Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Gadhada BAPS: ગઢડા BAPS મંદિરના 75 વર્ષ,‘જીવમાંથી શિવ’ તરફ લઈ જતી અનોખી ભક્તિ

ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એવા ગઢડા (Gadhada) માં બિરાજમાન BAPS સ્વામિનારાયણ મંદિર તેના સ્થાપનાના 75 વર્ષ (75th Anniversary) પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં મંદિરના કોઠારી સ્વામી આધ્યાત્મસ્વરૂપ સ્વામીજી (Adhyatmaswarup Swami) સાથે જીવનના અમૃત ભાથા સમાન સંવાદ કરવામાં આવ્યો હતો.
studio on wheels gadhada baps  ગઢડા baps મંદિરના 75 વર્ષ ‘જીવમાંથી શિવ’ તરફ લઈ જતી અનોખી ભક્તિ
Advertisement
  • Studio on Wheels Gadhada BAPS: ગઢડા BAPS મંદિરના 75 વર્ષ
  • જાણો ભગવાન સ્વામિનારાયણની આ પવિત્ર કર્મભૂમિનો અનોખો ઇતિહાસ
  • પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ બન્યા પછી કેમ ધોયા હતા એઠા વાસણ?
  • જીવમાંથી શિવ તરફની સફર
  • આધ્યાત્મસ્વરૂપ સ્વામીજી પાસેથી મેળવો જીવનના પ્રશ્નોનું સમાધાન
  • શું તમે ડિપ્રેશનમાં છો? ગઢડાના સંતે યુવાનો માટે આપ્યો જીવનનો સૌથી મોટો સિક્રેટ મેસેજ!
  • 75 વર્ષ પહેલાં કેવી રીતે બન્યું ગઢડાનું આ શ્વેત મંદિર?
  • પ્રમુખસ્વામી મહારાજના સંઘર્ષની વાત
  • લગ્ન જીવનમાં સુખી થવું છે? BAPS ના સંતે પતિ-પત્નીના પવિત્ર સંબંધ વિશે કહી આ સચોટ વાત
  • ગઢડા મારું છે અને હું ગઢડાનો છું, ભગવાન સ્વામિનારાયણના સંકલ્પનું મૂર્તિમાન સ્વરૂપ
  • સોશિયલ મીડિયાના ગુલામ ન બનો!
  • ગઢડાના સ્વામીજીએ Gen-Z ને આપી ખાસ ચેતવણી
  • સેવા એટલે સમર્પણ, જ્યાં નાની સેવા અને મોટી સેવામાં કોઈ જ નથી ભેદભાવ

Studio on Wheels Gadhada BAPS: ભારતની પવિત્ર ધરા પર અનેક એવા સ્થાન છે જ્યાં પગ મૂકતા જ મનને અનોખી શાંતિ (Peace of Mind) અનુભવાય છે, પરંતુ ગઢડાની (Gadhada) વાત જ નિરાળી છે. ભગવાન સ્વામિનારાયણે જ્યાં પોતાના જીવનના અઢી દાયકા વિતાવ્યા અને જે ભૂમિને પોતાની 'કર્મભૂમિ' બનાવી, તે ગઢડા આજે પણ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્રબિંદુ છે. અહીં બિરાજમાન શ્વેત આરસપહાણનું BAPS સ્વામિનારાયણ મંદિર માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ ભગવાનના સંકલ્પો અને પ્રમુખસ્વામી મહારાજના અજોડ પુરુષાર્થનું મૂર્તિમાન સ્વરૂપ છે.

જ્યારે આ મંદિર પોતાના ગૌરવશાળી 75 વર્ષ (75th Anniversary) પૂર્ણ કરવા જઈ રહ્યું છે, ત્યારે 'અમૃત મહોત્સવ' પૂર્વેનો આ સંવાદ અત્યંત પ્રસ્તુત બની જાય છે. મંદિરના કોઠારી સ્વામી આધ્યાત્મસ્વરૂપ સ્વામીજી સાથેનો આ સંવાદ માત્ર મંદિરના ઇતિહાસ પૂરતો સીમિત નથી, પરંતુ તે આજના સમયમાં માનસિક તણાવ (Mental Stress) અને સોશિયલ મીડિયાના યુગમાં જીવતી નવી પેઢી (Gen-Z) માટે જીવન જીવવાની એક નવી દ્રષ્ટિ પૂરી પાડે છે. 'જીવમાંથી શિવ' (Jiv to Shiv) તરફ લઈ જતી આ સફર અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ દરેક સાધક માટે જીવનનું અમૃત ભાથું સાબિત થશે.

