Studio on Wheels: Mehsana માં ભેળસેળિયાઓમાં ફફડાટ, જિલ્લા આરોગ્ય અધિકારીની કર્મનિષ્ઠ ભાવના
- Studio on Wheels: Mehsana માં ભેળસેળિયાઓમાં ફફડાટ
- લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય
- મરી-મસાલામાં થતી ભેળસેળ અને બનાવટી કલરના ઉપયોગથી થતા નુકસાન વિશે માહિતી
- બાતમી મળે એટલે તરત રેડ અને જરૂર પડે તો Police ની મદદ
- વધુ નફા માટે ભેળસેળ કરતા તત્વોને અધિકારીની ચેતવણી
Studio on Wheels: રાજ્યનું પરિભ્રમણ કરતા કરતા ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો સ્ટુડિયો ઓન વ્હીલ્સ મહેસાણા જિલ્લા (Mehsana District) માં પહોંચ્યો. અહીં અમારી ટીમે જિલ્લા આરોગ્ય અધિકારી (Health officer) વિપુલભાઈ ચૌધરી સાથે ખાસ મુલાકાત કરી. અને તેમની સાથે વિસ્તારથી વાર્તાલાપ કરી. આ દરમિયાન આરોગ્ય અધિકારીએ તેમની કર્તવ્ય લાગણી અમારી સામે વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેઓ જિલ્લામાં કામ કરે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક આવતી પોતાની ફરજને એક કર્મનિષ્ઠ કર્મચારી તરીકે નિભાવતા વિપુલભાઈ ચૌધરી (Vipul Chaudhary) એ ભેળસેળ અને સ્વાસ્થ્ય અંગે ખૂલીને વાત કરી છે.
Studio on Wheels: વિપુલભાઈ ચૌધરીની કર્મનિષ્ઠ ભાવના
ગુજરાત ફર્સ્ટની ટીમે ફૂડ અધિકારી સાથે સીધો સંવાદ કર્યો. આ સંવાદમાં વિપુલભાઈ કહે છે કે, સરકારે જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાથી નિભાવવી જોઈએ. જોબ મળી ત્યારે સ્વિકાર્યું કે મોટી જવાબદારી છે. વિપુલભાઈ કહે છે કે, લોકોના આરોગ્યની તકેદારી રાખવી તે અમારી ફરજ છે. કર્મનિષ્ઠ કર્મચારી તરીકે અમે કામ કરીએ છીએ"
Studio on Wheels: ભેળસેળ અંગે શું કહ્યું
વિપુલભાઈ ચૌધરી પોતાની કામગીરીને લઈને કહે છે કે, જનતાને અમારા આરોગ્ય વિભાગ પર વિશ્વાસ (trust) હોય છે. અમારી યોગ્ય કામગીરીથી લોકોને આરોગ્યના થતા નુકસાનથી બચાવી શકાય છે. ભેળસેળના કારણે અનેક પ્રકારની બીમારીઓ થાય છે. વિપુલભાઈના જણાવ્યા મુજબ, સૌથી વધુ ભેળસેળ મરી-મસાલા (Pepper-spice) માં થાય છે.
Studio on Wheels: વધુ રૂપિયા કમાવવા ભેળસેળ
કેટલાક તત્વો ઓછા સમયમાં વધુ નફો મેળવવા માટે ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરતા હોય છે. બનાવટી કલર (Fake color) મિક્સ કરીને વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. અને લોકો આવો અખાદ્ય ખોરાક (Inedible food) ખાઈને બીમારીમાં સપડાય છે. વિપુલભાઈ ચૌધરી જણાવે છે કે, આવી કોઈ બાબેત જ્યારે બાતમી મળે ત્યારે અમે દરોડા પાડીએ છીએ. વિપુલભાઈ ચિંતા વ્યક્ત કરતા કહે છે કે, બેફામ તત્વો ખાસ તો તહેવારોની સિઝન (Festive season) માં સક્રિય થઈ જાય છે. આ બાબતે ગ્રાહકો (Customers) એ પણ ખાસ જાગૃત થવું જોઈએ. ગ્રાહકોને હોટલ (Hotel) માં પૂછપરછ (Inquiry) કરવાનો અધિકાર છે.
Studio on Wheels: ભેળસેળ ખોરાકથી આરોગ્યને જોખમ
વિપુલભાઈ સ્ટુડિયો ઓન વ્હિલ્સની ટીમ સાથે વાત વધારતા જણાવે છે કે, ભેળસેળવાળો ખોરાક ખાવાથી આરોગ્યને જોખમ થાય છે. આજકાલ આંતરડા (Intestines) ના રોગ ખૂબ વધ્યા છે. સુરક્ષિત ખોરાક સ્વસ્થ જીવનનો આધાર છે.
આ પણ વાંચો--- Studio on Wheels: Kutch ના Youth Leader Kuldeepsinh Jadeja સાથે Dr. Vivek Kumar Bhatt Exclusive
આ પણ વાંચો--- Studio on Wheels: Bhuj ના 'Prag Mahal' થી જાણો Kutch ની ભવ્ય ગાથા


