Studio On Wheels : અંબાજી હાઈવે પાસે ડમ્પિંગ સાઈટથી લોકો પરેશાન, ગુજરાત ફર્સ્ટની ટીમે સ્થાનિકો સાથે કર્યો સંવાદ
- Studio on Wheelsની ટીમ બનાસકાંઠાના પાલનપુરમાં પહોંચી
- ડમ્પિંગ સાઈટથી ત્રાહિમામ સ્થાનિકો
- ડમ્પિંગ સાઈટને દૂર કરવા સ્થાનિકોની માગ
- અંબાજી હાઈવે પાસે ડંપિગ સાઈટથી પરેશાન લોકો
- સ્થાનિક તંત્ર કોઈનું સાંભળતુ ના હોવાના આરોપ
Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. આ જનરથ ચાર દિવાલો માધ્યમથી નહીં, પરંપરાગત સ્ટુડિયોની મર્યાદાઓ તોડીને સીધો જ જનતાના આંગણે સુધી પહોંચી નેતા, અભિનેતા, ખેડૂતો,લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ટુડિયો ઓન વીલ્સની ટીમે પાલનપુરના સ્થાનિકો સાથે વાતચીત કરી છે.
Studio on Wheels: ડમ્પિંગ સાઈટને દૂર કરવા સ્થાનિકોની માગ
ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પાલનપુરમાં પહોંચ્યો છે. જ્યાં ડમ્પિંગ સાઈટથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડમ્પિંગ સાઈટને દૂર કરવાના આદેશો અપાયા હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અંબાજી જવા માટેના રસ્તા પાસે જ ડમ્પિંગ સાઈટે કબજો કરી લીધો છે. જેને કારણે સ્થાનિકોની સાથે સાથે વાહનચાલકો પણ પરેશાન છે. મૃત પશુઓ, સૂકો-ભીનો કચરો ઠલવાતો હોવાથી સ્થાનિકોમાં બિમારીનો ભય પણ પ્રસરી રહ્યો છે. ડમ્પિંગ સાઈટનો મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે છતાં તંત્ર દ્વારા ઠોસ પગલા લેવાતા ના હોવાના આરોપો લાગી રહ્યા છે.
સ્થાનિક તંત્ર કોઈનું સાંભળતુ ના હોવાના આરોપ
ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં ડમ્પિંગ સાઈટથી સ્થાનિકો ત્રસ્ત થયા છે. ડમ્પિંગ સાઈટ દૂર કરવાનો આદેશો અપાયેલા હોવા છતા નગરપાલિકા તંત્ર બહેરુ હોય તેવો વર્તાવ કરી રહ્યું છે. અંબાજી જવા માટેના રસ્તા પાસે જ ડમ્પિંગ સાઈટે કબજો કરી લીધો છે. આસપાસની સોસાયટીના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી. મૃત પશુઓ, સૂકો-ભીનો કચરો ઠલવાતો હોવાથી સ્થાનિકોમાં બિમારીનો ભય પણ પ્રસરી રહ્યો છે. ડમ્પિંગ સાઈટનો મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે છતાં તંત્ર દ્વારા ઠોસ પગલા લેવાતા નથી. તંત્ર સફાઈ માટે એક બીજાને ખો આપતું હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે.