Advertisement

Studio on Wheels Gadhada BAPS: ગઢડા ભગવાનની અપ્રતિમ કર્મભૂમિ

ભગવાન સ્વામિનારાયણે વર્ષ 1805 થી 1830 સુધીના લગભગ 25 વર્ષ ગઢડામાં વિતાવ્યા હતા. તેમણે સ્વયં કહ્યું હતું કે, "ગઢડા મારું છે અને હું ગઢડાનો છું." સ્વામીજીએ જણાવ્યું કે ભગવાનના મોટાભાગના 'વચનામૃત' (Vachanamrut) આ પવિત્ર ભૂમિ પર જ લખાયા છે, જે આજે 200 વર્ષ પછી પણ સાધકો માટે માર્ગદર્શક સ્તંભ સમાન છે.

Advertisement

આ પણ વાંચો---- Studio on Wheels: Siddhpur ની મીઠી ઓળખ, પેઢીઓ જૂનો Chhotakaka ના Magdal નો સ્વાદ

મેનેજમેન્ટ અને સેવાનો આદર્શ (Ideal Management & Service)

BAPS સંસ્થાના માઇક્રો-પ્લાનિંગ (Micro-planning) અને મેનેજમેન્ટ (Management) ના વિશ્વભરમાં વખાણ થાય છે. આ વિશે સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજનો (Pramukh Swami Maharaj) એક પ્રેરણાદાયી પ્રસંગ જણાવ્યો. નાની સેવા, મોટું ફળ- જ્યારે પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યારે તેમણે સૌથી પહેલું કામ જમી લીધા પછી મહેમાનોની એઠી થાળીઓ (Dirty Dishes) ધોવાનું કર્યું હતું. સમર્પણ- સંસ્થામાં કોઈ પણ સેવા નાની કે મોટી હોતી નથી. ગુરુની આજ્ઞાથી કરેલી દરેક સેવા સમાન છે, પછી તે રસોડું સંભાળવું હોય કે સ્વચ્છતા (Sanitation) રાખવી.

આજના યુવાનો માટે સંદેશ (Message for Gen-Z)

સ્વામીજીએ આધુનિક પેઢી (Gen-Z) અને તેમના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) વિશે ઊંડી વાત કરી. તેમણે સોશિયલ મીડિયાના અતિરેક સામે ચિંતા વ્યક્ત કરી. કહ્યું કે, ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ (Electronic Gadgets) માનવીની સુવિધા માટે છે, પણ જ્યારે માણસ તેનો ગુલામ (Slave) બની જાય ત્યારે ડિપ્રેશન (Depression) જેવી સમસ્યાઓ ઉદભવે છે.

Studio on Wheels Gadhada BAPS: આનંદની અનુભૂતિ

પાંચ વ્યક્તિને એક જ ફ્લેવરનો આઈસ્ક્રીમ આપવામાં આવે તો પણ દરેકનો આનંદ અલગ હોય છે, કારણ કે સુખ એ માનસિક સ્થિતિ (State of Mind) પર નિર્ધારિત છે. લગ્ન જીવન અંગે સ્વામીજી કહે છે કે, લગ્ન એ બે આત્માનું પવિત્ર બંધન છે. જો એકબીજાને સુખી કરવાની ભાવના હોય તો કોઈ પણ શારીરિક કે આર્થિક નબળાઈ સુખમાં અવરોધ બની શકતી નથી.

મંદિરનો અમૃત મહોત્સવ અને ઇતિહાસ (Amrut Mahotsav & History)

ગઢડા BAPS મંદિરને 75 વર્ષ પૂર્ણ થયા છે. એપ્રિલમાં મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા 'અમૃત મહોત્સવ' (Amrut Mahotsav) ઉજવવામાં આવશે, જેમાં મહંત સ્વામી મહારાજ (Mahant Swami Maharaj) પણ પધારશે.

ગઢડાના આ આરસપહાણના મંદિરમાં માત્ર પથ્થરો નથી, પણ ભગવાનના સંકલ્પો અને સંતોનું સમર્પણ મૂર્તિમાન થયું છે.

આ પણ વાંચો---- Studio on Wheels Gadhada: ગૌ સેવા એ જ પ્રભુ સેવા, ગઢડાના સંજય ભગતની પ્રેરણાદાયી સફર, જ્યાં ગાયો માટે રોજ થાય છે વેદોક્ત યજ્ઞ

 

Tags :
Advertisement

.

×