Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels: જ્વેલર્સમાંથી બન્યા ‘જગતનો તાત’, દિનેશભાઈ પંચાલની અંજીરની સફળ ખેતીની ગાથા

જ્યારે ઉત્સાહ અને ટેકનોલોજીનો સમન્વય થાય ત્યારે ખેતી પણ સોનું બની શકે છે. સોના-ચાંદીના વ્યવસાય (Jewellery Business) સાથે જોડાયેલા દિનેશભાઈ પંચાલે ખેતી પ્રત્યેના પ્રેમને કારણે આજે ગુજરાતમાં અંજીરની ખેતી (Fig Farming) દ્વારા એક નવી રાહ ચીંધી છે.
studio on wheels  જ્વેલર્સમાંથી બન્યા ‘જગતનો તાત’  દિનેશભાઈ પંચાલની અંજીરની સફળ ખેતીની ગાથા
Advertisement
  • Studio on Wheels: જ્વેલરી બિઝનેસ છોડીને પ્રાકૃતિક ખેતી
  • દિનેશભાઈ પંચાલના અભિગમે ખેડૂતોને ચિંધ્યો નવો માર્ગ
  • અંજીર ઉપરાંત તેઓ આંબા અને લીંબોડીની ખેતીમાં પણ સફળ રહ્યા
  • ઓર્ગેનિક ખેતી માટે તેમણે ખાસ ગાયની પણ કરી ખરીદી

Studio on Wheels: "ખેતી એ માત્ર ગુજરાનનું સાધન નથી, પણ જો તેને સૂઝબૂઝ અને આધુનિક અભિગમ સાથે જોડવામાં આવે તો તે સમૃદ્ધિનું દ્વાર બની શકે છે." આ વાતને સાબિત કરી બતાવી છે એક એવા વ્યક્તિત્વએ જેમણે ઝવેરાતની ચમક છોડીને જમીનની ફળદ્રુપતામાં પોતાનું ભવિષ્ય કંડાર્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ દિનેશભાઈ પંચાલ (Dineshbhai Panchal) વિશે, જેઓ વ્યવસાયે જ્વેલર (Jeweller) હોવા છતાં આજે એક પ્રગતિશીલ ખેડૂત (Progressive Farmer) તરીકે ઉભરી આવ્યા છે.

Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે મહેસાણાના બહુચરાજી, જ્યાં પ્રગતિશીલ ખેડૂત Dineshbhai Panchal સાથે એક અત્યંત પ્રેરણાદાયક ચર્ચા કરી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં રજૂ થયેલી તેમની આ સફર દરેક તે વ્યક્તિ માટે દીવાદાંડી સમાન છે જે ખેતીને 'ખોટનો સોદો' માને છે. દિનેશભાઈએ પરંપરાગત ચીલાચાલુ ખેતી છોડીને, ટેકનોલોજી અને સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી માર્ગદર્શન મેળવી ગુજરાતની આબોહવા (Climate) માં અંજીરની સફળ ખેતી (Successful Fig Farming) કરી બતાવી છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (Natural Farming) દ્વારા તેમણે માત્ર પોતાની આજીવિકા જ નથી સુધારી, પરંતુ સમાજને ઝેરમુક્ત અને સાત્વિક આહાર પીરસવાનું ઉમદા કાર્ય પણ શરૂ કર્યું છે.

Advertisement

Studio on Wheels: સોનીથી ખેડૂત સુધીની સફર

દિનેશભાઈ છેલ્લા 35 વર્ષથી સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ ખેડૂતના દીકરા હોવાને કારણે તેમનો જીવ હંમેશા જમીન સાથે જોડાયેલો રહ્યો છે. તેમણે પરંપરાગત ખેતીને બદલે કંઈક નવું કરવાના ઉદ્દેશ્ય સાથે ફળ પાકો (Fruit Crops) તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એક સમયે જવેલર્સ (સોની) તરીકે કામ કરતા દિનેશભાઈ આજે 20 વીઘા જમીનમાં ફળોની ખેતી કરીને ધરતીમાંથી ધાન પેદા કરી રહ્યા છે. તેમણે સોનીથી ખેડૂત સુધીની સફર (Journey from Jeweller to Farmer)  ખેડી છે.

આ પણ વાંચો--- STUDIO ON WHEELS: કચ્છની પવિત્ર ધરતીનો અનોખો સૂર, મુરાલાલા મારવાડા સાથે ખાસ વાતચીત

Studio on Wheels: અંજીરની ખેતી અને પ્રાકૃતિક અભિગમ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અભિયાન અને પ્રાકૃતિક ખેતી (Natural Farming) થી પ્રેરાઈને તેમણે ઓર્ગેનિક ખેતી (Organic Farming) અપનાવી છે.

Studio on Wheels: અંજીરનો પ્રયોગ

દિનેશભાઈ પંચાલે અંજીરના આશરે 2,000 છોડ વાવ્યા છે. દિનેશભાઈ જણાવે છે કે ગુજરાતના ટેમ્પરેચરમાં અંજીરની ખેતી શક્ય છે, અને તેમણે ટિશ્યુ કલ્ચર (Tissue Culture) પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. અને બેવડો પાક એટલે કે, પ્રાકૃતિક ખેતીના પ્રતાપે તેમને વર્ષમાં બે વાર અંજીરનો પાક મળે છે.

Studio on Wheels: ટેકનોલોજી અને પડકારો (Technology & Challenges)

અંજીરની ખેતી થોડી ખર્ચાળ (Costly) છે કારણ કે તેમાં અંજીરને ડ્રાય (Dry) કરવા માટે ખાસ મશીનરી અને પોલી હાઉસ (Poly House) ની જરૂર પડે છે. દિનેશભાઈના મતે, શરૂઆતના 2-3 વર્ષ મહેનત માંગે છે, પરંતુ એકવાર સેટઅપ થઈ ગયા પછી તે ખૂબ જ પ્રોફિટેબલ (Profitable) સાબિત થાય છે.

દિનેશભાઈ જણાવે છે કે આજના યુવાનોએ ખેતીથી ડરવાની જરૂર નથી. જો ખેડૂત પોતે વેપારી (Trader) બને અને માર્કેટિંગ જાતે કરે, તો ખેતીમાં ચોક્કસ ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે યુવા પેઢીને ટેકનોલોજીનો ઉપયોગ કરી 'જગતના તાત' બનવા પ્રોત્સાહિત કર્યા છે.

આ પણ વાંચો--- Studio On Wheels: બહુચરાજીના વિકાસનું મોડેલ, યુથ આઈકોન દેવાંગ પંડ્યાએ વ્યસનમુક્તિ અને રાજકારણ પર આપી નવી દ્રષ્ટિ

Tags :
Advertisement

.

×