Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: કર્મચારીઓને આપી કાર અને iPhones ની ભેટ! જાણો Ahmedabad ના આ દાનવીર જ્વેલરની કહાની

આજે અમે તમને મળાવવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિત્વને જેમણે સાબિત કર્યું છે કે મક્કમ સંકલ્પ હોય તો કોલસામાંથી પણ હીરા ઉપજાવી શકાય છે. Ahmedabad ના જાણીતા K.K. Jewelers ના ફાઉન્ડર અને એમ.ડી Kailashbhai Kabra સાથે Gujarat First Studio...
Advertisement

આજે અમે તમને મળાવવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિત્વને જેમણે સાબિત કર્યું છે કે મક્કમ સંકલ્પ હોય તો કોલસામાંથી પણ હીરા ઉપજાવી શકાય છે. Ahmedabad ના જાણીતા K.K. Jewelers ના ફાઉન્ડર અને એમ.ડી Kailashbhai Kabra સાથે Gujarat First Studio on Wheels ની ટીમે એ વિશેષ સંવાદ કર્યો. જે પરિવાર 5 પેઢીથી કોલસાના વેપાર સાથે જોડાયેલો હતો, તેમણે કેવી રીતે જ્વેલરી ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું અને આજે કેમ આખા શહેરમાં તેમની ચર્ચા છે, તે જાણવા જેવું છે.

વારસાથી અલગ ઓળખ :

Advertisement

5 પેઢીથી ચાલતા કોલસાના વેપારમાંથી બહાર નીકળી, 2005 માં 'કોલસામાંથી હીરા' (Diamond Business) શરૂ કરવાનો સંકલ્પ અને C.G. Road પર પહેલા શોરૂમની શરૂઆત.

Advertisement

કર્મચારીઓ પ્રત્યે અતૂટ પ્રેમ :

જે 9 કર્મચારીઓથી શરૂઆત કરી હતી તે આજે પણ સાથે છે. 20 વર્ષથી સાથે કામ કરતા 12 કર્મચારીઓને કાર ગિફ્ટ આપી અને અન્ય સ્ટાફને iPhones તથા Samsung ફોન આપીને સન્માનિત કર્યા.

બિઝનેસ ફિલોસોફી:

"આંબાના ઝાડ જેવો અમારો બિઝનેસ છે" - 15 વર્ષની મહેનત પછી મળેલી બરકત. આજે કંપની પબ્લિક લિસ્ટેડ છે અને 200 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.

ગ્રાહકોનો વિશ્વાસ:

Ahmedabad માં 7 જ્વેલરી શોરૂમ અને 2 ચાંદીના શોરૂમ. હેરિટેજ અને ઇન્ટરનેશનલ જ્વેલરીની ખાસિયતો અને હોલમાર્કની શુદ્ધતા પર ભાર.

ગુરુ અને પ્રેરણા:

સવજીભાઈ ધોળકિયાને ગુરુ માનીને સ્ટાફના કલ્યાણ અને દાન-પુણ્યના માર્ગે ચાલવાની અતૂટ શ્રદ્ધા.

"સ્ટાફ માટે ક્યારેય જાહેરાત નથી આપવી પડી" આ વાક્ય જ Kailashbhai Kabra ની સફળતા અને તેમની ગુડવીલની સાબિતી આપે છે. 9 કર્મચારીથી 170 પરિવારો સુધીની આ સફર દરેક બિઝનેસમેન માટે પ્રેરણારૂપ છે.

Tags :
Advertisement

.

×