Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Studio on Wheels: રુક્મણીથી મોટી બા સુધી, સદાબહાર સ્ટાર પિંકી પરીખની સંઘર્ષ અને સફળતાની કહાની

Studio on Wheels: Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' 'STUDIO ON WHEELS' હેઠળ સદાબહાર ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખ સાથે ખાસ સંવાદ યોજાયો. આ સંવાદમાં પિંકી પરીખે પોતાના જીવનના સપનાઓ, સંઘર્ષ અને સફળતાની કહાની વિશે ખુલીને વાત કરી હતી.
studio on wheels  રુક્મણીથી મોટી બા સુધી  સદાબહાર સ્ટાર પિંકી પરીખની સંઘર્ષ અને સફળતાની કહાની
Advertisement
  • 'STUDIO ON WHEELS' હેઠળ અભિનેત્રી પિંકી પરીખ (Pinky Parikh) સાથે ખાસ સંવાદ
  • સપનાઓ, સંઘર્ષ અને સફળતાની કહાની
  • 'મોટી બા ની નાની વહુ' લોકો ને ખૂબ પસંદ
  • 'શ્રી કૃષ્ણ સિરિયલ'માં દેવી રૂકમણીનો કર્યો રોલ
  • 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મમાં કર્યું કામ

Studio on Wheels: Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' 'STUDIO ON WHEELS' હેઠળ સદાબહાર ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખ (PinkyParikh) સાથે ખાસ સંવાદ યોજાયો. આ સંવાદમાં પિંકી પરીખે પોતાના જીવનના સપનાઓ, સંઘર્ષ અને સફળતાની કહાની વિશે ખુલીને વાત કરી હતી.

અભિનેત્રી પિંકી પરીખે સ્ટુડિયો ઓન વ્હીલ્સને જોઈને આનંદ વ્યક્ત કર્યો

સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ અને ટીવી જગતની જાણીતી અભિનેત્રી પિંકી પરીખે આ સ્ટુડિયો ઓન વ્હીલ્સને જોઈને આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે, "મેં પહેલી વખત આવો સ્ટુડિયો જોયો છે. આ સ્ટુડિયો જોઈને મને ખરેખર આનંદ થયો. ગુજરાત ફર્સ્ટનો આ વિચાર અત્યંત સુંદર અને નવતર છે."

Advertisement

પિંકી પરીખ હાલમાં શું કરી રહ્યા છે ?

પિંકી પરીખ હાલ લોકપ્રિય ગુજરાતી સિરિયલ 'મોટી બા ની નાની વહુ' માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ સિરિયલે ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે, જેને લીધે તેઓ અને તેમની ટીમ ખૂબ ખુશ છે. તેમણે કહ્યું, "આ સિરિયલને દર્શકોએ ખૂબ પસંદ કરી છે અને વધાવી રહ્યા છે. મને મોટી બા તરીકે લોકો ખૂબ પ્રેમ આપે છે." પડકારજનક ભૂમિકાઓ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "પડકારજનક રોલ મળે તો ખરેખર મજા આવે છે."

Advertisement

"મારૂ યાદગાર પાત્ર 'દેવી રૂકમણી' છે"

પિંકી પરીખના કરિયરની વાત કરીએ તો તેઓ રામાનંદ સાગરની પ્રખ્યાત સિરિયલ 'શ્રી કૃષ્ણ'માં દેવી રુક્મણીની ભૂમિકા માટે જાણીતા છે. તેમને આ પાત્ર સૌથી યાદગાર લાગે છે. તેમણે કહ્યું, "મારું સૌથી યાદગાર પાત્ર દેવી રુક્મણી છે." આ ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'માં પણ કામ કર્યું છે. તેઓ રામાનંદ સાગર સાથે 8-9 વર્ષ કામ કરી ચૂક્યા છે.

પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં પિંકી પરીખે શું કહ્યું?

પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં પિંકી પરીખએ જણાવ્યું કે, "પહેલા ઓડિશનમાં મને કહેવામાં આવ્યું હતું કે તમે નહીં ચાલો. પરંતુ મારી મમ્મીએ મને ખૂબ સપોર્ટ કર્યો, તેમના કારણે જ મને ફિલ્મમાં એન્ટ્રી મળી." તેઓ માને છે કે "ગોડફાધર હોય તો પણ હુનર જરૂરી છે. પહેલા આવા સાધનો હતા જ નહીં." સફળતા વિશેનો તેમનો મંત્ર છે: "સફળતા ન મળે તો હાર ન માનો, સતત કામ કરતા રહો તો સફળતા જરૂર મળશે. નિરંતર કામ કરવાથી માસ્ટરી આવે છે."

ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે કહી આ વાત

દર્શકો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે તેમણે કહ્યું, "દર્શકો છે તો અમે છીએ. પહેલા ગુજરાતી સિરિયલોનો દબદબો હતો. કેરેક્ટર સાથે લોકો કનેક્ટ થઈ જાય છે. હવે દર્શકો નવું પસંદ કરી રહ્યા છે. સારી સ્ટોરી હોય તો ફિલ્મ ચાલે છે, જેમ કે 'લાલો' ફિલ્મની સ્ટોરીને લોકોએ ખૂબ ગમી." તેઓ ઉમેરે છે કે, "સ્ક્રીન પર બધું સારું લાગે છે, પણ સ્ટ્રગલ અમે જ જાણીએ છીએ."જો અભિનય ન કરતા તો શું? આ પ્રશ્નના જવાબમાં તેમણે હસતાં હસતાં કહ્યું, "હું અભિનેત્રી ન હોત તો ગૃહિણી હોત." જીવન વિશે તેમનું માનવું છે કે "જીવન વ્યસ્ત રહેવું જોઈએ."

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' વિશે જાણો

આ સંવાદ ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' મુહિમનો ભાગ છે, જે ગુજરાતના34 જિલ્લામાં 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા કરશે. આ મુહિમ હેઠળ સ્થાનિક પ્રશ્નોને વાચા આપવી, ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર સુધી, વિરાસતથી વિકાસ સુધી તેમજ રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયોને આવરી લેવામાં આવશે. નેતાઓ, અભિનેતાઓ અને લોક કલાકારો સાથે ચર્ચા કરવામાં આવશે. આ મુહિમ અંતગર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમ તમારા જિલ્લામાં આવી રહી છે ....

આ પણ વાંચો:Studio on Wheels: વિદેશી મશીનોને દીધો પડકાર! ગુજરાતની આ કંપનીએ 100% સ્વદેશી મશીનથી ખેડૂતોનું જીવન બદલી નાખ્યું

Tags :
Advertisement

.

×