂન્યથી શરૂ કરી દર મહિને 50 લાખના ટર્નઓવર સુધી પહોંચવાની સફર
  • કેમ રિટેલરો સામેથી માંગ કરે છે? ક્વોલિટી અને ટેસ્ટનો અનોખો સંગમ
  • નિયમિત સપ્લાય અને કંપનીના સહકારથી બિઝનેસમાં કેવી રીતે થયો ગ્રોથ?

Studio On Wheels: ગોપાલ નમકીન (Gopal Namkeen) આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં એક જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. આ બ્રાન્ડની સફળતામાં તેના ડિસ્ટ્રિબ્યુટર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. રાજકોટ (Rajkot) માં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અંતર્ગત ગોપાલ નમકીનના મોટા ડિસ્ટ્રિબ્યુટર બંટીભાઈ સેજપાલ (Bunty Sejpal) સાથે તેમની શૂન્યથી સફળતા સુધીની સફર વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

Studio On Wheels માં ગોપાલ નમકીનના જાણીતા ડિસ્ટ્રિબ્યુટર બંટીભાઈ સેજપાલ સાથેના ખાસ સંવાદ

બંટીભાઈએ જણાવ્યું કે તેમના પરિવારમાં દૂર-દૂર સુધી કોઈ એજન્સી કે ડિસ્ટ્રિબ્યુશનના વ્યવસાય સાથે જોડાયેલું નહોતું. તેમણે ગ્રાઉન્ડ લેવલથી એક સામાન્ય રિટેલરની મુલાકાત લઈને કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં અનેક પડકારો આવ્યા, પરંતુ ગોપાલ નમકીન અને બિપિનભાઈ હદવાણીના સપોર્ટથી આજે તેઓ દર મહિને ₹50 લાખના ટર્નઓવર સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.

Advertisement

કેમ રિટેલરો સામેથી માંગ કરે છે?

માર્કેટમાં અનેક બ્રાન્ડ્સ હોવા છતાં ગોપાલ નમકીન જ કેમ? તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે ગોપાલની ક્વોલિટી અને ટેસ્ટ અન્ય કરતા અલગ છે. સામાન્ય રીતે ડિસ્ટ્રિબ્યુટરે માલ વેચવા માટે રિટેલરોને કન્વિન્સ કરવા પડે છે, પરંતુ અહીં પરિસ્થિતિ ઉલટી છે.ગ્રાહકો દુકાને જઈને "ગોપાલની જ પ્રોડક્ટ" માંગે છે.જો કોઈ દુકાનદાર પાસે સ્ટોક ન હોય, તો તે પોતે ડિસ્ટ્રિબ્યુટરને ફોન કરીને માલ મંગાવે છે કારણ કે ગોપાલ વગર તેની દુકાન અધૂરી લાગે છે.

Advertisement

કંપનીનો સપોર્ટ અને લીડરશીપ

બંટીભાઈએ કંપનીના સ્થાપક બિપિનભાઈ હદવાણીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે બિપિનભાઈ દરેક ડિસ્ટ્રિબ્યુટરને એક પરિવારના સભ્યની જેમ માને છે. ગમે તેવા કપરા સમયમાં પણ કંપની ડિસ્ટ્રિબ્યુટર્સની સાથે ઊભી રહે છે.

કપરા સમયમાં મક્કમતા

વર્ષ 2024 માં ગોપાલ નમકીનમાં આગ લાગવાની જે દુર્ઘટના બની હતી, તે સમયે પણ કંપનીએ બીજા જ દિવસથી સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે ઝૂમ મીટિંગો કરી અને ખાતરી આપી કે માલની અછત નહીં સર્જાય. માત્ર બે મહિનામાં જ બધું સામાન્ય થઈ ગયું હતું.

ગુજરાતથી વિદેશ સુધીની લોકપ્રિયતા

ગોપાલ નમકીન માત્ર ગુજરાતના 34 જિલ્લાઓ કે ભારતના રાજ્યો પૂરતું સીમિત નથી રહ્યું. બંટીભાઈએ ગર્વ સાથે જણાવ્યું કે, આજે કેનેડા અને દુબઈ જેવા દેશોના મોટા મોલ્સમાં પણ ગોપાલ નમકીનના પેકેટ્સ જોવા મળે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ જ્યારે ત્યાંના સ્ટોર્સમાં ગોપાલનો લોગો જુએ છે, ત્યારે તેમને ઘર જેવો અહેસાસ થાય છે.

કંપનીએ દરેક સ્તરના ગ્રાહકો માટે અલગ-અલગ સેગમેન્ટ બનાવ્યા

ગોપાલ નમકીનની સફર 1990ના દાયકાથી શરૂ થઈ હતી. આજે આ બ્રાન્ડ એક વિરાસત બની ગઈ છે. બંટીભાઈ જણાવે છે કે કંપનીએ દરેક સ્તરના ગ્રાહકો માટે અલગ-અલગ સેગમેન્ટ બનાવ્યા છે - પછી તે ગામડાની નાની દુકાન હોય કે શહેરના આધુનિક મોલ. આ વ્યાપક નેટવર્ક અને વર્ષોથી જળવાયેલો સ્વાદ જ ગોપાલ નમકીનના વિકાસનો સાચો આધાર છે. બંટીભાઈના મતે જો કોઈ વ્યક્તિ મહેનત કરવા તૈયાર હોય તો ગોપાલ નમકીન શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. બ્રાન્ડની લોકપ્રિયતા અને કંપનીનો પારિવારિક અભિગમ ડિસ્ટ્રિબ્યુટર્સને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો: Studio on Wheels: જેમના કામની ગુંજ સંસદમાં સંભળાઈ તેવા 'વોટરમેન' દિલીપભાઈ સખિયા સાથે સંવાદ

Tags :
Advertisement

.

×